વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૨/૧૫ પાન ૧૩-૧૬
  • પ્રેટોરીયન સૈનિકોને સાક્ષી મળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેટોરીયન સૈનિકોને સાક્ષી મળે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • પાઊલે પ્રચાર કરવાનું બંધ કર્યું નહિ
  • પાઊલે “નાનામોટાને” સાક્ષી આપી
  • ‘ઈશ્વરની સુવાર્તા હિંમત રાખીને બોલીએ’
  • તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૨/૧૫ પાન ૧૩-૧૬

પ્રેટોરીયન સૈનિકોને સાક્ષી મળે છે

ઈસવીસન ૫૯ના વર્ષમાં જુલિયસ નામનો અમલદાર અને તેના થાકી ગયેલા સૈનિકો કેટલાક કેદીઓને રોમમાં લઈ જઈ રહ્યા હતા. તેઓ પૉર્ટા કાપેના નામના દરવાજેથી શહેરમાં આવ્યા. તેઓ પેલૅટાઇન નામની ટેકરી ઉપર ચઢ્યા, જ્યાંથી સમ્રાટ નીરોનો મહેલ દેખાતો હતો. તેઓ એ મહેલની ચારેબાજુ તહેનાત પ્રેટોરીયન સૈનિકો જોઈ શકતા હતા, જેઓની પાસે તલવાર હતી.a કેદીઓનો સમૂહ રોમન ચૌંટું પસાર કરી વિમિનલ ટેકરી પર આવ્યો. તેઓ એવા એક બગીચા પાસેથી નીકળ્યા જ્યાં રોમન દેવતાઓની વેદીઓ હતી. એ પછી, તેઓ એક મોટા મેદાન તરફ આવ્યા, જે સૈનિકોની તાલીમ અને પરેડ માટે વપરાતું હતું.

[પાન ૧૩ પર ચિત્ર]

૫૧ની સાલમાં બનેલા આર્ક ઑફ ક્લોડિયસ પર પ્રેટોરીયન સૈનિકોને દર્શાવતી કોતરણી

એ કેદીઓમાં પ્રેરિત પાઊલ પણ હતા. અમુક સમય પહેલાં, પાઊલની દરિયાઈ મુસાફરી દરમિયાન તોફાન આવ્યું હતું. એ સમયે, એક સ્વર્ગદૂતે પાઊલને કહ્યું હતું, “કૈસરની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે.” (પ્રે.કૃ. ૨૭:૨૪) પાઊલને થયું હશે કે શું એ શબ્દો જલદી પૂરા થશે? રોમ જોઈને પાઊલને ઈસુના શબ્દો યાદ આવ્યા હશે, જે તેમણે અમુક વર્ષો પહેલાં યરુશાલેમમાં એનટોનિયાના ટાવર પાસે કહ્યા હતા: “હિંમત રાખ; કેમ કે જેમ મારે વિશે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”—પ્રે.કૃ. ૨૩:૧૦, ૧૧.

પાઊલે કદાચ પ્રેટોરીયન સૈનિકોની છાવણી જોઈ હશે, જે કાસ્ટ્રા પ્રેટોરીયા કહેવાતી. આ એક મોટો કિલ્લો હતો જેના ઊંચા બુરજો અને દીવાલો લાલ ઈંટના બનેલાં હતાં. એ કિલ્લામાં, સમ્રાટની રક્ષા કરનાર પ્રેટોરીયન સૈનિકોની બાર ટુકડીઓ રહેતી.b શહેરના પોલીસદળની અમુક ટુકડીઓ અને ઘોડેસવારો પણ એમાં રહેતાં. એ ઇમારત જોઈ લોકોને અહેસાસ થતો કે સમ્રાટ કેટલો શક્તિશાળી છે. રોમન સામ્રાજ્યના બીજા ભાગોના કેદીઓ, પ્રેટોરીયન સૈનિકોની જવાબદારી હતા. એટલે, જુલિયસ કેદીઓના સમૂહને પ્રેટોરીયન છાવણીમાં લઈને આવતો હતો. મહિનાઓની મુસાફરી પછી તેઓ છેવટે રોમમાં આવ્યા.—પ્રે.કૃ. ૨૭:૧-૩, ૪૩, ૪૪.

પાઊલે પ્રચાર કરવાનું બંધ કર્યું નહિ

રોમ તરફની મુસાફરી દરમિયાન અમુક રોચક બનાવો બન્યા હતા. જેમ કે, દરિયામાં તોફાન આવ્યું ત્યારે, પાઊલે ભાખ્યું કે વહાણ ભાંગી જશે પણ બધા બચી જશે. પાઊલને ઝેરી સાપ કરડ્યો તોપણ તેમને કંઈ ન થયું. ત્યાર બાદ, પાઊલે માલ્ટાના ટાપુ પર માંદાઓને સાજા કર્યા અને લોકો તેમને ભગવાન કહેવા લાગ્યા. પ્રેટોરીયન સૈનિકોમાંથી કેટલાકે કદાચ એ બનાવ વિશે સાંભળ્યું હશે અને એના વિશે વાતો કરી હશે.

રોમથી “આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં” મળવા આવેલા ભાઈઓને પણ પાઊલ મળ્યા. (પ્રે.કૃ. ૨૮:૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) રોમમાં પ્રચાર કરવા પાઊલ આતુર હતા. પણ તે કઈ રીતે એમ કરી શકે, તે તો કેદી હતા? (રોમ. ૧:૧૪, ૧૫) અમુક માને છે કે કેદીઓને પહેલાં, સૈનિકોના ઉચ્ચ અધિકારી પાસે લઈ જવામાં આવતા. જો એમ હોય તો, પાઊલને પ્રેટોરીયન સૈનિકોના ઉચ્ચ અધિકારી, આફ્રાનિયસ બરૉસ પાસે લઈ જવામાં આવ્યા હશે. બની શકે કે તેની પાસે લગભગ સમ્રાટ જેટલી સત્તા હતી.c ભલે ગમે એ હોય, પાઊલને હવે અમલદારોના હાથમાં સોંપવાને બદલે, એક પ્રેટોરીયન સૈનિક સાથે રાખવામાં આવ્યા હતા. રહેવા માટે જગ્યા શોધવાની પાઊલને પરવાનગી આપવામાં આવી હતી. તેમના ત્યાં મુલાકાતીઓને આવવાની પણ રજા હતી. એટલે, પાઊલ તેઓને પ્રચાર કરતા.—પ્રે.કૃ. ૨૮:૧૬, ૩૦, ૩૧.

નીરોના સમયના પ્રેટોરીયન સૈનિકો

[પાન ૧૪ પર ચિત્ર]

પહેલી સદીના સિક્કામાં પ્રેટોરીયન છાવણી

પ્રેટોરીયન સૈનિકો, સમ્રાટ અને તેના કુટુંબનું રક્ષણ કરવાની શપથ લેતા. તેઓ યુદ્ધમાં જતા ત્યારે, સમ્રાટની નિશાની ધરાવતો ઝંડો ઊંચકતા. તેમ જ, વીંછીના ચિત્રવાળી ઢાલ રાખતા. એ ચિત્ર તીબેરિયસ કાઈસારની રાશિને દર્શાવતું. પ્રેટોરીયન સૈનિકો ટુકડીઓમાં વહેંચાયેલા હતા, જેની આગેવાની લેનારા “ટ્રિબ્યૂન્સ” અને “સૅન્ચુરીયન્સ” કહેવાતા. પ્રેટોરીયન સૈનિકો રમતોત્સવ અને થિયેટરમાં વ્યવસ્થા જાળવવાનું કામ પણ કરતા. તેમ જ, આગ લાગે ત્યારે મદદમાં જોડાતા. રોમન લશ્કરના સૈનિકોને ૨૫ વર્ષ સેવા કરવી પડતી. જ્યારે કે, પ્રેટોરીયન સૈનિકો ૧૬ વર્ષે નિવૃત્ત થઈ શકતા. તેમ જ, તેઓનો પગાર રોમન સૈનિકો કરતાં ત્રણ ગણો વધારે હતો અને બીજા ઘણા લાભ મળતા. નિવૃત્તિ વખતે પણ તેઓને ઘણી મોટી રકમ મળતી. કેદીઓ પર જુલમ ગુજારવા અને મોતને ઘાટ ઉતારવા પ્રેટોરીયન સૈનિકોને વાપરવામાં આવતા. કેદી તરીકે પાઊલ બીજી વાર રોમ આવ્યા ત્યારે, પ્રેટોરીયન સૈનિકોએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હોઈ શકે.—૨ તીમો. ૪:૧૬, ૧૭.

Courtesy Classical Numismatic Group, Inc./cngcoins.com

પાઊલે “નાનામોટાને” સાક્ષી આપી

[પાન ૧૫ પર ચિત્ર]

હાલમાં જોવા મળતી કાસ્ટ્રા પ્રેટોરીયાની દીવાલો

નીરો પાસે લઈ જતા પહેલાં, કદાચ પ્રેટોરીયન છાવણીમાં કે મહેલમાં બરૉસે પાઊલને પૂછતાછ કરી હશે. ત્યારે પાઊલે “નાનામોટાને સાક્ષી” આપવાની તક જતી કરી નહિ. (પ્રે.કૃ. ૨૬:૧૯-૨૩) બરૉસે પાઊલને ગુનેગાર ગણ્યા હતા કે નહિ એ આપણે જાણતા નથી. પણ, આપણે એ તો જાણીએ છીએ કે તેણે પાઊલને પ્રેટોરીયન છાવણીમાં કેદી તરીકે મોકલ્યા નહિ.d

પાઊલે “યહુદીઓના મુખ્ય માણસો” અને બીજાઓને ઘરે બોલાવીને તેઓને “સાક્ષી આપી.” પ્રેટોરીયન સૈનિકોને પણ સાક્ષી મળી હતી. કઈ રીતે? જ્યારે ઈસુ અને તેમના રાજ્ય વિશે પાઊલે, યહુદીઓને “સવારથી સાંજ સુધી” સાક્ષી આપી, ત્યારે એ સૈનિકોએ સાંભળ્યું હતું.—પ્રે.કૃ. ૨૮:૧૭, ૨૩.

[પાન ૧૫ પર ચિત્ર]

સૈનિકોએ પાઊલને પત્રો લખાવતા સાંભળ્યા

મહેલની ચોકી કરતા પ્રેટોરીયન સૈનિકો દર આઠ કલાકે બદલાતા. એવી જ રીતે, પાઊલની નિગરાની કરતો સૈનિક પણ દિવસ દરમિયાન બદલાતો. આમ, ઘણા સૈનિકોને સાક્ષી મળી હતી. પાઊલ એફેસી, ફિલિપી, કોલોસી અને હિબ્રૂ ભાઈ-બહેનોને મોકલવાં, કોઈની પાસે પત્રો લખાવતા, એ પણ સૈનિકોએ સાંભળ્યા હતા. તેમ જ, પાઊલ ફિલેમોનને પત્ર લખતા હતા, એ પણ સૈનિકોએ જોયું હશે. પાઊલ કેદમાં હતા ત્યારે તેમણે ઓનેસીમસને મદદ કરી હતી. ઓનેસીમસ પોતાના માલિક પાસેથી ભાગી છુટ્યો હતો. પાઊલ તેને દીકરા સમાન ગણતા અને તેને માલિક પાસે પાછો મોકલી આપ્યો. (ફિલે. ૧૦) એમાં કોઈ શંકા નથી કે ચોકી કરતા સૈનિકોમાં પણ પાઊલે રસ બતાવ્યો હશે. (૧ કોરીં. ૯:૨૨) દાખલા તરીકે, સૈનિકો રક્ષણ માટે શું પહેરે છે, એ વિશે તેઓ સાથે વાતચીત કરી હશે. પછી એ માહિતી પાઊલે પોતાના એક ઉદાહરણમાં વાપરી.—એફે. ૬:૧૩-૧૭.

‘ઈશ્વરની સુવાર્તા હિંમત રાખીને બોલીએ’

આખા રોમન સામ્રાજ્યમાં પ્રેટોરીયન સૈનિકોના સંપર્ક હતા. એમાં સમ્રાટ, તેનું કુટુંબ, ચાકરો અને ગુલામો પણ હતાં. એટલે, ફક્ત પ્રેટોરીયન સૈનિકો જ નહિ પરંતુ, બીજા ઘણાને સુવાર્તા સાંભળવાની તક મળી. એમાંના કેટલાક ખ્રિસ્તી પણ બન્યા. (ફિલિ. ૧:૧૨, ૧૩; ૪:૨૨) પાઊલના ઉદાહરણથી રોમમાં રહેતાં ભાઈ-બહેનોને ‘ઈશ્વરની સુવાર્તા હિંમત રાખીને બોલવાં’ ઉત્તેજન મળ્યું.—ફિલિ. ૧:૧૪.

[પાન ૧૬ પર ચિત્ર]

સંજોગો ગમે એ હોય, આપણે જેને મળીએ તેને પ્રચાર કરી શકીએ

પાઊલનો દાખલો સારા તેમ જ મુશ્કેલ સમયમાં પ્રચાર કરવા પણ ઉત્તેજન આપે છે. (૨ તીમો. ૪:૨) બની શકે કે તબિયતને લીધે તમે ઘર કે હૉસ્પિટલમાં જ રહેતા હો અથવા ઈશ્વર પરની શ્રદ્ધાને કારણે જેલમાં હો. સંજોગો ભલે ગમે એ હોય, કોઈને પણ મળીએ ત્યારે પ્રચાર કરી શકીએ. જેમ કે, આપણને મદદ કરવા આવનારાઓને કે પછી અમુક સેવાઓ પૂરી પાડનારાઓને પ્રચાર કરી શકીએ. જ્યારે આપણે હિંમત રાખીને દરેક તકે પ્રચાર કરીએ છીએ, ત્યારે આપણે બતાવીએ છીએ કે “ઈશ્વરનું વચન બંધનમાં નથી.”—૨ તીમો. ૨:૮, ૯, IBSI.

સેક્ટસ આફ્રાનિયસ બરૉસ

[પાન ૧૬ પર ચિત્ર]

સેક્ટસ આફ્રાનિયસ બરૉસના નામવાળી શિલાપાટી

એવું માનવામાં આવે છે કે બરૉસનો જન્મ વેઝન-લા-રોમૈનમાં થયો હતો, જે હવે દક્ષિણ ફ્રાન્સમાં છે. કેમ કે, ૧૮૮૪માં ત્યાંથી એક શિલાપાટી મળી આવી, જેમાં તેનું નામ છે. ૫૧ની સાલમાં, આગ્રિપીના ધ યંગરે, બરૉસને પ્રેટોરીયન સૈનિકોનો ઉચ્ચ અધિકારી બનાવ્યો. આગ્રિપીના ક્લોડિયસ કાઈસારની પત્ની હતી. તેના નાના દીકરા નીરોને સમ્રાટ બનવા માટે લશ્કરી તાલીમ બરૉસે આપી હતી. સમય જતા, આગ્રિપીનાએ પોતાના પતિ ક્લોડિયસને ઝેર આપીને મારી નાખ્યો. બરૉસે પ્રેટોરીયન સૈનિકોની સાથે મળી નીરોને સમ્રાટ જાહેર કર્યો અને રાજદરબારે એ સ્વીકારવું પડ્યું. નીરોએ ૫૯ની સાલમાં પોતાની માતાને મારી નંખાવી ત્યારે, બરૉસે નીરોનું રક્ષણ કર્યું હતું. રોમન ઇતિહાસકારો સુટોનીઅસ અને કેશીઅસ ડીઓએ લખ્યું કે નીરોએ ૬૨ની સાલમાં બરૉસને ઝેર આપીને મારી નાખ્યો.

Musée Calvet Avignon

a “નીરોના સમયના પ્રેટોરીયન સૈનિકો” બૉક્સ જુઓ.

b રોમન ટુકડી વધુમાં વધુ હજાર સૈનિકોની બનેલી હતી.

c “સેક્ટસ આફ્રાનિયસ બરૉસ” બૉક્સ જુઓ.

d આ જ જગ્યાએ હેરોદ આગ્રીપાને કેદ કરવામાં આવ્યો હતો. કેમ કે, તેણે એવું જણાવ્યું હતું કે કેલિગુલા જલદી જ સમ્રાટ બનવો જોઈએ. એ માટે તીબેરિયસ કાઈસારે હેરોદને ૩૬-૩૭ની સાલમાં પ્રેટોરીયન છાવણીમાં કેદ કરાવ્યો. કેલિગુલા સમ્રાટ બન્યો એ પછી તેણે હેરોદને ઇનામમાં યહુદીયાનો રાજા બનાવ્યો.—પ્રે.કૃ. ૧૨:૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો