વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૬/૧૫ પાન ૩-૬
  • પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • રસ્તો તૈયાર કરવા સારા નિર્ણય લો
  • તમારા રસ્તામાંથી અડચણો દૂર કરો
  • પ્રગતિ કરવા રસ્તા પર દૃઢ રહો
  • યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • તમારી યુવાનીમાં યહોવાહને યાદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૬/૧૫ પાન ૩-૬
ઘણાં નડતરોથી ભરાયેલો માર્ગ

પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”

ઈસવીસન પૂર્વે ૫૩૭માં ઈશ્વરના લોકો બાબેલોનમાંથી યરૂશાલેમ જવા નીકળ્યા. તેઓની એ મુસાફરીમાં યહોવાએ ખાસ રસ લીધો હતો. યહોવાએ તેઓને કહ્યું: “માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો.” (યશા. ૬૨:૧૦) જરા કલ્પના કરો કે એ આજ્ઞા પાળવા યહુદીઓએ શું કર્યું હશે? કદાચ તેઓમાંથી અમુકે આગળ જઈને રસ્તો સરખો કર્યો હશે, ખાડા પૂર્યા હશે અને નાના-મોટા પથ્થરો દૂર કર્યા હશે. એમ કરવાથી યહુદીઓ માટે વતન પાછા જવું સહેલું બન્યું હશે.

એ દાખલો ભક્તિમાં આપણા ધ્યેયો પૂરા કરવા મદદ કરે છે. યહોવા ઇચ્છે છે કે તેમના લોકો ભક્તિના માર્ગ પર અડચણો વગર ચાલે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “તારા પગનો માર્ગ સપાટ કર અને તારા સર્વ રસ્તા નિયમસર [દૃઢ, NW ] થાય.” (નીતિ. ૪:૨૬) ભલે તમે યુવાન હો કે પછી મોટી ઉંમરના, એ સલાહ પાળવાથી તમને ફાયદો થશે.

રસ્તો તૈયાર કરવા સારા નિર્ણય લો

બાઇબલ જણાવે છે કે “જુવાનોનો મહિમા તેઓનું બળ છે.” (નીતિ. ૨૦:૨૯) મોટા ભાગે યુવાનો પાસે સારી તંદુરસ્તી, ઉત્સાહ, તેજ દિમાગ અને સફળ થવાની ધગશ હોય છે. યુવાનોની આવડત અને ક્ષમતા જોઈને મોટા ભાગે લોકો આશા રાખે છે કે તેઓ જીવનમાં સફળ થાય. યુવાનો પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરશે તો, ચોક્કસ ખરી ખુશી મેળવી શકશે.

તમે કદાચ જાણતા હશો કે દુનિયામાં યુવાનોની આવડત ઘણી મૂલ્યવાન ગણાય છે. દાખલા તરીકે, એક યુવાન સાક્ષી જ્યારે સ્કૂલમાં સારું કરે, ત્યારે તેના ટીચર અને બીજા દોસ્તો તેને ઉચ્ચ શિક્ષણ લેવા દબાણ કરે છે. એમ પણ બને કે કોઈ યુવાન સાક્ષી રમતગમતમાં સારું કરે તો, તેને એમાં કરિઅર બનાવવા ઉત્તેજન આપવામાં આવે. શું તમારી સામે એવા સંજોગો ઊભા થયા છે? અથવા શું તમે એવી કોઈ વ્યક્તિને ઓળખો છો જેના પર એવું દબાણ આવ્યું છે? સારો નિર્ણય લેવા શું મદદ કરી શકે?

બાઇબલનું શિક્ષણ તમને જીવનમાં સારા માર્ગે જવા તૈયાર કરે છે. સભાશિક્ષક ૧૨:૧ જણાવે છે: ‘તારી યુવાનીમાં તારા સર્જનહારને યાદ રાખ.’ તમે અથવા બીજા યુવાનો કઈ રીતે ‘સર્જનહારને યાદ રાખી’ શકે?

પશ્ચિમ આફ્રિકામાં રહેતા એરિકa સાથે જે બન્યું એનો વિચાર કરો. તેને ફૂટબૉલ રમવું બહુ ગમતું. એરિક જ્યારે ૧૫ વર્ષનો થયો ત્યારે ફૂટબૉલની નેશનલ ટીમમાં તેને લેવામાં આવ્યો. એનો અર્થ થાય કે તેની પાસે યુરોપમાં સૌથી સારી તાલીમ મેળવવાની તક હતી. એનાથી તે ફૂટબૉલનો એક સારો ખેલાડી બની શક્યો હોત. એ સમય દરમિયાન, એરિકે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ‘યુવાનીમાં સર્જનહારને યાદ રાખવાની’ સલાહ તેણે કઈ રીતે લાગુ પાડી? એમાંથી તમે અથવા તમારા મિત્રો શું શીખી શકે?

બાઇબલનો અભ્યાસ કરવાથી તેને શીખવા મળ્યું કે માણસોની મુશ્કેલીઓને ઈશ્વર કાયમ માટે દૂર કરશે. તે સમજી શક્યો કે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી એ રમતગમત કરતાં ઘણી મહત્ત્વની છે. તેથી તેણે ફૂટબૉલમાં કરિઅર બનાવવાનું પડતું મૂક્યું. તેણે બાપ્તિસ્મા લીધું અને પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરવા લાગ્યો. થોડા સમય પછી તે સેવકાઈ ચાકર બન્યો. સમય જતાં, તેને ભાઈઓ માટેની બાઇબલ શાળામાં જવાનું આમંત્રણ પણ મળ્યું.

એરિકે પોતાનું કરિઅર રમત જગતમાં બનાવ્યું હોત તો, કદાચ તે દોલત-શોહરત મેળવી શક્યો હોત. પરંતુ, તે બાઇબલમાં જણાવેલી આ હકીકત પારખી શક્યો: ‘પૈસાદાર માણસનું ધન તેના માટે કિલ્લેબંધ શહેર છે. તેની પોતાની કલ્પના પ્રમાણે એ ઊંચા કોટ જેવું છે.’ (નીતિ. ૧૮:૧૧) વ્યક્તિ કદાચ એવું માને કે ધનદોલતથી સલામતી મળે છે. પરંતુ, એમ માનવું ખોટું છે કેમ કે પૈસાદાર બનવા માંગતા કેટલાક લોકોએ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’—૧ તીમો. ૬:૯, ૧૦.

ઘણા યુવાનોને પૂરા સમયની સેવામાં જોડાવાથી ખુશી અને કાયમી સલામતી મળી છે. એરિક કહે છે: ‘યહોવાના પૂરા સમયના સેવકોની મોટી “ટીમ”માં હું જોડાયો છું! હું સૌથી સારી ટીમનો સભ્ય છું. જીવનમાં ખરી ખુશી અને સફળતા મેળવવાનો એ એકમાત્ર રસ્તો છે. યહોવાએ મને એ રસ્તો બતાવ્યો માટે હું તેમનો ખૂબ આભારી છું!’

તમારા વિશે શું? દુનિયાના લોકો રાખે એવા ધ્યેયો રાખવાને બદલે કેમ નહિ કે યહોવા સામે “સર્વ રસ્તા” દૃઢ કરવા, તમે પાયોનિયર બનવાનો ધ્યેય રાખો? આ બૉક્સ જુઓ: “યુનિવર્સિટી ન આપી શકે એવા ફાયદા મેળવવા.”

તમારા રસ્તામાંથી અડચણો દૂર કરો

એક યુગલે અમેરિકાની શાખાની મુલાકાત લીધી. તેઓએ જોયું કે બેથેલના સભ્યો કેટલા ખુશ રહે છે. થોડા સમય પછી બહેને લખ્યું: ‘અમે વધુ પડતું આરામદાયક જીવન જીવતા હતા.’ તેથી, યુગલે નક્કી કર્યું કે હવેથી પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ યહોવાની સેવામાં કરશે.

જોકે, એ સમયે તેઓ માટે એવું બદલાણ લાવવું ઘણું અઘરું હતું. પરંતુ, એક દિવસે તેઓએ દરરોજના શાસ્ત્રવચનમાં યોહાન ૮:૩૧ની કલમ વાંચી. એમાં ઈસુએ કહ્યું છે: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.” એ કલમ ધ્યાનમાં રાખીને તેઓએ વિચાર્યું કે ‘જીવન સાદું બનાવવા અમે જે કંઈ કરીશું એ એક બલિદાન સમાન ગણાશે.’ તેઓએ પોતાનું મોટું ઘર વેચી નાંખ્યું અને બિનજરૂરી બાબતો દૂર કરી. તેઓ જ્યાં જરૂર હતી એ મંડળમાં મદદ આપવા ગયા. હાલમાં એ યુગલ પાયોનિયરીંગ કરે છે અને રાજ્યગૃહ બાંધકામમાં મદદ આપે છે. તેમ જ, સંમેલનોમાં સ્વયંસેવકો તરીકે કામ કરે છે. તેઓને હવે કેવું લાગે છે? યુગલ જણાવે છે: ‘યહોવાનું સંગઠન જીવન સાદું બનાવવાનું જે ઉત્તેજન આપે છે, એ પ્રમાણે કરવાથી અમને એટલી ખુશી મળી જેનો કોઈ પાર નથી!’

પ્રગતિ કરવા રસ્તા પર દૃઢ રહો

સુલેમાને લખ્યું: ‘તારી આંખો સામી નજરે જુએ અને આગળ સીધી નજર નાખે.’ (નીતિ. ૪:૨૫) એક ડ્રાઇવર વાહન ચલાવતી વખતે રોડ પર જ ધ્યાન રાખે છે. એ જ રીતે આપણે પણ ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા પર નજર રાખીએ અને ધ્યાન ફંટાવા ન દઈએ.

૧. યહોવાના સાક્ષીઓ પોતાની યુવાનીનો ઉપયોગ ભક્તિમાં વધુ કરવાના ધ્યેયો માટે કરે છે; ૨. નડતરો વગરનો માર્ગ

તમે કયા ધ્યેયો રાખી શકો? પૂરા સમયની સેવામાં જોડાવું, એ એક સારો ધ્યેય છે. અથવા જે મંડળનો પ્રચાર વિસ્તાર મોટો હોય ત્યાં મદદ આપવા જઈ શકો. તમે એવા મંડળમાં પણ મદદ કરી શકો જ્યાં પ્રકાશકો તો ઘણા છે, પરંતુ વડીલો અને સેવકાઈ ચાકરો ઓછા છે. શું તમે એમાંની કોઈ એક રીતે મદદ કરી શકો? કેમ નહિ કે એ વિશે તમે સરકીટ નિરીક્ષક સાથે વાત કરો? તમે ઘરથી દૂર જઈને સેવા આપવા ઇચ્છતા હો તો, કોઈ દૂરના મંડળની માહિતી મેળવો, જેને મદદની જરૂર છે.b

ચાલો, આપણે યશાયા ૬૨:૧૦માં વર્ણન કરેલા દૃશ્યનો ફરી વિચાર કરીએ. અમુક યહુદીઓએ વતન જવાના માર્ગને સરખો કરવા ઘણી મહેનત કરી હશે. તમે પણ જે ધ્યેયો રાખ્યા છે એને પૂરા કરવા ઘણી મહેનત કરો છો. પરંતુ, નિરાશ થઈને એ ધ્યેયોને કદી પડતા ન મૂકશો. ઈશ્વરની મદદથી તમે ચોક્કસ એ ધ્યેયોને પૂરા કરી શકશો. નડતરો દૂર કરતી વખતે યહોવા પાસે જ્ઞાન માંગતા રહો. સમય જતાં, તમે જોઈ શકશો કે તે ‘પગનો માર્ગ સપાટ કરવા’ તમને કેવી મદદ કરે છે!—નીતિ. ૪:૨૬.

a નામ બદલ્યું છે.

b ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાઝ વીલ પુસ્તકનાં પાન ૧૧૧-૧૧૨ જુઓ.

યુનિવર્સિટી ન આપી શકે એવા ફાયદા મેળવવા

ફ્લાવિયા

ફ્લાવિયા નાની હતી ત્યારે તેનાં દાદી યહોવાનાં સાક્ષી હતાં. તે ફ્લાવિયાને બાઇબલ વિશે શીખવતાં. જોકે, તેના પપ્પા ટીચર હતા અને કુદરતી બાબતો વિશે શીખવા તેમ જ ઉચ્ચ શિક્ષણ લેવા માટે તેને ઉત્તેજન આપતા. એવી જ પ્રેરણા આપતાં બીજા લોકો પણ તેને કહેતા કે ‘તમારી પેઢી આ પૃથ્વીની હાલત ખરાબ થતાં બચાવી શકે છે.’ સમય જતાં, તે પોતાના પપ્પાની મદદથી પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણવા ગઈ. પ્રદુષણ ન કરે એવાં બળતણ વિશે તે સંશોધન કરવા લાગી.

ફ્લાવિયાએ ત્યાં જોયું કે બીજા વિદ્યાર્થીઓને ‘પૃથ્વીને બચાવવામાં’ કોઈ રસ નથી. યુનિવર્સિટીએ અમુક સંશોધનોના ખર્ચા માટે મોટી કંપનીઓ પર આધાર રાખવો પડતો. તેથી, ત્યાંના સંશોધકો એ કંપનીઓની તરફદારી કરી, તેઓને ફાયદો થાય એવું કરતા. ફ્લાવિયાને એ બધું ન ગમતું. એક દિવસે યહોવાના સાક્ષીઓ તેના ઘરે આવ્યા. ઈશ્વર અને ભાવિ વિશે તેઓએ બાઇબલમાંથી જણાવ્યું ત્યારે, એ વિશે શીખવાનો તેનો ઉત્સાહ ફરી જાગ્યો.

ફ્લાવિયાએ બાઇબલ સત્ય સ્વીકાર્યું અને બાપ્તિસ્મા લીધું. પરંતુ, યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લેતી હોવાથી તેને પ્રચારકાર્ય માટે બહુ ઓછો સમય મળતો. એક દિવસ, સરકીટ નિરીક્ષકે યાકૂબ ૪:૧૭માંથી ચર્ચા કરી, જે તેણે સાંભળી. કલમ આમ કહે છે: “માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.” એ સાંભળીને ફ્લાવિયાને પોતાના સંજોગો તપાસવાનું ઉત્તેજન મળ્યું. તે જણાવે છે: ‘હું યહોવાનો આશીર્વાદ મેળવવાની સાથે સાથે વિજ્ઞાનમાં મારું કરિઅર બનાવવા માંગતી હતી. પરંતુ, એ બંનેમાંથી હવે મારે કોઈ એક પસંદ કરવાનું હતું.’

ફ્લાવિયાએ નક્કી કર્યું કે તે યુનિવર્સિટીનો અભ્યાસ છોડી દેશે. એ નિર્ણયથી શું તેને કોઈ અફસોસ થયો છે? તે જણાવે છે:

‘યહોવાની સેવા કરવાથી મને જે ફાયદો થયો, એ યુનિવર્સિટીના શિક્ષણથી ક્યારેય ન મળ્યો હોત. યહોવાએ મને ઘણા આશીર્વાદ આપ્યા છે. દયા રાખવાનું, પ્રેમ કરવાનું અને બીજાઓને ભક્તિમાં મદદ કરવાનું યહોવાએ જ મને શીખવ્યું છે. મારું લગ્‍નજીવન પણ ખૂબ સુખી છે. ઉપરાંત, વિજ્ઞાન ન આપી શકે એવા ભાવિની મને આશા મળી છે. એકલા યહોવા જ આ પૃથ્વીને બચાવી શકે છે. હું તેમનાથી દૂર કદી જઈશ નહિ.’ ફ્લાવિયા અને તેના પતિ યહોવાના સાક્ષીઓના મુખ્ય મથક, ન્યૂ યૉર્કમાં સેવા આપી રહ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો