સવાલ-જવાબ
▪ શું આપણે ટૉકનું રેકોર્ડિંગ અને અપાયેલી ટૉકની સ્ક્રિપ્ટની આપ-લે કરવી જોઈએ?
બાઇબલ પ્રવચનો આપણને ઉત્તેજન અને હિંમત આપે છે. (પ્રે.કૃ. ૧૫:૩૨) એટલે સભામાં જેઓ હાજર ના હોય તેઓને એ પ્રવચનનું રેકોર્ડિંગ આપવાનું મન થઈ શકે. આજકાલ ટેક્નૉલૉજીના લીધા આપણે સહેલાઈથી ટૉક રેકોર્ડ કરીને બીજાને આપી શકીએ છીએ. ઘણાંએ રેકોર્ડ કરેલી ટૉકનો સંગ્રહ કર્યો છે. એમાં ઘણી જૂની ટૉક પણ હશે. સારા ઇરાદાને લીધે તેઓ એ ટૉક મિત્રોને સાંભળવા આપે છે. અમુક ભાઈ-બહેનોએ વેબ સાઈટ બનાવી છે, જેથી ટૉકને ડાઉનલોડ કરી શકાય.
આપણા માટે અને કુટુંબ માટે ટૉકને રેકોર્ડ કરવી એમાં કંઈ ખોટું નથી. જે ભાઈ-બહેનો બીમાર કે વૃદ્ધ છે અને સભામાં આવી શકતા નથી તેઓ માટે વડીલો ટૉક રેકોર્ડ કરવાની જોગવાઈ કરે છે. પણ આપણે લખેલી ટૉક કે એનું રેકોર્ડિંગ એકબીજાને વહેંચવું ન જોઈએ. એમ કરવાના સારા કારણ છે.
ટૉક મોટાભાગે મંડળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. જો આપણે રેકોર્ડ કરેલી ટૉક સાંભળીએ અને કદાચ ખબર ના હોય કે એ કયા સંજોગોમાં આપવામાં આવી હતી, તો એનો ખોટો અર્થ કરી શકીએ. આપણને એ પણ ખબર નહિ હોય કે ટૉક કોણે અને ક્યારે આપી. આ કારણોને લીધે આપણે ભરોસો ના રાખી શકીએ કે રેકોર્ડ કરેલી ટૉકની માહિતી બરાબર જ છે. (લુક ૧:૧-૪) લખેલી ટૉક કે રેકોર્ડિંગની આપ-લે કરવાથી બીજાઓને કે પોતાને ખોટી રીતે માન અને મહિમા આપી શકીએ.—૧ કોરીં. ૩:૫-૭.
વિશ્વાસુ અને શાણો ચાકર આપણને “યોગ્ય સમયે” અને જરૂરિયાત પ્રમાણે સત્ય પહોંચાડવા ઘણી મહેનત કરે છે. (લુક ૧૨:૪૨) એમાં મંડળમાં અપાતી ટૉકનો અને jw.org વેબ સાઈટ પર મળતા ઑડિયો રેકોર્ડિંગનો સમાવેશ થાય છે. આપણે ખાતરી રાખી શકીએ કે વિશ્વાસુ અને શાણો ચાકર અને એને રજૂ કરતી ગવર્નિંગ બૉડી આપણો વિશ્વાસ મજબૂત કરવા જરૂરી બાબતો પૂરી પાડશે.—પ્રે.કૃ. ૧૬:૪, ૫.