મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ જાન્યુઆરી
“વ્યક્તિ ગુજરી જાય પછી શું થાય છે એ વિષે લોકો વિચારતા હોય છે. શું તમને લાગે છે કે વ્યક્તિ ગુજરી જાય પછી આપણને મદદ કે હાનિ કરી શકે? [જવાબ આપવા દો.] ગુજરી ગયેલાની સ્થિતિ વિષે પરમેશ્વર શું કહે છે એ તમને બતાવી શકું? [ઘરમાલિકને સાંભળવામાં રસ હોય તો, સભાશિક્ષક ૯:૫ વાંચી આપો.] એ વિષે આ મૅગેઝિન વધારે જણાવે છે.” પાન ૮ ઉપરનું બૉક્સ બતાવો.
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“આજે લોકોને કંઈ કહીએ કે કરીએ તો, તરત જ સામે થાય છે. કોઈ આપણને ગુસ્સે કરે તો શું કરવું જોઈએ? [જવાબ આપવા દો.] એવા સમયે કેવી રીતે વર્તવું એ વિષે ઈશ્વર શું કહે છે, એ તમને જાણવું ગમશે? [ઘરમાલિકને રસ હોય તો, રૂમી ૧૨:૨૧ વાંચી આપો.] આ લેખ બતાવે છે કે પોતાનું રક્ષણ કરવા અને કાયદેસર પગલાં ભરવા વિષે બાઇબલ શું કહે છે.” પાન ૧૮ ઉપરનો લેખ બતાવો.
ચોકીબુરજ ફેબ્રુઆરી
“આજે લોકો સામાન્ય રીતે એકબીજાને માન બતાવતા નથી. બીજાઓને માન આપવાનું આપણા બાળકોને કેવી રીતે શીખવી શકીએ? [જવાબ આપવા દો.] એ વિષે બાઇબલ માબાપને કઈ સલાહ આપે છે એ તમને વાંચી આપું? [જો ઘરમાલિકને રસ હોય તો, પુનર્નિયમ ૬:૬, ૭ વાંચી આપો.] આ લેખ બતાવે કે બીજાઓને માન આપવાનું બાળકોને કેવી રીતે શીખવી શકીએ.” પાન ૧૨ ઉપરનો લેખ બતાવો.