બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૬–૧૦
વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
અયૂબનું સઘળું લૂંટાઈ ગયું, તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો અને તે મરણતોલ માંદા પડ્યા હતા. તેમ છતાં, તે વફાદાર રહ્યા. એટલે, તેમની વફાદારી તોડવા શેતાને તેમને નિરાશ કરવાનો પ્રયત્ન કર્યો. તેમના ત્રણ “મિત્રો” આવ્યા. પહેલા, તેઓએ હમદર્દી બતાવવાનો દેખાડો કર્યો. પછી, તેઓ દિલાસો આપતો એક પણ શબ્દ બોલ્યા વગર અયૂબ જોડે સાત દિવસ સુધી બેસી રહ્યા. પછીથી, તેઓએ જે કહ્યું એમાં અયૂબનો વાંક કાઢ્યો અને તેમના પર ખોટા આરોપ મૂક્યા.
સખત દબાણ હોવા છતાં અયૂબ યહોવાને વફાદાર રહ્યા
ભારે દુઃખ હોવાથી અયૂબને ખોટા વિચારો આવ્યા. તેમણે એવું માની લીધું કે, ઈશ્વરને તેમની વફાદારીની કંઈ પડી નથી
અયૂબ નિરાશામાં એટલા ડૂબી ગયા કે, દુઃખ આવવાના બીજાં કારણો તેમને દેખાયા નહિ
તકલીફો હોવા છતાં, તેમના પર આરોપ મૂકનારાઓને તે યહોવા માટેનો પોતાનો પ્રેમ જણાવે છે