દાઊદે યહોવાની દયા વિશે જણાવવા અલંકાર વાપર્યા.
-
૧૦૩:૧૧
જેમ પૃથ્વીથી આકાશ કેટલું દૂર છે એ આપણે સમજી નથી શકતા, તેમ યહોવાના અતૂટ પ્રેમની સીમા પણ આપણા માટે સમજવી અઘરી છે
-
૧૦૩:૧૨
પૂર્વ જેમ પશ્ચિમથી દૂર છે, તેમ યહોવા આપણાં પાપોને આપણાથી દૂર કરે છે
-
૧૦૩:૧૩
દુઃખી બાળકને જેમ એક પિતા દયા બતાવે છે, તેમ પાપનો પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવા દયા બતાવે છે