યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યુવાનો—‘મોટા દ્વારથી’ પ્રવેશવામાં મોડું ન કરો
યુવાનો, તમે હંમેશાં યુવાન રહેશો અને ક્યારેય શેતાનની દુષ્ટ દુનિયામાં ઘરડા થઈને “માઠા દિવસો” જોશો નહિ, એવું વિચારવું સહેલું લાગી શકે. (સભા ૧૨:૧) પણ, શું તમે એમ વિચારો છો કે, પૂરા સમયનું સેવાકાર્ય જેવા ભક્તિના ધ્યેયોને પહોંચી વળવા તમારી પાસે ઘણો સમય બાકી છે?
યુવાન હોય કે વૃદ્ધ ‘સમય અને સંજોગોની’ અસર બધા પર થાય છે. (સભા ૯:૧૧) “પણ તમે જાણતા નથી કે કાલે તમારા જીવનમાં શું થશે.” (યાકૂ ૪:૧૪) એટલા માટે, તમે ભક્તિના ધ્યેયો પાછળ મંડ્યા રહેવામાં ધીરા ન પડો. એટલે, “કામ કરવાનું મોટું દ્વાર” ખુલ્લું છે, ત્યાં સુધી એમાં જવાની તક ઝડપી લો. (૧કો ૧૬:૯) તમને એનો જરાય પસ્તાવો નહિ થાય.
ભક્તિના ધ્યેયો:
બીજી ભાષામાં ખુશખબર ફેલાવવી
પાયોનિયર બનવું
સેવાકાર્યની તાલીમ આપતી શાળાઓમાં જવું
બાંધકામમાં ભાગ લેવો
બેથેલમાં સેવા આપવી
સરકીટ નિરીક્ષક બનવું