બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧-૩
“સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”
યોહાનનાં કપડાં અને દેખાવ પરથી તરત દેખાઈ આવતું કે તે સાદું જીવન જીવતા અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા સમર્પિત હતા
ઈસુ માટે માર્ગ તૈયાર કરવાનો યોહાનને જે અનેરો લહાવો મળ્યો, એની સામે તેમણે કરેલાં કોઈ પણ બલિદાનો સાવ નજીવાં હતાં
સાદું જીવન જીવીને આપણે ઈશ્વરની સેવામાં વધારે કરી શકીએ છીએ અને એનાથી ઘણો સંતોષ મળે છે. સાદું જીવન જીવવા આપણે . . .
ખરેખર જરૂરી હોય એવી વસ્તુઓની યાદી બનાવીએ
બિનજરૂરી ખર્ચા ટાળીએ
દર અઠવાડિયે કે મહિને ગુજરાન માટે કેટલો ખર્ચ કરવો એ નક્કી કરીએ
બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખીએ
બને એટલું જલદી દેવું ચૂકતું કરીએ
નોકરી-ધંધાના કલાકો કઈ રીતે ઓછા કરવા, એનો વિચાર કરીએ
યોહાનનો ખોરાક તીડો અને જંગલી મધ હતાં
સાદું જીવન મને કયા ધ્યેયો પૂરા કરવા મદદ કરશે?