ફેબ્રુઆરી ૧૬-૨૨
યશાયા ૩૬-૩૭
ગીત ૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “એ સાંભળીને તું ગભરાઈશ નહિ”
(૧૦ મિ.)
યહોવાના લોકોને ડરાવવા રાબશાકેહ યરૂશાલેમ ગયો (યશા ૩૬:૧, ૨; it “હિઝકિયા” નં. ૧ ¶૧૪-mwbr)
રાબશાકેહે બતાવવાની કોશિશ કરી કે તેઓ સાવ નબળા અને લાચાર છે (યશા ૩૬:૮; ip-1 ૩૮૬ ¶૧૦)
તેણે લોકોની મજાક ઉડાવી કેમ કે તેઓ યહોવા અને રાજા હિઝકિયા પર ભરોસો રાખતા હતા (યશા ૩૬:૭, ૧૮-૨૦; ip-1 ૩૮૮ ¶૧૩-૧૪)
યહોવાના ભક્તોએ લોકોની ધમકીઓથી જરાય ડરવાની જરૂર નથી.—યશા ૩૭:૬, ૭
કુટુંબ તરીકેની ભક્તિમાં અજમાવો: ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’ વીડિયો જુઓ. પછી શું શીખ્યા એની ચર્ચા કરો.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૩૭:૨૯—યહોવાએ સાન્હેરીબ રાજાના મોંમાં લગામ નાખી, એનો શું અર્થ થાય? (it “લગામ” ¶૪-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૩૭:૧૪-૨૩ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૪)
૫.વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) દૃશ્ય. ijwbq લેખ ૧૧૦ ¶૧-૪—વિષય: બાપ્તિસ્મા એટલે શું? (th અભ્યાસ ૧૭)
ગીત ૫૪
૭. ‘તમે કોના પર ભરોસો રાખો છો?’
(૧૫ મિ.) ચર્ચા.
ઈશ્વર કે બાઇબલ વિશે તમારી માન્યતા પર અથવા યહોવાના સાક્ષી બનવાના તમારા નિર્ણય પર શું ક્યારેય કોઈએ સવાલ ઉઠાવ્યો છે અથવા તમારી મજાક ઉડાવી છે? જો હા, તો એ સમયે કદાચ તમને ડર લાગ્યો હશે અથવા શું કહેવું એ સમજાયું નહિ હોય. બીજાની વાતોથી કદાચ તમારા મનમાં શંકા પણ ઊભી થઈ શકે. એવું ન થાય એ માટે શું કરી શકો?
યશાયા ૩૬:૪ વાંચો. પછી પૂછો:
આપણે જે માનીએ છીએ એના પર પાકો ભરોસો હોવો કેમ જરૂરી છે?
યુવાનીમાં થતી મૂંઝવણ—શું ઈશ્વરમાં માનવું જોઈએ? વીડિયો બતાવો. પછી પૂછો:
ઈશ્વર સાચે જ છે, એ માન્યતા પર ભરોસો મજબૂત કરવા એલીબાલ્ડો અને ક્રિસ્ટલે શું કર્યું?
તમને કેમ પાકી ખાતરી છે કે ઈશ્વર સાચે જ છે?
બાઇબલની કઈ કલમોથી તમને પાકી ખાતરી થાય છે કે . . .
યહોવા તમને પ્રેમ કરે છે?
યહોવા તમને હંમેશાં મદદ કરશે?
તમે સાચે જ ઈશ્વરના લોકો વચ્ચે છો?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૬૨-૬૩