અ મા રા વા ચ કો ત ર ફ થી
સાપનો ડંખ ધંધાકીય ઉભય સૃપવૈજ્ઞાનિક તરીકે, મને સાપોને પકડવાની અને કાળજી રાખવાની તેમ જ તેઓનું ઝેર કાઢી નાખવાની જવાબદારી છે. “શું તમને નાગને મળવાનું ગમશે?” (એપ્રિલ ૮, ૧૯૯૬), “હાબૂ—આ સાપને માન મળવું જોઈએ” (જુલાઈ ૮, ૧૯૯૬, અંગ્રેજી) અને “જોખમ! હું ઝેરી છું” (ઓગસ્ટ ૨૨, ૧૯૯૬, અંગ્રેજી), આ બધા લેખોએ યહોવાહની હકારાત્મક ઉત્પત્તિ બતાવી. તેમ છતાં, મને બતાવવાનું ગમશે કે, સર્પદંશ માટે લોહી બંધ (ટર્નિકે) કરવાની ભલામણ કરવામાં આવતી નથી. મોટા ભાગના લોકો એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા ન હોવાના કારણે કેટલાક પોતાના અવયવ ગુમાવે છે. હું કડક સલાહ આપું છું કે હાથ કે પગ મચકોળાય છે ત્યારે જેટલા સખત રીતે બાંધીએ છીએ એવી જ રીતે પૂરા અવયવને બાંધવું. એનાથી ઝેર કરડેલા અંગની આસપાસ જ રહે છે, લોહી શરીરમાં પરિભ્રમણ કરતું રહે છે જેથી અવયવ “જીવતો” રહે છે.
પી. આર., ઇંગ્લૅંન્ડ
તાજેતરમાં અસંખ્ય તબીબી પાઠ્યપુસ્તકોએ આ મુદ્દા પર બતાવે છે, અને અમે આ સ્પષ્ટતા માટે અમારા વાચકોના આભારી છીએ.—ED.
જંગલી કાગડો હું બીમાર હતી એ સમયે “જંગલી કાગડો—શું એને અલગ બનાવે છે?” લેખ આવ્યો હતો. (જાન્યુઆરી ૮, ૧૯૯૭, અંગ્રેજી) લગભગ કંઈ પણ બાબત મને આનંદિત બનાવી શક્યું ન હતું. પરંતુ જંગલી કાગડાની ચતુરાઈએ મને ખૂબ હસાવી. ત્યાર પછી, મેં સજાગ બનો!ના લેખોની માહિતીનો ઉપયોગ કરીને, પક્ષીઓ પર શાળાનો અહેવાલ તૈયાર કર્યો. એમાં મેં સૌથી વધારે માર્ક મેળવ્યા!
જે. બી., સ્લોવાકીયા
શીખવાની અક્ષમતા “શીખવાની અક્ષમતાવાળા બાળકો માટે મદદ”ની શૃંખલા માટે તમારો આભાર. (માર્ચ ૮, ૧૯૯૭) હું એક ખાનગી શાળા ચલાવવું છું અને મેં મારા શિક્ષકો માટે એની નકલો કઢાવી લીધી. તમારા સામયિકમાંની માહિતી પર આધારિત મેં સમાચારવિજ્ઞપ્તિ પણ બનાવી છે. આ વિષયો પર તમારા સમતોલ અભિગમ માટે તમારો આભાર.
ઈ. જી., હોન્ડુરાસ
હું મોટામાં મોટા વગર નફાના નૅશનલ સંગઠનની પ્રવૃત્તિમાં નિર્દેશિકા છું અને એ એડીડીવાળા બાળકો અને પુખ્તોના હિતમાં કામ કરે છે. તમારા બેધ્યાન અતિસક્રિયતા રોગ (એડીએચડી) અને બેધ્યાનપણાના રોગ (એડીડી) પર વિચારોત્તેજક અંક માટે તમે પ્રશંસાપાત્ર છો. લોકો આ અપંગતાને યોગ્ય રીતે સમજ્યા નથી. અમે તમારા સ્વીકારની કદર કરીએ છીએ કે યોગ્ય નિદાન અને અજમાવેલી સારવાર મદદ શોધતા ઘણા લોકો માટે લાભદાયી છે. માબાપના પ્રેમ અને સમજણ પર તમે આપેલો ભાર પણ એક મહત્ત્વનો સંદેશો આપે છે.
એલ. આર., યુનાઈટેડ સ્ટેસ્ટસ્
મારા દીકરાને એડીએચડી છે, અને તે ફક્ત તોફાની બાળક નથી એ હકીકત સ્વીકારવી મારા માટે ખૂબ મુશ્કેલ છે. ઘણા કઠોર કથનો કરવામાં આવ્યા જેવા કે, “શા માટે તેઓ તેને શિષ્ત આપતા નથી?” આવાં કથનોએ ઘણું દુ:ખ પહોંચાડ્યું, કારણ કે મેં તેને શિષ્ત આપવામાં ઘણો સમય પસાર કર્યો છે. મને આશા છે કે આ રોગની સમજૂતી બીજાઓને એ સમજવા મદદ કરશે કે એ ખરેખર એક સમસ્યા છે અને એ બીજા ઉત્તેજન આપનારા બને તો સારું છે.
એમ. ટી., યુનાઈટેડ સ્ટેસ્ટસ્
એક શીખવાની અક્ષમતાવાળા બાળકોના માબાપ તરીકે, તમે કલ્પના કરી શકો કે અમે આ અંકનો કેટલો આનંદ માણ્યો. અમે ખાસ કરીને તમે જણાવેલા મૂલ્યો આ કઈ રીતે માબાપને અસર કરે છે અને એ અમે બીજાઓ પાસેથી નકારાત્મક બાબતો સાંભળ્યા વગર અને ઉઠાવી શકીએ છીએ.
જે. સી. અને બી. સી., કૅનેડા
દેવના મિત્ર “યુવાન લોકો પૂછે છે . . . હું દેવને મારા મિત્ર કઈ રીતે બનાવી શકું?” (માર્ચ ૮, ૧૯૯૭)ના લેખ માટે તમારો ખૂબ આભાર. એણે મને ખૂબ મદદ કરી છે. હવે મને શાંતિ થઈ, કેમ કે હવે હું સમજી શક્યો કે યહોવાહ મારા મિત્ર છે! આ મિત્રતા કઈ રીતે જાળવી રાખવી એ લેખ વાંચવા હું ખૂબ ઉતાવળી છું.a
ટી. ઈ., ઇટાલી
a જૂન ૮, ૧૯૯૭નું સજાગ બનો! જુઓ.
સંગઠિત ગુના હું સલામતી વિષે સલાહ આપનારા અને પોલીસ-સમાજ બનાવો હાથ ઘરનાર સમિતિનો એક સભ્ય છું. એક વ્યક્તિના કુટુંબને ગુનાહમાંથી કઈ રીતે બચાવવા એ વિષેના (“સંગઠિત ગુના—એ તમને કઈ રીતે અસર કરે છે,” એપ્રિલ ૮, ૧૯૯૭ના અંકમાં) સૂચનો મને ઘણા વ્યવહારુ અને લાભદાયી લાગ્યા. મેં બીજી સમિતિના સભ્યોમાં આ સામાયિક વાંચવા આપી દીધું છે. એ જાણવું તાજગી આપનારું છે કે એક દિવસે ગુના વિનાનું જગત અહીં આવશે.
સી. ઈ. જે. એ., નાઇજિરિયા
આ લેખોએ મને ખાસ મદદ કરી છે કારણ કે હું છેલ્લા અગિયાર વર્ષથી સંગઠિત ગુના સાથે કામ કરતા એક માણસનો બાઇબલ અભ્યાસ ચલાવું છું. સંગઠિત ગુના સાથે સંબંધ કાપી નાખ્યા પછીના મુશ્કેલીઓને ચોકસાઈપૂર્વક સમજાવવામાં આવી છે. તે એમ કરવાનું નક્કી કરે તો, યહોવાહની મદદથી, તે પણ તોડી શકે.
એ. એમ., યુનાઇટેડ સ્ટેસ્ટ્સ
ફૂલો હું દશ વર્ષની છું, અને હું “ફૂલો દર્શાવે છે કે કોઈક કાળજી લે છે,” (એપ્રિલ ૮, ૧૯૯૭)ના લેખ માટે તમારો આભાર માનવા ઇચ્છું છું. એણે મને શીખવ્યું કે કઈ રીતે ફૂલોની કાળજી રાખવી કે જેથી એઓ લાંબો સમય રહી શકે.
એલ. સી., ઇટાલી
હું ફૂલોનો ખૂબ શોખીન હોવાથી, હું વર્ષોથી જાણવા ઇચ્છતો હતો કે ફૂલોને કઈ રીતે લાંબો સમય સાચવી શકાય. તેમ છતાં, તેઓ ઝડપથી કરમાઈ જતા હતા. સજાગ બનો!ના સૂચનોએ મને ખરેખર મદદ કરી છે. તમે જે કામ કરો છે તે માટે હું તમારો ઘણો આભારી છું.
જે. પી., મેક્સિકો