અપંગતા
શું એ તમને થઈ શકે છે?
બેન્જામિન, વસંતઋતુમાં સરજેવો શહેરના કૂંણા તાપનો આનંદ માણી રહ્યો હતો ત્યારે, તેનો પગ સુરંગ પર પડ્યો. તેનો ડાબો પગ નષ્ટ થઈ ગયો. બેન્જામિન યાદ કરે છે, “મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું ઊભો થઈ શક્યો નહિ.” સુરંગના લીધે દર વર્ષે મરી જનાર કે અપંગ થનાર ૨૦,૦૦૦માંનો એક બેન્જામિન હતો.
અંગોલામાં ૧.૫ કરોડ સુરંગો ભરેલી છે—એ દેશના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો દીઠ એક કરતાં વધારે. અંગોલામાં હમણાં ૭૦,૦૦૦ લોકો અપંગ છે. અંગોલામાં આઠ લાખથી એક કરોડ સુરંગો જમીન પર પાથરેલી હોવાના કારણે દુનિયામાં સૌથી વધારે અપંગ વ્યક્તિઓ ત્યાં છે—દરેક ૨૩૬ વ્યક્તિઓમાંથી અંદાજે એક વ્યક્તિ. બોસ્નિયા અને હર્ઝેગોવિનાના અહેવાલ અનુસાર ત્રીસ લાખ કરતાં વધારે સુરંગો છે—૧૫૨ ચોરસમીટર પર એક સુરંગ.
પરંતુ ફક્ત યુદ્ધ-ગ્રસ્ત વિસ્તારોમાં જ લોકો અપંગ નથી. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં લગભગ ૪,૦૦,૦૦૦ વ્યક્તિઓ અપંગ છે. મોટા ભાગના પુખ્તોનું અપંગ બનવાનું કારણ “પેરીફએરેલ વાસ્ક્યુલર ડિસીઝ,” (હાથપગના સ્નાયુઓમાં લોહી જામી જવું) અથવા પીવીડીની કાયમી અસર છે. આ સામાન્ય શબ્દાવલિ છે કે જેમાં અસંખ્ય રોગોનો સમાવેશ થાય છે. ટાબર્સ સાયક્લોપેડિયા મેડિકલ ડિક્ષનરી, પીવીડીની અસ્પષ્ટ વ્યાખ્યા આપે છે “હાથપગની નસો અને ધમનીઓનો રોગ, ખાસ કરીને, એવી પરિસ્થિતિ કે જે હાથપગમાંથી કે હાથપગમાં લોહીના પૂરતા પ્રવાહનો અટકાવ.” ડાયાબીટીસ એ પીવીડીનું મુખ્ય કારણ છે. ધ વર્લ્ડ હેલ્થ રિપોર્ટ ૧૯૯૮ અનુસાર, “વર્ષ ૧૯૯૭માં ૧૪.૩ કરોડથી ૨૦૨૫ સુધી ૩૦ કરોડ ગોળાવ્યાપી પુખ્તોના કિસ્સાઓ બમણાં થઈ જશે.”
યુનાઈટેડ સ્ટેટ્સમાં ઘા, અંગ ગુમાવવાનું બીજું મુખ્ય કારણ છે. એમાં વાહનો, મશીનરી, વીજળીવાળા સાધનો અને બંદૂકના અકસ્માતોનો સમાવેશ થાય છે, કે જેમાં ૨૦થી ૩૦ ટકા અપંગ બનવા માટે જવાબદાર છે. અપંગ થવાના બીજા કારણોમાં ગાંઠ (લગભગ ૬ ટકા) અને જન્મની ખામી (લગભગ ૪ ટકા)નો સમાવેશ થાય છે.
અપંગ થવાનો વિચાર વ્યથિત કરનારો છે પણ વાસ્તવિકતા એનાથી વધારે ગંભીર છે. શું આ જોખમ ઓછા કરવાની કોઈ રીતો છે? અને તમે અપંગ હોવ તો, કઈ રીતે સારા જીવનનો આનંદ માણી શકો? હવે પછીના લેખો આ અને બીજા પ્રશ્નોની ચર્ચા કરશે.