અંધશ્રદ્ધા - શા માટે આટલી જોખમકારક?
શું અંધશ્રદ્ધા તમને નુકશાન કરી શકે? કેટલાક લોકો એને હસી કાઢી શકે અથવા એના જોખમની અવગણના કરી શકે. છતાં, પ્રાધ્યાપક સ્ટુઅર્ટ એ. વ્યાસ પોતાના પુસ્તક જાદુવિદ્યામાં માનવું—અંધશ્રદ્ધાનું માનસશાસ્ત્ર (અંગ્રેજી)માં ચેતવણી આપે છે: “અંધશ્રદ્ધા વ્યક્તિને જીવન જીવવું મુશ્કેલ બનાવી દઈ શકે, જો તે માનસશાસ્ત્રી, જ્યોતિષીઓ, આંકડા પરથી અથવા ૭૮ પત્તાંના ઉપયોગથી ભવિષ્ય ભાખનાર પાછળ કે અંધશ્રદ્ધાથી જુગાર રમવામાં પૈસા ઉડાવતા હોય.” અંધશ્રદ્ધામાં માનવાથી હજુ વધારે ગંભીર પરિણામો આવી શકે છે.
આપણે જોયું તેમ, ઘણી અંધશ્રદ્ધાઓ ભાવિનો ભય દૂર કરે છે. તેથી, એ મહત્ત્વનું છે કે, અંધશ્રદ્ધા અને આપણા ભાવિ વિષેના ભરોસાપાત્ર જ્ઞાન વચ્ચેનો તફાવત સમજીએ. એક ઉદાહરણ વિચારો.
આંખો ખોલતું ઉદાહરણ
સેન્ટ્રલ અમેરિકાના કિનારે અમુક મહિનાઓ શોધખોળ કર્યા પછી, ૧૫૦૩માં ક્રિસ્ટોફર કોલંબસે હાલના જમૈકા ટાપુ પર પોતાના છેલ્લા બે વહાણો માંડ માંડ લાંગર્યાં. શરૂઆતમાં, ટાપુ પરના લોકોએ છૂટથી આ અસહાય સંશોધકોને ખોરાક આપ્યો. જોકે, સમય જતાં, ખલાસીઓની ખરાબ વર્તણૂકના કારણે ટાપુના લોકોએ ખોરાક આપવાનું બંધ કર્યું. વળી, બીજું વહાણ આવીને તેઓને બચાવે, ત્યાં સુધી તેઓ માટે કટોકટીમય પરિસ્થિતિ હતી.
અહેવાલ અનુસાર, કોલંબસે વાર્ષિક તવારિખમાંથી જાણકારી મેળવી કે ફેબ્રુઆરી ૨૯, ૧૫૦૪ના રોજ ચંદ્રગ્રહણ થવાનું હતું. ટાપુના લોકોની અંધશ્રદ્ધાને લાભ લઈને, તેણે તેઓને ચેતવણી આપી કે તેઓ ખલાસીઓને ખોરાક નહિ આપે તો ચંદ્ર પર અંધકાર છવાઈ જશે. ટાપુના લોકોએ ચંદ્રગ્રહણ શરૂ થયું ત્યાં સુધી ચેતવણી માની નહિ! ત્યાર પછી, તેઓ “ઘણા દુઃખ અને વિલાપ સાથે ચારેબાજુથી ખોરાક લઈ વહાણ તરફ દોડી આવ્યા.” આમ એ સંશોધકો રોકાયા ત્યાં સુધી, તેઓને ખોરાક મળતો રહ્યો.
ટાપુના લોકો માટે તો કોલંબસે મોટો જાદુ કર્યો હતો. પરંતુ, એ તો ફક્ત તેઓની અંધશ્રદ્ધાનું પરિણામ જ હતું. વાસ્તવમાં, એ “આગાહી” તો પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની સતત ગતિ પર આધારિત હતી. ખગોળવત્તા ચંદ્રગ્રહણ જેવી માહિતી અગાઉથી ભાખી શકે છે અને આ માહિતી વાર્ષિક તવારિખમાં જોવા મળે છે. વધુમાં, આકાશી ગ્રહોની ગતિ ખગોળવત્તાને કોઈ પણ આપવામાં આવેલા સમયમાં નિશ્ચિત સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે. એ કારણે, તમારું વર્તમાનપત્ર સૂર્ય ઊગવાનો અને આથમવાનો સમય જણાવે છે ત્યારે, તમે એ સ્વીકારો છો.
હકીકતમાં, આકાશી ગ્રહોના ભવ્ય ઉત્પન્નકર્તા ચંદ્રગ્રહણ, સૂર્ય ઊગવાના અને આથમવાના સમયોની માહિતી જાહેર કરવાનો મુખ્ય ઉદ્ભવ છે. પરંતુ જ્યોતિષીઓની આગાહીઓ, મનોવૈજ્ઞાનિકો, શકુન જોવા, અને ભવિષ્ય ભાખનારાઓ બીજા ઉદ્ભવથી છે, જે સર્વશક્તિમાન દેવના વિરોધી છે. એનો શું અર્થ થાય એ વિચારો.
જોખમી ઉદ્ભવ
પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૬-૧૯માંના પવિત્ર અહેવાલ બતાવે છે કે, ફિલિપ્પીના પ્રાચીન શહેરમાં “જુવાન દાસી” પોતાના માલિકોને “ભવિષ્યકથન કરીને” ઘણો લાભ પમાડતી હતી. અહેવાલ સ્પષ્ટ કહે છે કે, તેના ભાખવાનો ઉદ્ભવ સર્વશક્તિમાન ઉત્પન્નકર્તા ન હતા પરંતુ “અગમસૂચક આત્મા” હતો. તેથી, પ્રેષિત પાઊલે એ ભૂતને કાઢ્યું ત્યારે, જુવાન દાસીએ પોતાની ભવિષ્ય ભાખવાની શક્તિ ગુમાવી દીધી.
આ પ્રકારની આગાહીઓ ભૂતપિશાચી ઉદ્ભવો તરફથી આવે છે ત્યારે, આપણે સમજી શકીએ કે, દેવે ઈસ્રાએલીઓને આ નિયમ કેમ આપ્યો હતો: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમકે જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવાહ કંટાળે છે.” (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) હકીકતમાં, નિયમશાસ્ત્રમાં આ પ્રકારના આચરણોની સજા મૃત્યુદંડ હતી.—લેવીય ૧૯:૩૧; ૨૦:૬.
ઘણી નાદાન લાગતી અંધશ્રદ્ધા પાછળ ભૂતપિશાચો છે, એવું જાણીને તમને આશ્ચર્ય થઈ શકે. તોપણ, બાઇબલ કહે છે કે શેતાન “પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ કોરીંથી ૧૧:૧૪) શેતાન અને તેના ઇશારા પર નાચનારા ભૂતો જોખમી આચરણો સાવ નાદાન, અરે લાભદાયી લાગે એવી રીતે રજૂ કરી શકે. અમુક સમયે, તેઓ અમુક બાબતો ઉપજાવી પણ કાઢે, જે સાચી પડે, અને જોનારાને લાગે કે, એ ખરેખર દેવ તરફથી છે. (સરખાવો માત્થી ૭:૨૧-૨૩; ૨ થેસ્સાલોનીકી ૨:૯-૧૨.) આ સમજાવે છે કે, ખાસ શક્તિ હોવાનો દાવો કરનારાઓ કોઈક વખતે કેમ સાચા પડે છે.
અલબત્ત, આજે ખાસ શક્તિ હોવાના દાવા કરનારાઓ મોટા ભાગના ઢોંગી હોય છે, અને તેઓ ઢોંગથી લોકો પાસેથી છેતરીને પૈસા પડાવે છે. પરંતુ ઢોંગી હોય કે ન હોય, લોકોને યહોવાહ વિરુદ્ધ લઈ જવા શેતાન તેઓનો અસરકારક ઉપયોગ કરી, લોકોને આંધળા કરે છે, જેથી “મહિમાની સુવાર્તા” જોઈ ન શકે.—૨ કોરીંથી ૪:૩, ૪.
“નસીબદાર” વસ્તુઓ અને ઉપાસના
લોકો સલામતી મેળવવા અને જીવનના અણધાર્યા બનાવોને અંકુશમાં રાખવા ઉપયોગ કરે છે, એ “નસીબદાર” વસ્તુઓ અને અંધશ્રદ્ધા વિષે શું? આ કેટલાક છૂપાં જોખમો ઊભા કરે છે. એક બાબત એ કે, અંધશ્રદ્ધામાં માનનાર પોતાનું જીવન કોઈ અદૃશ્ય શક્તિના હાથમાં મૂકી દેતા હોય શકે. તે પોતાની બુદ્ધિથી કામ કરવાને બદલે નકામા ભયને આધારે નિર્ણયો લે છે.
એક લેખક બીજા સ્વાભાવિક જોખમનો ઉલ્લેખ કરે છે. તે બતાવે છે: “કોઈ વ્યક્તિ નસીબદાર વસ્તુ પર રક્ષણ માટે આધારિત હોય, અને એ નસીબદાર વસ્તુ રક્ષણ કરવામાં નિષ્ફળ જાય ત્યારે, વ્યક્તિ પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે એ નિષ્ફળતાનો દોષ બીજાઓ પર ઢોળી દે છે.” (સરખાવો ગલાતી ૬:૭.) નિબંધકાર રાફ વાલ્ડો એમર્શને એક વાર કહ્યું: “મૂર્ખ લોકો નસીબમાં માને છે. . . . શાણા લોકો ધ્યેય અને પરિણામમાં માને છે.”
આપણાં જીવનના “ધ્યેય અને પરિણામ” ઘણી વાર અણધાર્યા બનાવોથી અસર પામે છે, કેમ કે “પ્રસંગ તથા દૈવયોગની અસર” સર્વને લાગુ પડે છે. (સભાશિક્ષક ૯:૧૧) અણધાર્યા બનાવોનું કારણ “ખરાબ નસીબ” નથી. ખ્રિસ્તીઓ જાણે છે કે અંધશ્રદ્ધા અને જાદુઈ વસ્તુની અણધાર્યા બનાવો પર કંઈ અસર થતી નથી. અણધાર્યા બનાવો બને છે ત્યારે, આપણને આ બાઇબલ સત્ય યાદ આવે છે: “કાલ શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર જેવા છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદૃશ્ય થાય છે.”—યાકૂબ ૪:૧૪.
વધુમાં, સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે નસીબદાર વસ્તુઓ તેમ જ અંધશ્રદ્ધાની વિધિને મોટા ભાગે આદર આપવામાં આવે છે. તેથી, ખ્રિસ્તીઓ એ સર્વને મૂર્તિપૂજા તરીકે જુએ છે, જેને દેવના શબ્દમાં ધિક્કારવામાં આવી છે.—નિર્ગમન ૨૦:૪, ૫; ૧ યોહાન ૫:૨૧.
આપણે કઈ રીતે ભાવિ જાણી શકીએ
એનો અર્થ એવો નથી કે ખ્રિસ્તીઓને ભાવિની બિલકુલ ચિંતા નથી. એને બદલે, બુદ્ધિપૂર્વક વિચારવાથી ભાવિ વિષે જાણવાનું સાચું મૂલ્ય દેખાય આવે છે. આપણે ભાવિ વિષે અગાઉથી જાણતા હોઈએ તો, પોતાને અને આપણાં પ્રિયજનોને લાભ થાય એવા પગલાં લઈ શકીએ.
જોકે, સાચા ઉદ્ભવ પાસેથી આની માહિતી મેળવવી બહુ મહત્ત્વનું છે. પ્રબોધક યશાયાહે ચેતવણી આપી: “શા માટે ભૂતપિશાચોની પાસે તમારું ભવિષ્ય જાણવા પ્રયત્ન કરો છો? તેઓનું સાંભળશો નહિ. શું જીવતા માણસો મૂએલાં પાસેથી પોતાનું ભવિષ્ય જાણી શકે? તમારા ઈશ્વરને તમે કેમ પૂછતા નથી?”—યશાયાહ ૮:૧૯, ૨૦, પવિત્ર બાઇબલ.
ભાવિ વિષેની ભરોસાપાત્ર માહિતીના સાચા ઉદ્ભવ બાઇબલના લેખક છે. (૨ પીતર ૧:૧૯-૨૧) આ પ્રેરિત પુસ્તક ઘણા પુરાવાઓ આપે છે, જે બતાવે છે કે સર્વશક્તિમાન દેવ, યહોવાહે કરેલી ભવિષ્યવાણી ભરોસાપાત્ર છે. હકીકતમાં, અસંખ્ય તવારિખમાં “ભાખવામાં આવેલી” આકાશી ગ્રહોની ગતિ જેટલી એ ભરોસાપાત્ર છે. બાઇબલ ભવિષ્યવાણીની ચોક્કસતા જાણવા, આ ઉદાહરણનો વિચાર કરો. આપણે ધારી લઈએ કે એક પ્રખ્યાત વ્યક્તિ જાહેરમાં ૨૦૦ વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૨૧૯૯ માટે ભવિષ્યવાણીના બનાવો ભાખે છે. તેની ભવિષ્યવાણી નીચેની માહિતી ધરાવે છે:
◻ હજુ ઊભી થઈ નથી, એવી બે જગત સત્તાઓ વચ્ચે મોટી લડાઈ ફાટી નીકળશે, જેનું પરિણામ ઇતિહાસ બદલી નાખશે.
◻ જે યોજના ઉપયોગમાં લેવામાં આવશે એમાં ભારે અસાધારણ ઇજનેરી કાર્યનો સમાવેશ થાય છે, અને એ મહાન નદીના પાણીનું વહેણ બદલાવી નાખશે.
◻ વિજેતાનું નામ, તેના જન્મના વર્ષો અગાઉ આપવામાં આવ્યું છે.
◻ હારી જનારનું પરિણામ જણાવવામાં આવ્યું છે, અને ભવિષ્યવાણી આગળ ઘણી સદીઓ વિષે જણાવે છે.
આપણે હમણાં જ જેનું વર્ણન કર્યું એ ખરેખર બની ચૂક્યું છે. માદાય અને ઈરાનીઓએ બાબેલોન ઉથલાવી નાખ્યું, એના કંઈક ૨૦૦ વર્ષ પહેલાં, યહોવાહ દેવે પ્રબોધક યશાયાહ દ્વારા નીચેની બાબતો ભાખી:
◻ માદાય-ઈરાન અને બાબેલોન વચ્ચે મોટી લડાઈ ફાટી નીકળશે.—યશાયાહ ૧૩:૧૭, ૧૯.
◻ શહેરનું રક્ષણ કરતી ખાઈ જેવી નદીના પાણી સૂકવી નાખવામાં આવશે. વધુમાં, શહેરનું રક્ષણ કરતા દરવાજા ખુલ્લા રહી જશે.—યશાયાહ ૪૪:૨૭–૪૫:૨.
◻ વિજેતાનું નામ કોરેશ હશે—જે તેના જન્મના કંઈક ૧૫૦ વર્ષ પહેલાં ભાખવામાં આવ્યું.—યશાયાહ ૪૫:૧.
◻ સમય જતાં, બાબેલોન ઉજ્જડ ખંડિયર બનશે.—યશાયાહ ૧૩:૧૭-૨૨.
આ બધી જ ભવિષ્યવાણીઓ સાચી પડી. તેથી, યહોવાહે પોતાના લેખિત શબ્દમાં આપેલી બીજી ભવિષ્યવાણીઓ શું તમારે વિચારવી ન જોઈએ?
દેવે વચન આપેલું ભવ્ય ભાવિ
બાઇબલ ભાવિ વિષે શું કહે છે? બાઇબલ વચન આપે છે કે દેવ નવી દુનિયા બનાવશે, અને કોઈ પણ વ્યક્તિએ ભાવિ વિષેની અસલામતીના કારણે સહન કરવું પડશે નહિ. એ સમયના લોકોને દેવે આપેલા વચનની નોંધ લો: “કોઈ [મારા લોકોને] બીવડાવશે નહિ.”—મીખાહ ૪:૪.
વધુમાં બાઇબલ વચન આપે છે કે, દેવ ‘પોતાનો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત’ કરશે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) શું આ ભવિષ્યવાણી પૂરી થવાને લાંબો સમય બાકી છે? ના! અગાઉથી બાઇબલે ભાખ્યું કે, આપણે હમણાં પૃથ્વી પર જોઈએ છીએ એ પરિસ્થિતિ જ પુરાવો આપે છે કે આપણે વર્તમાન જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ.—૨ તીમોથી ૩:૧-૫.
જલદી જ, પ્રેમાળ ઉત્પન્નકર્તા આ દુષ્ટ વ્યવસ્થાનો નાશ લાવશે. તે સર્વ યુદ્ધોને બંધ કરી, જગતવ્યાપી અસલામતી અને દુઃખોનો અંત લાવશે. વધુમાં, ધિક્કાર, સ્વાર્થ, ગુના અને હિંસા હંમેશ માટે જતા રહેશે. બાઇબલ વચન આપે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
નવી દુનિયામાં લોકો બીજા આશીર્વાદો સાથે સાથે સારી તંદુરસ્તીનો આનંદ પણ માણશે. મરણ અને શોક જતાં રહેશે. દેવ પોતે કહે છે: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.
એ સમયે માનવીઓ પર અણધાર્યા બનાવો નહિ આવી પડે, જે આજે જીવનમાં ફેરફારો લાવે છે, કે જીવન પણ છીનવી લે છે. શેતાન અને તેના ભૂતપિશાચો પણ જતા રહ્યા હશે, જેઓ અંધશ્રદ્ધા અને દુષ્ટ જૂઠાણાના ઉદ્ભવે છે. આ રોમાંચક સત્ય બાઇબલમાં જોવા મળે છે.
[Pictures on page 8, 9]
અંધશ્રદ્ધા અને ભૂતપિશાચી કાર્યો ગાઢપણે સંકળાયેલા છે
[Credit Line]
Except woman inside crystal ball: Les Wies/Tony Stone Images
[Picture on page 10]
દેવની નવી દુનિયા અંધશ્રદ્ધાથી મુક્ત હશે