વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૨/૮ પાન ૧૨-૧૪
  • હું કઈ રીતે વધુ મળતાવડો બની શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું કઈ રીતે વધુ મળતાવડો બની શકું?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • પોતાને નીચા ગણવાનું છોડી દો
  • બીજાઓમાં રસ લો
  • પ્રેમથી પ્રેરાયેલા
  • શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?
    સજાગ બનો!—૧૯૯૯
  • શા માટે હું આટલો શરમાળ છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?
    યુવાનો પૂછે છે
  • હું કોની સાથે ભળી શકું?
    સજાગ બનો!—૨૦૧૧
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૨/૮ પાન ૧૨-૧૪

યુવાનો પૂછે છે . . .

હું કઈ રીતે વધુ મળતાવડો બની શકું?

“હું ક્યારેય બહુ મળતાવડો ન હતો. મને લાગ્યું કે હું કંઈક બોલીશ તો, મને ટાળવામાં આવશે. મારી માતા ખૂબ જ શરમાળ છે, અને મને લાગે છે કે એટલા માટે જ હું એવો બન્યો છું.”—આર્ટી.

શું તમે કેટલીક વખત એવું ઇચ્છો છો કે તમે થોડા ઓછા શરમાળ—અને વધુ મૈત્રીપૂર્ણ તથા મળતાવડા થાઓ? આ શૃંખલામાં અમારા અગાઉના લેખમાં બતાવવામાં આવ્યું તેમ, શરમાળપણું એ સામાન્ય લક્ષણ છે.a તેથી તમે શાંત, ગંભીર, કે ઓછાબોલા હોવ તો, તમારા પક્ષે ખરેખર કંઈ જ ખોટું નથી. પરંતુ અત્યંત શરમાળપણું સાચે જ સમસ્યા બની શકે. ઓછામાં ઓછું, એ મિત્રતાનો આનંદ માણવામાં અવરોધ બની શકે. અને એ સામાજિક મેળાવડામાં તમને સરળતા અનુભવવામાં અથવા સારી રીતે વર્તવામાં મુશ્કેલ પણ બનાવી શકે.

પુખ્ત વયનાઓ પણ ઘણી વખત શરમાળપણા સામે લડે છે. બેરીb ખ્રિસ્તી મંડળમાં એક વડીલ છે. પરંતુ તે વૃંદમાં શાંત બની જવાનું વલણ ધરાવે છે. તે કબૂલે છે: “મને લાગતું નથી કે મારી પાસે કંઈક અર્થપૂણ કહેવાની ક્ષમતા હોય.” તેમની પત્ની, ડેનીને પણ એવી જ સમસ્યા છે. એનો હલ શું છે? તે કહે છે: “મને મળતાવડા લોકો સાથે રહેવાનું ગમે છે કારણ કે મને લાગે છે કે તેઓ વાતચીત ચાલુ રાખી શકે છે.” પોતાની જાતે વધુ મળતાવડા બનવા માટે તમારા માટે કેટલીક રીતો કઈ છે?

પોતાને નીચા ગણવાનું છોડી દો

પ્રથમ, તમારે પોતાના વિષેનું દૃષ્ટિબિંદુ બદલવું પડશે. બીજાઓને તમે ગમશો નહિ અથવા તમારી પાસે કહેવા યોગ્ય કંઈ નથી, એમ કહીને શું તમે પોતાને હંમેશાં નીચા ગણી રહ્યા છો? પોતાના વિષેની નકારાત્મક લાગણીઓ જ તમને મળતાવડા બનતા રોકી શકે. છેવટે તો, ઈસુએ કહ્યું: “પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર”—પોતાના બદલે નહિ. (માત્થી ૧૯:૧૯) તેથી પોતાને વાજબી માત્રામાં ચાહવું એ હિતકર અને યોગ્ય છે. એ તમારામાં આત્મવિશ્વાસ જગાડી શકે કે તમારે બીજાઓને મળવાની જરૂર છે.

ઓછી સ્વ-મહત્તાની લાગણીઓ તમને પરેશાન કરે તો, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છેc પુસ્તકમાં પ્રકરણ ૧૨, “શા માટે મને હું ગમતો નથી?” વાંચવું તમને મદદરૂપ થઈ શકે. એ માહિતી તમને એ જોવામાં મદદ કરી શકે કે એક વ્યક્તિ તરીકે તમારી પાસે ઘણી યોગ્યતાઓ અને ક્ષમતાઓ છે કે જે તમને આકર્ષક અને ગણનાપાત્ર બનાવી શકે. હકીકત એ છે કે તમે ખ્રિસ્તી છો એ જ બતાવે છે કે દેવ તમારામાં કંઈક મૂલ્યવાન જુએ છે! છેવટે તો, ઈસુએ કહ્યું: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.”—યોહાન ૬:૪૪.

બીજાઓમાં રસ લો

નીતિવચન ૧૮:૧ ચેતવણી આપે છે: “જે જુદો પડે છે તે પોતાની ઈચ્છા સાધવા મથે છે.” હા, તમે પોતા પૂરતા જ મર્યાદિત બની જાવ તો, તમે વધુ પડતું ધ્યાન પોતા પર જ કેન્દ્રિત કરશો. ફિલિપી ૨:૪ આપણને “પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ” રાખવાનું ઉત્તેજન આપે છે. તમે બીજાઓના હિતો અને જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે, તમે પોતા વિષે ઓછા સભાન હોવ છો. અને તમે બીજાઓની જેટલી વધુ કાળજી લેશો, એટલા જ તમે તેઓને ઓળખવામાં પહેલ કરવા તરફ વળશો.

દાખલા તરીકે, એક સ્ત્રી, લુદીઆનો વિચાર કરો, કે જે મિત્રતા અને પરોણાગત કરનારી તરીકે જાણીતી હતી. બાઇબલ આપણને જણાવે છે કે તેણે પ્રેષિત પાઊલના શબ્દો સાંભળીને બાપ્તિસ્મા પામ્યા પછી, પાઊલ અને તેમના સાથીદારોને કાલાવાલા કર્યા: “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો તો મારે ઘર આવીને રહો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૧-૧૫) નવી અનુયાયી હોવા છતાં, લુદીઆએ આ ભાઈઓને ઓળખવામાં પહેલ કરી—અને નિઃશંક એના પરિણામે તેણે ઘણા આશીર્વાદો મેળવ્યા. પાઊલ અને સીલાસ કેદમાંથી છૂટ્યા પછી, તેઓ ક્યાં ગયા હતા? રસપ્રદપણે, તેઓ લુદીઆના ઘરે ગયા હતા!—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૫-૪૦.

એવી જ રીતે, તમને ખબર પડશે કે તમે જેઓમાં રસ બતાવશો એ મોટા ભાગના લોકો તમારામાં રસ બતાવશે. એવું કરવામાં તમે કઈ રીતે શરૂઆત કરી શકો? અહીં થોડા મદદરૂપ સૂચનો આપ્યાં છે.

• નાની બાબતથી શરૂઆત કરો. મળતાવડા બનવાનો અર્થ એ નથી થતો કે ખૂબ પ્રભાવશાળી અથવા બહિર્મુખ વ્યક્તિ કે નેતાની જેમ વર્તવું. એક સમયે એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. તમે ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપો તમે, દર વખતે એક વ્યક્તિ સાથે વાતચીત કરવાનું શરૂ કરવાનો ધ્યેય બનાવી શકો. સ્મિત આપવાનો પ્રયત્ન કરો. નજર મિલાવવાની ટેવ પાડો.

• વાતચીત કરવાનો પડકાર આંબો. તમે પૂછી શકો, ‘કઈ રીતે?’ વારુ, તમને બીજાઓમાં ખરેખર રસ હોય તો, શાના વિષે વાત કરવી એ અઘરું નથી. જોર્જ નામના સ્પેનમાંનો એક યુવક કહે છે: “મેં ધ્યાન આપ્યું છે કે બીજાઓને તેઓ કેમ છે અથવા તેઓનું કામકાજ કેવું ચાલે છે એ વિષે પૂછવું તેઓને સારી રીતે ઓળખવામાં મદદ કરે છે.” ફ્રેડ નામનો યુવાન સૂચવે છે: “શું કહેવું એ તમે જાણતા ન હોવ તો, લોકોને પ્રશ્નો પૂછવાનું શરૂ કરો.” છતાં, તમે એવી ઇચ્છા રાખશો નહિ કે જેથી લોકો એવું સમજે કે તમે તેઓની પૂછપરછ કરી રહ્યા છો. વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપવામાં આનાકાની કરતી જણાય તો, તમારી પોતાની બાબતો વિષે કેટલીક માહિતીના સહભાગી થવાના પ્રયત્ન કરો.

એક તરુણની માતા મેરી કહે છે: “મેં એવું અનુભવ્યું છે કે લોકોને સરળતા લાગે એવી સૌથી સારી રીત તેઓને પોતા વિષે વાત કરવા દેવી છે.” યુવાન કેટ ઉમરે છે: “લોકોની, તેઓનાં કપડાં કે બીજી બાબત વિષે પ્રશંસા કરવી મદદ કરે છે. તમે તેઓને એવું વિચારવા પ્રેરી શકો કે તેઓ તમને ગમે છે.” અલબત્ત, પ્રમાણિક બનો, અને ખોટા વખાણ કરવાનું ટાળો. (૧ થેસ્સાલોનીકી ૨:૫) સામાન્ય રીતે લોકો નિખાલસ શબ્દોને પ્રત્યાઘાત પાડે છે કે જે માયાળુ અને આનંદકારક હોય છે.—નીતિવચન ૧૬:૨૪.

• સારા સાંભળનાર બનો. બાઇબલ કહે છે, ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા’ બનો. (યાકૂબ ૧:૧૯) સર્વ ઉપરાંત, વાતચીત અરસપરસ કરવામાં આવે છે—એકલા નહિ. તેથી તમે વાત કરવામાં થોડા શરમાળ બનશો તો, એ ખરેખર તમારો લહાવો બનશે! લોકો સારા સાંભળનારની કદર કરે છે.

• તેઓ સાથે જોડાવ. એક પછી બીજી વ્યક્તિ સાથે વાતચીત કરવાની કળા પર પ્રભુત્વ મેળવી લીધા પછી, વૃંદ સાથે વાતચીત કરવા તરફ વળો. ઉપરાંત, ખ્રિસ્તી સભાઓ આ કુશળતા વિકસાવવાનું આદર્શ સ્થળ છે. કેટલીક વખત વાતચીતમાં જોડાવાનો સૌથી સરળ માર્ગ વાતચીત ચાલતી જ હોય તેમાં જોડાવાનો છે. અલબત્ત, અહીં નિર્ણાયકતા અને સારી રીતભાત જરૂરી છે. દેખીતી ખાનગી ચર્ચામાં હસ્તક્ષેપ કરવા ધસી ન જાઓ. પરંતુ એ સ્પષ્ટ હોય કે વૃંદ સામાન્ય વાતચીતમાં પરોવાયું હોય ત્યારે, એમાં જોડાવાનો પ્રયત્ન કરો. કુનેહવાળા બનો; હસ્તક્ષેપ કરીને વાતચીત પર અંકુશ મળવવાનો પ્રયત્ન ન કરો. થોડી વાર સાંભળવાનો પ્રયત્ન કરો. યોગ્ય લાગે ત્યારે, તમે પોતાને વ્યક્ત કરી શકો.

• પોતાના વિષે સંપૂર્ણતાની અપેક્ષા ન રાખો. કેટલીક વખત યુવાનો ખોટી બાબત કહેવાઈ જશે એ વિષે વધુ પડતી ચિંતા કરતા હોય છે. એલીસા નામની ઇટાલીની એક છોકરી યાદ કરે છે: “મને હંમેશાં ડર લાગતો કે હું યોગ્ય રીતે બોલી શકીશ નહિ.” તેમ છતાં, બાઇબલ આપણને યાદ કરાવે છે કે આપણ બધા અપૂર્ણ છીએ, તેથી સંપૂર્ણ વાત આપણા માટે શક્ય નથી. (રૂમી ૩:૨૩; સરખાવો યાકૂબ ૩:૨.) એલીસા કહે છે: “પછી મને લાગ્યું કે આ મારા મિત્રો છે. તેથી હું કંઈક ખોટું કહીશ તો તેઓ સમજશે.”

• તમારો સ્વભાવ આનંદિત રાખો. કબૂલ કે, વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે. પરંતુ ફ્રેડ અવલોકે છે, “તમે મુક્ત રીતે પોતા પર હસો તો, સમય જલદી જ પસાર થાય છે. તમે મૂંઝવણમાં, નિરાશામાં, કે ચિંતામાં હોવ તો તમે નાની સમસ્યાને પણ પહાડ જેટલી મોટી બનાવો છો.”

• ધીરજવાળા બનો. સમજો કે દરેક વ્યક્તિ તાત્કાલિક જવાબ આપશે નહિ. વાતચીતમાં સામેવાળી વ્યક્તિ તરત પ્રત્યુત્તર ન વાળે તો એનો અર્થ એ નથી થતો કે વ્યક્તિને તમે ગમતા નથી અથવા તમારે વાતચીત કરવાના પ્રયત્ન બંધ કરી દેવા જોઈએ. કેટલીક વખત લોકોના મનમાં કંઈક ચાલતું હોય છે—અથવા તમારી જેમ તેઓ પણ શરમાળ હોય છે. એવી પરિસ્થિતિમાં, તે વ્યક્તિ સાથે થોડો વધુ સમય ગાળવાથી તે તમારી સાથે સરળતા અનુભવશે.

• પુખ્ત લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. કેટલીક વખત પુખ્ત લોકો, પરિપક્વ ખ્રિસ્તીઓ, શરમાળપણા સામે લડી રહેલા યુવાનો પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. તેથી આવી મોટી વયની વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવા પ્રયત્ન કરતા ગભરાશો નહિ. કેટ કહે છે: “હું પુખ્ત લોકોની વચ્ચે રાહત અનુભવું છું કારણ કે હું જાણું છું કે મારી ઉંમરનાં બાળકોની જેમ પુખ્ત લોકો મારો ન્યાય નહિ કરે, મજાક નહિ ઉડાવે, અથવા હેરાન નહિ કરે.”

પ્રેમથી પ્રેરાયેલા

આ સૂચનો તમને મદદ કરી શકે છતાં, શરમાળપણું આંબવામાં સફળ થવાની કોઈ પદ્ધતિ નથી. છેવટે, આ કોઈ કુશળ ટેકનીક કે પદ્ધતિ અપનાવો અને શરમાળપણું ગાયબ થઈ જાય એવી બાબત નથી. એમાં “પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ” રાખવાનો સમાવેશ થાય છે. (યાકૂબ ૨:૮) હા, બીજાઓની કાળજી લેવાનું શીખો—ખાસ કરીને તમારા ખ્રિસ્તી ભાઈબહેનોની. (ગલાતી ૬:૧૦) તમારા હૃદયમાં સાચો પ્રેમ હોય તો, તમે ભય અને અસલામતીને આંબશો અને બીજાઓ પાસે પહોંચી જશો. ઈસુએ કહ્યું તેમ, “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.”—માત્થી ૧૨:૩૪.

ઉપર ઉલ્લેખ કરેલ બેરી અવલોકે છે: “બીજાઓને હું જેટલા વધુ ઓળખું છું તેમ, તેઓ સાથે વાત કરવામાં મને વધુ સરળ લાગે છે.” બીજા શબ્દોમાં, તમે મળતાવડા બનવાની જેટલી ટેવ પાડશો એટલી જ બાબત તમારા માટે વધુ સરળ બનશે. અને તમે પોતે જેટલા નવા મિત્રો બનાવશો અને બીજાઓ તમને સ્વીકારે છે એવી લાગણીઓ પેદા કરશો તેમ, નિઃશંક તમે તમારા પ્રયત્નનાં પરિણામો મેળવશો!

[Footnotes]

a અમારા નવેમ્બર ૮, ૧૯૯૯ના અંકમાં “યુવાનો પૂછે છે . . . શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?” લેખ જુઓ.

b કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

c વોચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

[Picture on page 14]

પહેલ કરો અને વાતચીતમાં જોડાવો!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો