વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૧ પાન ૮-૯
  • મતભેદોને કઈ રીતે હાથ ધરવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મતભેદોને કઈ રીતે હાથ ધરવા
  • સજાગ બનો!—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • લગ્‍નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે
    સજાગ બનો!—૨૦૧૪
  • ઝઘડો ન થાય માટે શું કરી શકાય?
    સજાગ બનો!—૨૦૧૩
  • સમાધાન કઈ રીતે કરવું
    સજાગ બનો!—૨૦૧૫
  • કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી
    સજાગ બનો!—૨૦૧૬
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૧ પાન ૮-૯
એક પત્ની છોડમાં પાણી રેડી રહી છે અને તેના પતિ અધીરા બનીને કારમાં રાહ જોઈ રહ્યા છે

કુટુંબ માટે મદદ | લગ્‍નજીવન

મતભેદોને કઈ રીતે હાથ ધરવા

મુશ્કેલી

ફૂટબોલ અને પુસ્તક

તમને રમતગમત પસંદ છે, જ્યારે કે તમારા લગ્‍નસાથીને વાંચવું ગમે છે. તમે બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રાખો છો, પણ તમારા સાથી વસ્તુઓ ગમે ત્યાં મૂકી દે છે. તમને લોકો સાથે હળવું-મળવું ગમે છે. પણ, તમારા સાથીને એકાંત પસંદ છે.

તમને કદાચ થશે કે, ‘અમારી વચ્ચે મનમેળ જ નથી. જ્યારે અમે ડેટિંગ કરતા, ત્યારે એ બાબતો પર કેમ ધ્યાન ન આપ્યું?’

કદાચ અમુક હદે તમે એના પર ધ્યાન આપ્યું હશે. પણ, એ સમયે તમારામાં જતું કરવાની ભાવના હતી. જોકે, લગ્‍ન પછી તમારે એવું વલણ વધારે બતાવવાની જરૂર છે. એમ કરવા આ લેખ તમને મદદ કરશે. ચાલો, પહેલા અમુક બાબતો વિશે જોઈએ જેમાં તમારી વચ્ચે મનમેળ નથી.

તમારે શું જાણવું જોઈએ?

અમુક મતભેદો ગંભીર હોય છે. એકબીજા વચ્ચે મનમેળ છે કે નહિ એ ડેટિંગનો મુખ્ય હેતુ છે. તેથી, ડેટિંગ વખતે જો કોઈ ગંભીર મતભેદ જણાય, તો ઘણા લોકો સંબંધને આગળ વધારવાને બદલે ત્યાં જ અટકાવી દે છે. પણ, અમુક મતભેદો વિશે શું જે દરેક લગ્‍નજીવનમાં ઊભા થાય છે?

કોઈ પણ બે વ્યક્તિ એકસરખી નથી. એ ધ્યાનમાં રાખતા નીચે બતાવ્યા પ્રમાણે અમુક બાબતમાં લગ્‍નસાથીના વિચારો અલગ હોય શકે:

પસંદગી. આન્‍નાa કહે છે: ‘મને આનંદપ્રમોદ માટે બહાર હરવું-ફરવું ક્યારેય નથી ગમતું. પરંતુ, મારા પતિને પહેલેથી જ બરફીલા પહાડો પર ચડવું અને દિવસો સુધી ટ્રેકિંગ કરવું ગમે છે.’

આદત. બ્રાયન જણાવે છે: ‘મારી પત્ની મોડે સુધી જાગીને પણ વહેલી સવારે પાંચ વાગે આરામથી ઊઠી શકે છે. પણ, જો મને સાતથી આઠ કલાકની ઊંઘ ન મળે તો હું ચિડાઈ જાઉં છું.’

ઉછેર. તમારો સ્વભાવ શાંત હશે. જ્યારે કે, તમારા સાથીને દિલ ખોલીને વાત કરવી ગમતી હશે. ડેવીડ જણાવે છે: ‘મારો ઉછેર એ રીતે થયો છે કે, હું મારી મુશ્કેલીઓ કોઈને જણાવતો નથી. પરંતુ, મારી પત્ની એવા કુટુંબમાંથી આવે છે જ્યાં બધા જ ખુલ્લા દિલે વાત કરે છે.’

બીજી રીતો પણ સારી હોય શકે. હેલેના નામની પત્ની જણાવે છે: ‘મારી રીત સારી હોય શકે. પણ, એનો અર્થ એ નથી કે ફક્ત એ જ એક રીત છે.’

તમે શું કરી શકો?

સાથ આપો. એડમ કહે છે: ‘મારી પત્ની કેરનને રમતગમતમાં જરાય રસ નથી. છતાં, તે મારી સાથે ઘણી રમતો જોવા આવે છે અને એની મજા માણે છે. બીજી બાજુ, તેને આર્ટ મ્યુઝિયમ જોવાનું ખૂબ ગમે છે. એટલે તે ચાહે એટલો સમય હું તેની સાથે ત્યાં વિતાવું છું. તેના માટે એ ખૂબ મહત્ત્વનું છે એટલે હું પણ એમાં રસ લઉં છું.’—બાઇબલ સિદ્ધાંત: ૧ કોરીંથી ૧૦:૨૪.

બીજાની નજરે જુઓ. લગ્‍નસાથી તમારાથી જુદું વિચારે એનો અર્થ એ નથી કે તે ખોટું વિચારે છે. એલેક્સને એ શીખવા મળ્યું છે. તે કહે છે: ‘મને હંમેશાં એવું લાગતું કે, કોઈ કામ કરવાની એક જ સારી રીત છે. અને બીજી રીતો અસરકારક હોતી નથી. પણ, લગ્‍ન કરવાથી હું સમજી શક્યો છું કે, કોઈ કામ કરવાની ઘણી બધી રીતો હોય છે. અને દરેક રીત અસરકારક નીવડી શકે છે.’—બાઇબલ સિદ્ધાંત: ૧ પીતર ૫:૫.

હકીકત સ્વીકારો. તમારા વચ્ચે મનમેળ હોવા માટે જરૂરી નથી કે તમે સરખું જ વિચારો. એટલે, અમુક મતભેદો ઊભા થાય તો, એવું ન માની લો કે લગ્‍ન કરીને ભૂલ કરી છે. ધ કેસ અગેન્સ્ટ ડિવૉર્સ નામનું પુસ્તક જણાવે છે કે, ‘ઘણા લોકો બહાનું કાઢે છે કે, “હું પ્રેમમાં આંધળો થઈ ગયો હતો.”’ આ પુસ્તક આગળ જણાવે છે: ‘તમે દરેક દિવસ ખુશીથી વિતાવો છો તો, એ બતાવે છે કે મતભેદ હોવા છતાં તમે એકબીજાને પ્રેમ કરી શકો છો.’ પવિત્ર શાસ્ત્ર ઉત્તેજન આપે છે કે ‘જો તમને કોઈની વિરુદ્ધ ફરિયાદ હોય તોપણ તેનું સહન કરો.’—કોલોસી ૩:૧૩.

આમ કરી શકો: તમને તમારા સાથી વિશે શું ગમે છે અને કઈ વાતે મનમેળ છે એ લખી લો. પછી, સાથી વિશે શું નથી ગમતું અને કઈ વાતે મનમેળ નથી એ પણ લખી લો. એના પરથી જોવા મળશે કે, તમારા વચ્ચેનો મતભેદ એટલો ગંભીર નથી જેટલો તમે ધારો છો. એ યાદી બતાવશે કે, તમે સાથીને કેટલો ટેકો આપશો અને કેટલું સહન કરશો. કેનેથ જણાવે છે કે, ‘મારી પત્ની મારા માટે જ્યારે ફેરફાર કરે છે, ત્યારે હું એની કદર કરું છું. એ જ રીતે, હું ફેરફાર કરું ત્યારે તે મારી કદર કરે છે. તેને ખુશ રાખવા મારે જતું કરવું પડે તોપણ હું એમ કરું છું. કેમ કે, તેને ખુશ જોઈને મને પણ ખુશી મળે છે.’—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૪:૫. (g15-E 12)

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

મહત્ત્વની કલમો

  • “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”—૧ કોરીંથી ૧૦:૨૪.

  • “એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો.”—૧ પીતર ૫:૫.

  • “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.”—ફિલિપી ૪:૫.

ચાર્લી અને રમોના

ચાર્લી અને રમોના

‘“અમારી જોડી જામતી નથી” જો એમ વિચાર્યા કરશો, તો એ સાબિત કરવા બહાનાં શોધતાં રહેશો. એમ કરવાને બદલે બધું સાથે મળીને કરવાનો પ્રયત્ન કરો. લગ્‍નજીવનમાં આવતા મતભેદોને ઝેર નહિ પણ, સ્વાદ ઉમેરતા મરી-મસાલા જેવા ગણો. કોઈ અડચણ આવે તો એનો અર્થ એ નથી કે રસ્તો ખતમ થઈ ગયો છે.’

બેન્જામીન અને ચેલસે

બેન્જામીન અને ચેલસે

‘અમુક કહે છે કે, “ગીતો અને ફિલ્મો માટે અમારા બંનેની પસંદગી અલગ છે.” અને એવું તો ઘણું બધું છે. પણ, એના લીધે અમે સંબંધ તોડી નાંખ્યો નથી. જો એમ કર્યું હોત, તો સાથે રહેવાનો અને સાથે કામ કરવાનો આનંદ અમે ક્યારેય માણી શક્યા ન હોત.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો