શરૂઆત
આપણે કોઈને કોઈ સમયે દુઃખ-તકલીફોનો સામનો કર્યો હશે. બની શકે કે આપણે અથવા આપણાં સગાં-વહાલાં કોઈ બીમારી, અકસ્માત, કુદરતી આફત કે પછી હિંસાનો ભોગ બન્યા હોય.
એ વખતે આપણને થાય છે કે દુઃખ-તકલીફો કેમ આવે છે.
અમુક લોકોને લાગે છે કે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. એને કોઈ રોકી ન શકે!
અમુક એવું માને છે કે મનુષ્ય પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. તેઓ કહે છે કે આપણે આ જનમમાં કે ગયા જનમમાં કોઈ પાપ કર્યું હશે, જેના લીધે આપણા પર તકલીફો આવે છે.
મોટા ભાગે કોઈ ખરાબ બનાવ બને ત્યારે લોકોનાં મનમાં આવા સવાલો થાય છે.