મૅગેઝિન આપતા આમ કહી શકીએ
જુલાઈ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“અમે લોકો સાથે આ રસપ્રદ સવાલની ચર્ચા કરીએ છીએ. [જુલાઈ-સપ્ટેમ્બર ચોકીબુરજના છેલ્લા પાન પર આપેલો પહેલો સવાલ બતાવો.] આ વિશે તમને શું લાગે છે?” જવાબ આપવા દો. “હું તમને શાસ્ત્રમાંથી આના વિશે કંઈ બતાવી શકું?” જો ઘરમાલિક હા પાડે, તો પહેલા ફકરા અને ટાંકેલી કલમની ચર્ચા કરો. ઘરમાલિકને મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ જુલાઈ-સપ્ટેમ્બર
“ધૂમ્રપાનથી દર વર્ષે આશરે ૬૦ લાખ લોકો મરણ પામે છે. તમને લાગે છે કે આ આદતને રોકવા કશું કરી શકાય? [જવાબ આપવા દો.] ધૂમ્રપાન વિશે ઈશ્વરને કેવું લાગે છે, એ જાણવાથી ઘણા લોકોને આ આદતથી દૂર રહેવા અને એનાથી આઝાદ થવા મદદ મળી છે. ઈશ્વરની સલાહ જાણવાથી ઘણા લોકો જોઈ શક્યા છે કે ધૂમ્રપાનથી બીજાઓને નુકસાન થાય છે. હું તમને એ સલાહ બતાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો ૧ કોરીંથી ૧૦:૨૪ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે કઈ રીતે ઈશ્વરના વિચારો જાણવાથી વ્યક્તિ ધૂમ્રપાન છોડી શકે છે.”