વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૨ પાન ૧૩-૧૫
  • ફોનની અસર વિચારો પર?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફોનની અસર વિચારો પર?
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું તમે જાણો છો?
  • તમે શું કરી શકો?
  • ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો?
    કુટુંબ માટે મદદ
  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
    સજાગ બનો!—૧૯૯૮
  • આ અંકમાં
    સજાગ બનો!—૨૦૨૧
  • પ્રસ્તાવના
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૨ પાન ૧૩-૧૫
એક માણસ વીડિયોમાંથી જોઈને રસોઈ બનાવે છે.

ફોનની અસર . . . વિચારો પર?

આજે આપણે રોજ નવું નવું શીખીએ છીએ. પછી ભલે સ્કૂલમાં જતા હોઈએ, જોબ પર જતા હોઈએ કે બીજા કોઈપણ કારણને લીધે શીખતા હોઈએ. એ માટે આપણે બહાર પણ નથી જવું પડતું. ઘરે બેઠાં બેઠાં જ ફોન કે કોમ્પ્યુટરથી ઘણું બધું શીખી શકીએ છીએ. આટલું આસાન તો ક્યારેય ન હતું. આ બધી ટેક્નોલોજીની કમાલ છે.

કોમ્પ્યુટર કે ફોનનો વધારે પડતો ઉપયોગ કરતા લોકો . . .

  • ધ્યાન દઈને વાંચી શકતા નથી.

  • ધ્યાન દઈને કામ કરી શકતા નથી.

  • એકલા પડે ત્યારે જલદીથી કંટાળી જાય છે.

શું તમે જાણો છો?

યુવાન છોકરી એકસાથે ઘણાં કામ કરે છે. ફોનથી મૅસેજ કરે છે, વીડિયો કોલથી બહેનપણી સાથે વાત કરે છે તેમજ અભ્યાસ કરવા કોમ્પ્યુટર અને પુસ્તકનો ઉપયોગ કરે છે.

વાંચીએ

જેઓ ફોન કે કોમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ કરે છે તેઓ પાસે ધીરજ હોતી નથી.

અમુક લોકોને લેખ પર નજર ફેરવતા જ ખ્યાલ આવી જાય છે કે એ શાના વિશે છે અને તેઓના સવાલનો જવાબ જલદીથી મળી જાય છે. પણ એ રીતે વાંચવાથી હંમેશાં ખરો અર્થ સમજી શકાતો નથી.

વિચારવા જેવું: શું તમે કોઈ લાંબો લેખ સારી રીતે વાંચી શકો છો? લાંબો લેખ સારી રીતે વાંચી શકો એ માટે શું કરવું જોઈએ?—નીતિવચનો ૧૮:૧૫.

ધ્યાન આપીએ

અમુક લોકો માને છે કે તેઓ એકસાથે બે કામ કરી શકે છે. જેમ કે, અભ્યાસ કરતા કરતા મૅસેજ વાંચી અને લખી પણ શકે છે. પણ હકીકતમાં, તેઓ એકેયમાં પૂરું ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને જ્યારે ધ્યાનથી વાંચવાનું હોય.

એક સમયે એક જ કામ કરવાના અનેક ફાયદા છે. ગ્રેસ કહે છે, “હું એક સમયે એક જ કામ કરું છું, જેથી એ ધ્યાનથી કરી શકું. એનાથી ભૂલો ઓછી થાય છે અને ટેન્શન રહેતું નથી.”

વિચારવા જેવું: વાંચતા વાંચતા બીજું કામ કરીએ તો જે વાંચીએ છીએ, એ સમજવું ને યાદ રાખવું સહેલું છે કે અઘરું?—નીતિવચનો ૧૭:૨૪.

એકલા હોઈએ

અમુક લોકોને એકલું એકલું જરાય ગમતું નથી. તેઓ ફ્રી થાય એટલે ફોન કે કોમ્પ્યુટર પર કંઈક કરવા બેસી જાય છે. ઓલિવિયા કહે છે, ‘હું પંદરેક મિનિટ માંડ શાંતિથી બેસી શકું. પછી ટીવી ચાલુ કરું કે ફોન લઈને બેસી જાઉં.’

ક્યારેક પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ. તમે શાંતિથી બેસીને વિચારી શકો ને એમાંથી ઘણું શીખી શકો. એનાથી યુવાનોને જ નહિ, મોટી ઉંમરનાને પણ ફાયદો થાય છે.

વિચારવા જેવું: હું એકલો હોઉં ત્યારે શું શાંતિથી બેસીને વિચારું છું?—૧ તિમોથી ૪:૧૫.

તમે શું કરી શકો?

શું હું ફોનનો યોગ્ય ઉપયોગ કરું છું?

હું કઈ રીતે ફોનની મદદથી વધારે આવડત કેળવી શકું? વાંચતી વખતે ફોનના લીધે શું મારું ધ્યાન ફંટાઈ જાય છે?

પવિત્ર શાસ્ત્રની સલાહ: “તું બુદ્ધિ અને સમજશક્તિને પકડી રાખ.”—નીતિવચનો ૩:૨૧.

પોતાને પૂછો:

  • ફોન કે કોમ્પ્યુટરમાં કોઈ મોટો લેખ વાંચતી વખતે શું મારું ધ્યાન ફંટાઈ જાય છે? એનું કારણ શું છે?

  • મારું ધ્યાન ભટકી ના જાય માટે શું કરું?

સૂચન: પહેલા નાનો લેખ પછી મોટો લેખ વાંચો. મોટેથી વાંચો પણ ધીમા અવાજે જેથી ધ્યાન ભટકી ન જાય.

  • જે વાંચું છું એના પર નિરાંતે વિચાર કરવા શું કરું?

સૂચન: વાંચન પૂરું કર્યાં પછી એના પર ૧૦ મિનિટ વિચાર કરો.

  • હું ક્યારે એકસાથે ઘણાં કામ કરવાનો પ્રયત્ન કરું છું?

  • કોઈ એક કામ ધ્યાનથી કરવા શું કરું?

સૂચન: વાંચતી વખતે આસપાસ એવું કંઈ ન રાખો જેથી ધ્યાન ભટકી જાય.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બુદ્ધિ મેળવ, સમજણ મેળવ.”—નીતિવચનો ૪:૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો