ઈશ્વરે આપેલી મહાન ભેટની કદર કરીએ
૧. શા માટે આપણે દિલથી યહોવાહનો આભાર માનવો જોઈએ?
૧ યહોવાહે આપેલાં ઘણાં ‘ઉત્તમ દાનોમાં’ તેમના વહાલાં દીકરાનો જીવ આપ્યો એ આપણા માટે સૌથી મહાન ભેટ છે. (યાકૂ. ૧:૧૭) એના દ્વારા આપણને પાપોની માફી મળી શકે અને ઘણા બીજા આશીર્વાદો પણ મળી શકે. (એફે. ૧:૭) યહોવાહે કરેલી આ જોગવાઈ માટે આપણે સદા તેમના આભારી છીએ. તેથી મેમોરિયલના સમયગાળામાં ઈસુએ આપેલા જીવન પર મનન કરવા ખાસ સમય કાઢીએ.
૨. યહોવાહે આપેલી ભેટની કદર વધારવા આપણે પોતે અને કુટુંબ શું કરી શકે?
૨ કદર વધારો: આ મહાન ભેટ માટે કદર વધારવા તમારું કુટુંબ શું કરી શકે? ૩૦ માર્ચ પહેલાંના અઠવાડિયાંઓમાં કુટુંબ તરીકે ભક્તિની સાંજ દરમિયાન ભેગા મળીને ઈસુએ આપેલા જીવન બલિદાન પર વિચાર કરી શકે. મેમોરિયલનું બાઇબલ વાંચન પણ કરી શકે. દરેકે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: યહોવાહે પાપ અને મરણમાંથી છુટકારો અપાવવાની જે જોગવાઈ કરી છે એનાથી મને શું લાભ થયો છે? એ વિષે જાણવાથી પોતાને અને બીજાને હું કઈ દૃષ્ટિથી જોઉં છું? એને લીધે મને ભાવિ વિષે કેવી આશા છે? એનાથી યહોવાહ વિષે મને કેવું લાગે છે?—ગીત. ૭૭:૧૨.
૩. આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?
૩ કદર બતાવો: યહોવાહે પોતાના દીકરાનો જીવ આપીને મહાન પ્રેમ બતાવ્યો. એની કદર બતાવવા આપણે લોકોને એ વિષે જણાવીશું. (ગીત. ૧૪૫:૨-૭) કદર બતાવવા અમુક કુટુંબો શું કરે છે? માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં કુટુંબમાંથી ઓછામાં ઓછું એક જણ ઓગ્ઝિલરી પાયોનિયરીંગ કરે એવો ધ્યેય બાંધે છે. જો એ શક્ય ના હોય તો શું તમે “સમયનો સદુપયોગ” કરીને પ્રચારમાં વધારે કરી શકો? (એફે. ૫:૧૬) બીજાઓને મેમોરિયલમાં આવવા મદદ કરીને આપણે કદર બતાવી શકીએ. (પ્રકટી. ૨૨:૧૭) મેમોરિયલનું આમંત્રણ આપવા લીસ્ટ બનાવીએ. ખાસ કરીને ફરી મુલાકાતો, બાઇબલ સ્ટડી, સાથે કામ કરનાર, સગાં-વહાલાં, પડોશીઓ તેમ જ બીજા ઓળખીતાઓના નામ લખી શકો.
૪. મેમોરિયલના સમયગાળામાં આપણી પાસે કેવી તકો રહેલી છે?
૪ યહોવાહે આપણા માટે આપેલી ભેટની કદર બતાવવા મેમોરિયલના સમયગાળામાં સારી તકો રહેલી છે. તેથી ચાલો આપણે સમય કાઢીને ખંડણીની જોગવાઈ માટે કદર વધારીએ. “ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા” માટે કદર બતાવીએ.—એફે. ૩:૮.