વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૪ પાન ૨
  • શું તમે તક ઝડપી લેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે તક ઝડપી લેશો?
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • ઈશ્વરે આપેલી મહાન ભેટની કદર કરીએ
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • યહોવાહે કરેલી ગોઠવણની કદર બતાવીએ એપ્રિલ ૧૭ના સ્મરણપ્રસંગ ઊજવીશું
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • ‘મારી યાદગીરીમાં આ કરતા રહો’
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • “ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૩/૧૪ પાન ૨

શું તમે તક ઝડપી લેશો?

આવનાર સ્મરણપ્રસંગ કદર બતાવવા મદદ કરશે

૧. સ્મરણપ્રસંગથી કઈ અજોડ તક મળે છે?

૧ એપ્રિલ ૧૪ના આવનાર સ્મરણપ્રસંગથી યહોવાની ભલાઈ પ્રત્યે કદર કેળવવા અને બતાવવા અજોડ તક મળે છે. લુક ૧૭:૧૧-૧૮ના અહેવાલથી જાણવા મળે છે કે, યહોવા અને ઈસુ ખ્રિસ્ત કદરને કઈ રીતે જુએ છે. દુઃખની વાત છે કે સાજા થયેલા દસ રક્તપિત્તિયામાંથી ફક્ત એકે જ આભાર બતાવવાની તક ઝડપી. ભાવિમાં ઈસુના બલિદાનની ગોઠવણથી બધી બીમારીઓને દૂર કરવામાં આવશે અને અનંતજીવનનું વચન સાચું પડશે! એ સમયે આપણે એવા આશીર્વાદો માટે યહોવાનો રોજ આભાર માનીશું. આવનાર અઠવાડિયાઓમાં આપણે કઈ રીતે કદર બતાવીશું?

૨. ઈસુના બલિદાન માટે આપણે કઈ રીતે કદરની લાગણી કેળવી શકીએ?

૨ કદરની લાગણી કેળવીએ: કદરની લાગણી કેળવવા આપણે વિચાર કરવાની જરૂર છે. ઈસુના બલિદાન માટે કદર વધારવા આપણા સાહિત્યમાં આપેલું સ્મરણપ્રસંગનું ખાસ બાઇબલ વાંચન મદદ કરશે. જેમ કે, કૅલેન્ડર અથવા દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકા. કેમ નહિ કે કુટુંબ તરીકે એ માહિતીની ચર્ચા કરીએ? એમ કરવાથી બલિદાન પ્રત્યેની આપણી કદર વધશે. એનાથી આપણા વાણી-વર્તન પર સારી અસર પડશે.—૨ કોરીં. ૫:૧૪, ૧૫; ૧ યોહા. ૪:૧૧.

૩. સ્મરણપ્રસંગના સમયગાળા દરમિયાન આપણે કઈ રીતોથી કદર બતાવી શકીએ?

૩ કદર બતાવીએ: કાર્યોથી કદર બતાવાય છે. (કોલો. ૩:૧૫) સાજા થયેલા રક્તપિત્તિયાએ ઈસુને શોધવા મહેનત કરી અને તેમનો આભાર માન્યો. એ ચમત્કાર વિશે ઉત્સાહથી તેણે બીજાઓને પણ જણાવ્યું. (લુક ૬:૪૫) એ જ રીતે, ઈસુના બલિદાનની કદર આપણને સ્મરણપ્રસંગની ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લેવા પ્રેરે છે. કદર બતાવવાની બીજી એક રીત છે કે સ્મરણપ્રસંગના સમયગાળામાં સહાયક પાયોનિયરીંગ કરીએ અથવા પ્રચારમાં વધારે સમય આપીએ. કદર બતાવવાથી સ્મરણપ્રસંગની સાંજે આવેલા નવા લોકોનો આવકાર કરવા અને તેઓના સવાલોના જવાબ આપવા પ્રેરાઈશું.

૪. કઈ રીતે આ સ્મરણપ્રસંગને યાદગાર બનાવી શકાય?

૪ શું આ સ્મરણપ્રસંગ છેલ્લું હશે? (૧ કોરીં. ૧૧:૨૬) એ આપણે જાણતા નથી. પણ જો છેલ્લું હશે, તો આપણને ફરી ક્યારેય કદર બતાવવાની તક નહિ મળે. શું તમે એ તક ઝડપી લેશો? કદર બતાવતા શબ્દોથી અને મનન કરવાથી બલિદાનની ગોઠવણ કરનાર પ્રેમાળ યહોવા ખૂબ ખુશ થશે.—ગીત. ૧૯:૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો