મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ સપ્ટેમ્બર
“ઘણા લોકો માને છે કે નજીકમાં પૃથ્વીનો વિનાશ થવાનો છે. પૃથ્વીના ભાવિ વિષે તમે શું માનો છો? ઈશ્વરે પૃથ્વી શા માટે બનાવી? શું તમને આ સવાલોના જવાબ જાણવા ગમશે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક હા પાડે તો ગીતશાસ્ત્ર ૧૦૪:૫ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે ઈશ્વરે આ પૃથ્વી વિષે કેવું વચન આપ્યું છે.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“સામાન્ય રીતે, યુવાનોને એકાંતમાં રહેવાનું ગમતું હોય છે. આ બાબતમાં યુવાનો અને માબાપ કેવી રીતે એકબીજા સાથે સમજી-વિચારીને વર્તી શકે? [જવાબ આપવા દો.] શું હું તમને આ વિષય પર ઈશ્વરે આપેલી સલાહ બતાવી શકું, જે માબાપ અને બાળકોએ ધ્યાનમાં રાખવી જોઈએ? [જો ઘરમાલિક હા પાડે તો એફેસી ૬:૪ વાંચો.] માબાપ અને યુવાનો કેવી રીતે એકાંતની બાબતને હાથ ધરી શકે, એ માટે આ મૅગેઝિનમાં સરસ સૂચનો આપ્યા છે.”
ચોકીબુરજ ઑક્ટોબર
હાલના કોઈ સમાચાર જણાવો જેનાથી લોકો ચિંતિત છે. પછી આમ કહો: “લોકો કેમ ગુના કરે છે એ વિષે શું તમે કદી વિચાર્યું છે?” [જવાબ આપવા દો.] આ બાબતે ઈશ્વર આપણને આશાનું કિરણ આપે છે. આ વિષે શાસ્ત્ર શું કહે છે એ શું હું તમને બતાવું? [જો ઘરમાલિક ચાહે તો ૨ પીતર ૩:૧૩ વાંચો.] આ મૅગેઝિનમાં બૂરાઈના કારણો અને ઈશ્વર કેવી રીતે એવા કામોનો અંત લાવશે એના વિષે બતાવ્યું છે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“શું તમને લાગે છે કે નજીકમાં દુનિયાની આર્થિક મંદીમાં સુધારો થશે? [જવાબ આપવા દો.] મંદીના સમયમાં કેવી રીતે જીવવું એ વિષે ઈશ્વરે માર્ગદર્શન આપ્યું છે. ઘણાંને એના વિષે કંઈ ખબર નથી. [જો ઘરમાલિક ચાહે તો લેખમાંની કલમ વાંચો.] આર્થિક ભીંસમાં ટકી રહેવા ઈશ્વરે કેવી મદદ પૂરી પાડી છે, એ આ લેખમાં બતાવ્યું છે.” પાન ૨૦ પરનો લેખ બતાવો.