ફિલ્ડ સર્વિસ મિટિંગમાં હવેથી દૈનિક વચનની ચર્ચા નહિ થશે
અત્યાર સુધી આપણે દૈનિક વચન જો પ્રચારને લગતું હોય, તો એની ફિલ્ડ સર્વિસ મિટિંગમાં ટૂંકી ચર્ચા કરતા હતા. હવે એમાં ફેરફાર થયો છે. હવેથી ફિલ્ડ સર્વિસ મિટિંગમાં દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી ચર્ચા નહિ થશે. પહેલાંની જેમ ફિલ્ડ સર્વિસ લેનાર બાઇબલ, આપણી રાજ્ય સેવા, મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તક, રીઝનીંગ પુસ્તક અને પ્રચારને લગતી બીજી કોઈ માહિતી વાપરી શકે. ફિલ્ડ સર્વિસ લેનારે પ્રચારમાં એ દિવસે વાપરી શકાય એવી માહિતી સારી રીતે તૈયાર કરવી જોઈએ. પહેલાંની જેમ એ મિટિંગ ૧૦થી ૧૫ મિનિટની જ હોવી જોઈએ. મંડળની સભા પછી રાખવામાં આવે તો, એનાથી પણ ઓછો સમય લેવો જોઈએ.