યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પ્રચારની સભા સારી રીતે ચલાવવાના સૂચનો
મંડળની સભાઓની જેમ પ્રચાર માટેની સભા પણ યહોવાની એક ગોઠવણ છે. આ સભામાં સારાં કામ કરવાં અને એકબીજાને પ્રેમ બતાવવા ઉત્તેજન મળે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) પ્રચારની સભા ૫-૭ મિનિટની હોવી જોઈએ. (મંડળની કોઈ સભા પછી પ્રચારની સભા રાખવામાં આવે તો એનાથી પણ ટૂંકી હોવી જોઈએ.) એ સભામાં જ બતાવી દેવું જોઈએ કે કોણ કોની સાથે પ્રચાર કરશે અને ક્યાં પ્રચાર કરશે. છેલ્લે પ્રાર્થનાથી સભા પૂરી કરવી જોઈએ. સભા ચલાવનાર ભાઈએ એવા સૂચનો પર ચર્ચા કરવી જોઈએ, જેને ભાઈ-બહેનો પ્રચારમાં લાગુ કરી શકે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો અઠવાડિયામાં ફક્ત શનિવાર કે રવિવારના જ પ્રચારમાં આવી શકે છે. એટલે સારું રહેશે કે તેઓને ટૂંકમાં જણાવો, પ્રચારમાં કેવી રીતે વાત કરી શકાય. તમે કદાચ આવા વિષય પર વાત કરી શકો:
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકામાં વાતચીતની એક રીત પર
તાજેતરની કોઈ ઘટના કે સમાચારથી વાત શરૂ કરી શકો
કોઈ વાંધો ઉઠાવે અથવા બહાના કાઢે તો કેવી રીતે વાત કરશો
કોઈ નાસ્તિક હોય, ઉત્ક્રાંતિમાં માનતા હોય, બીજી ભાષા બોલતા હોય કે અજાણ્યો ધર્મ પાળતા હોય તો તેઓની સાથે કેવી રીતે વાત કરશો
jw.org વેબસાઇટ, JW લાઇબ્રેરી ઍપ અથવા બાઇબલનો કેવી રીતે સારો ઉપયોગ કરશો
શીખવવાના સાધનોમાંથી વીડિયો અને સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કરશો
ફોનથી, પત્રથી કે જાહેરમાં પ્રચાર કેવી રીતે કરશો. ફરી મુલાકાત કેવી રીતે કરશો અને બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવશો
પ્રચારમાં શાનું ધ્યાન રાખશો એ જણાવો. જેમ કે, સલામતી, સારું વર્તન, ઉત્સાહ અથવા જરૂરી સૂચનો
વાંચવાની અને શીખવવાની કળા ચોપડીમાંથી કોઈ પાઠ કે વીડિયો પર ચર્ચા કરી શકો
પ્રચારમાં સાથે કામ કરતા ભાઈ કે બહેનને કઈ રીતે ઉત્તેજન અને મદદ આપી શકો
પ્રચારને લગતી કોઈ કલમ અથવા સારો અનુભવ જણાવી શકો