વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૧ પાન ૩-૬
  • યહોવાહ પાસેથી શીખી શકાય એટલું શીખીએ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહ પાસેથી શીખી શકાય એટલું શીખીએ!
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • વધારે સેવા કરવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • ભક્તિ માટેની જગ્યાઓ
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • પાયોનિયરો માટે કઈ શાળાઓ છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૧ પાન ૩-૬

યહોવાહ પાસેથી શીખી શકાય એટલું શીખીએ!

૧. શિક્ષણ વિષે યહોવાહ શું ચાહે છે?

૧ યહોવાહ આપણા મહાન “શિક્ષક” છે. તે ચાહે છે કે આપણે તેમના શિક્ષણથી ભરપૂર થઈએ. (યશા. ૩૦:૨૦) તેમણે સૌથી મોટા દીકરા, ઈસુને સ્વર્ગમાં બનાવ્યા ત્યારથી શીખવવાનું શરૂ કર્યું છે. (યોહા. ૮:૨૮) યહોવાહથી આદમે મોં ફેરવી લીધું તોપણ તે મનુષ્યોને પ્રેમથી શીખવતા રહે છે.—યશા. ૪૮:૧૭, ૧૮; ૨ તીમો. ૩:૧૪, ૧૫.

૨. યહોવાહ પોતાનું શિક્ષણ પૂરું પાડવા શું કરી રહ્યાં છે?

૨ પહેલાંના કરતા આજે યહોવાહે શિક્ષણ આપવાની સૌથી વધારે ગોઠવણ કરી છે. યશાયાહ પ્રબોધકે જણાવ્યું હતું તેમ દુનિયાના ચારે ખૂણાથી લાખો લોકો જાણે પ્રવાહની જેમ ‘યહોવાહના મંદિરના પર્વત’ પર જઈ રહ્યાં છે. (યશા. ૨:૨) તેઓ કેમ જઈ રહ્યાં છે? યહોવાહ પાસેથી શીખવા અને માર્ગદર્શન લેવા. (યશા. ૨:૩) ૨૦૧૦ સેવા વર્ષમાં ભાઈ-બહેનોએ લોકોને બાઇબલમાંથી શીખવવા, દોઢ અબજથી પણ વધારે કલાકો વિતાવ્યા હતા. એ ઉપરાંત દર અઠવાડિયે ૧,૦૫,૦૦૦થી વધારે મંડળોમાં યહોવાહનું શિક્ષણ આપવામાં આવે છે. તેમ જ, વિશ્વાસુ અને શાણા ચાકર દ્વારા ૫૦૦થી વધારે ભાષામાં સાહિત્ય બહાર પાડવામાં આવે છે.

૩. યહોવાહના શિક્ષણથી તમને કયો લાભ થયો છે?

૩ પૂરો લાભ લઈએ: યહોવાહના શિક્ષણથી આપણને કેટલો લાભ થયો છે! આપણે શીખ્યા કે ઈશ્વરનું નામ શું છે અને તે આપણી સંભાળ રાખે છે. (ગીત. ૮૩:૧૮; ૧ પીત. ૫:૬, ૭) તેમ જ, જીવનમાં થતા સૌથી મહત્ત્વના સવાલોના જવાબ મેળવ્યા છે. જેમ કે, આપણે કેમ દુઃખ સહીને મરણ પામીએ છીએ? ખરું સુખ શામાં છે? જીવનનો મકસદ શું છે? યહોવાહે આપણને નીતિ-નિયમો આપ્યા છે જેથી આપણો “માર્ગ આબાદ” થાય, એટલે કે સફળ થાય.—યહો. ૧:૮.

૪. આપણને કઈ કઈ શાળામાં જવાની તક રહેલી છે? યહોવાહ પાસેથી આપણે કેમ શીખતા રહેવું જોઈએ?

૪ એ ઉપરાંત, યહોવાહ અનેક ભક્તોને ખાસ શિક્ષણ પૂરું પાડે છે, જેથી તેઓ તેમની સેવામાં હજું વધારે કરી શકે. અમુક માટે કેવી તક રહેલી છે એ પાન ૪-૬માં જોવા મળે છે. એમાં જણાવેલી બધી જ શાળાનો સંજોગોને લીધે કદાચ લાભ ન લઈ શકીએ. તોપણ યહોવાહ જે શિક્ષણ પૂરું પાડે છે એનો શું પૂરો લાભ ઉઠાવીએ છીએ? આજે શાળાના શિક્ષકો અને બીજા લોકો આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ લેવાનું ઉત્તેજન આપે છે. એમાં આપણા યુવાનો ન ફસાય માટે તેઓને યહોવાહનું શિક્ષણ લેવા અને ભક્તિમાં ધ્યેયો બાંધવા ઉત્તેજન આપીએ. યહોવાહનું શિક્ષણ સૌથી ઉત્તમ છે. તેમની પાસેથી શીખવા આપણે બનતું બધું જ કરીશું તો, આજે સુખી થઈશું અને ભાવિમાં પણ કાયમ માટે જીવીશું.—ગીત. ૧૧૯:૧૦૫; યોહા. ૧૭:૩.

યહોવાહના સંગઠન દ્વારા મળતું શિક્ષણ

વાંચતા-લખતા શીખવાના ક્લાસ

• મકસદ: લોકોને લખતા-વાંચતા શીખવવાનો, જેથી તેઓ જાતે બાઇબલ વાંચીને અભ્યાસ કરી શકે અને બીજાઓને સત્ય શીખવી શકે.

• કેટલો સમય: વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે.

• જગ્યા: પોતાના મંડળમાં.

• કોણ જઈ શકે: દરેક પ્રકાશક અને રસ હોય તેઓ.

• એ માટે શું કરવું: મંડળની જરૂરિયાત પ્રમાણે વડીલો આ ક્લાસની ગોઠવણ કરે છે. તેમ જ, જેઓને લાભ થઈ શકે તેઓને એમાં જવાનું ઉત્તેજન આપે છે.

દેવશાહી સેવા શાળા

• મકસદ: પ્રકાશકને તાલીમ આપવાનો જેથી દરેક જણ સારી રીતે પ્રચાર કરે અને શીખવે.

• કેટલો સમય: કાયમ.

• જગ્યા: પોતાના મંડળમાં.

• કોણ જઈ શકે: દરેક પ્રકાશક. તેમ જ, જેઓ નિયમિત મંડળ આવે છે અને બાઇબલનું સત્ય સ્વીકારીને એના ધોરણો પ્રમાણે જીવે છે તેઓ જોડાઈ શકે.

• એ માટે શું કરવું: દેવશાહી સેવા શાળા ચલાવતા ભાઈની સાથે વાત કરો.

બીજી ભાષા શીખવાના ક્લાસ

• મકસદ: પ્રકાશકોને બીજી ભાષામાં પ્રચાર કરતા શીખવવાનો.

• કેટલો સમય: ચારથી પાંચ મહિના. મોટા ભાગે શનિવારે સવારે એક-બે કલાક રાખવામાં આવે છે.

• જગ્યા: મોટા ભાગે નજીકના રાજ્ય ગૃહમાં.

• કોણ જઈ શકે: બીજી ભાષાના લોકોને પ્રચાર કરવાનો હોંશ હોય અને સત્યમાં સારો દાખલો બેસાડતા હોય એવા પ્રકાશકો.

• એ માટે શું કરવું: જરૂરિયાત પ્રમાણે શાખા કચેરી એની ગોઠવણ કરે છે.

રાજ્ય ગૃહ બાંધકામ

• મકસદ: રાજ્યગૃહ બાંધવાનો અને સમારકામ કરવાનો. આ કોઈ શાળા નથી. પણ ભાઈ-બહેનો રાજ્યગૃહ બાંધવામાં ભાગ લઈ શકે માટે જુદા જુદા કામ કરવાની તાલીમ આપવામાં આવે છે.

• કેટલો સમય: ભાઈ-બહેનોના સંજોગો પ્રમાણે.

• જગ્યા: રિજનલ બિલ્ડિંગ કમિટી જે વિસ્તારની દેખરેખ કરે છે ત્યાંના બાંધકામમાં. કોઈ વિસ્તારમાં આફત આવી હોય ત્યાં અમુક ભાઈ-બહેનોને મદદ કરવા મોકલવામાં આવે છે.

• લાયકાત: ભાઈ-બહેનો બાપ્તિસ્મા પામેલા હોવા જોઈએ અને વડીલોની મંજૂરી હોવી જોઈએ. પછી ભલેને તેઓ પાસે આવડત હોય કે ન હોય.

• એ માટે શું કરવું: વડીલો પાસેથી ઍપ્લિકેશન ફૉર કિંગ્ડમ હૉલ કન્સ્ટ્રકશન વૉલન્ટિયર પ્રોગ્રામ (A-25) ફૉર્મ લઈને ભરો.

પાયોનિયર સ્કૂલ

• મકસદ: ‘સેવાકાર્ય પૂરું’ કરવા પાયોનિયરને મદદ કરવાનો.—૨ તીમો. ૪:૫.

• કેટલો સમય: બે અઠવાડિયા.

• જગ્યા: શાખા નક્કી કરે અને મોટા ભાગે નજીકના રાજ્ય ગૃહમાં.

• લાયકાત: ઓછામાં ઓછું એક વર્ષથી નિયમિત પાયોનિયરીંગ કરતા હોવા જોઈએ.

• નામ નોંધાવવા શું કરવું: સરકીટ નિરીક્ષકના માર્ગદર્શનથી જાણ કરવામાં આવે છે.

બેથેલમાં નવા આવેલા ભાઈ-બહેનો માટે શાળા

• મકસદ: બેથેલમાં આવેલા નવા ભાઈ-બહેનો સારી રીતે સેવા આપી શકે માટે જરૂરી શિક્ષણ પૂરું પાડવાનો.

• કેટલો સમય: દર અઠવાડિયે એક કલાક, સોળ અઠવાડિયા સુધી.

• જગ્યા: બેથેલમાં.

• લાયકાત: બેથેલમાં લાંબા ગાળા માટે અથવા એકથી વધારે વર્ષ સેવા આપવાના હોય.

• નામ નોંધાવવા શું કરવું: બેથેલમાં આવ્યા પછી જણાવવામાં આવે છે.

રાજ્ય સેવા શાળા

• મકસદ: વડીલો અને સેવકાઈ ચાકરો મંડળની સંભાળ રાખી શકે અને સારી રીતે જવાબદારી નિભાવી શકે. (પ્રે.કૃ. ૨૦:૨૮) નિયામક જૂથના માર્ગદર્શન પ્રમાણે અમુક વર્ષે રાખવામાં આવે છે.

• કેટલો સમય: પાછલા અમુક વર્ષથી વડીલો માટે દોઢ દિવસ અને સેવકાઈ ચાકર માટે એક દિવસ.

• જગ્યા: નજીકના રાજ્ય ગૃહ કે સંમેલન ગૃહમાં.

• લાયકાત: વડીલ અથવા સેવકાઈ ચાકર હોવા જોઈએ.

• નામ નોંધાવવા શું કરવું: વડીલ અને સેવકાઈ ચાકરને સરકીટ નિરીક્ષક આમંત્રણ આપશે.

વડીલો માટે શાળાa

• મકસદ: વડીલો મંડળમાં સારી રીતે જવાબદારી ઉપાડી શકે.

• કેટલો સમય: પાંચ દિવસ.

• જગ્યા: શાખા કચેરી નક્કી કરશે. મોટાભાગે નજીકના રાજ્ય ગૃહ કે પછી સંમેલન ગૃહમાં

• લાયકાત: વડીલ હોવા જોઈએ.

• નામ નોંધાવવા શું કરવું: શાખા કચેરી વડીલોને આમંત્રણ આપે છે.

સરકીટ તથા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક અને તેઓની પત્ની માટે શાળાb

• મકસદ: સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો મંડળોની સારી રીતે સંભાળ રાખી શકે. તેમ જ, ‘ઉપદેશ આપવામાં તથા શીખવવામાં’ કુશળ બને.—૧ તીમો. ૫:૧૭; ૧ પીત. ૫:૨, ૩.

• કેટલો સમય: બે મહિના.

• જગ્યા: શાખા કચેરી નક્કી કરશે.

• લાયકાત: સરકીટ અથવા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક હોવા જોઈએ.

• નામ નોંધાવવા શું કરવું: સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તથા તેઓની પત્નીને શાખા કચેરી આમંત્રણ આપશે.

ભાઈઓ માટે બાઇબલ શાળાc

• મકસદ: કુંવારા વડીલો અને સેવકાઈ ચાકર વધારે જવાબદારી ઉપાડી શકે માટે તાલીમ આપવાનો. તેઓમાંના મોટા ભાગના ભાઈઓને પોતાના દેશમાં જ્યાં વધારે જરૂર હોય ત્યાં મોકલવામાં આવે છે. જેઓ બીજા દેશમાં સેવા આપવા તૈયાર હોય એમાંના અમુકને જ બીજા દેશની સોંપણી મળે છે.

• કેટલો સમય: બે મહિના.

• જગ્યા: શાખા કચેરી નક્કી કરશે. મોટા ભાગે સંમેલન ગૃહ કે રાજ્ય ગૃહમાં રાખવામાં આવે છે.

• લાયકાત: કુંવારા કે એકલા ભાઈઓ જેઓ ૨૩-૬૨ વર્ષના અને તંદુરસ્ત હોય. તેમ જ, યહોવાહની ભક્તિમાં બીજી જગ્યાએ સેવા આપવા રાજી હોય. (માર્ક ૧૦:૨૯, ૩૦) ઓછામાં ઓછા બે વર્ષથી સેવકાઈ ચાકર કે વડીલ તરીકે સેવા આપતા હોય.

• એ માટે શું કરવું: તમારા દેશમાં આ સ્કૂલ રાખવામાં આવતી હોય તો, સરકીટ સંમેલનમાં આ સભા રાખવામાં આવે છે. તમને રસ હોય તો એ સભામાં જાઓ. એમાં વધારે માહિતી મળશે.

યુગલો માટે બાઇબલ શાળાd

• મકસદ: યહોવાહની ભક્તિમાં જે યુગલો વધારે ભાગ લેવા ઇચ્છતા હોય તેઓને ખાસ તાલીમ આપવાનો. એમાંના મોટા ભાગના યુગલોને જ્યાં વધારે જરૂર હોય ત્યાં મોકલવામાં આવે છે. જેઓ બીજા દેશમાં સેવા આપવા તૈયાર હોય એમાંના અમુકને જ બીજા દેશની સોંપણી મળે છે.

• કેટલો સમય: બે મહિના.

• જગ્યા: શરૂઆતના અમુક ક્લાસ પેટરસન, ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. એ પછી દરેક શાખા કચેરી નક્કી કરશે કે આ સ્કૂલ ક્યાં રાખવી. મોટા ભાગે નજીકના રાજ્ય ગૃહ કે સંમેલન ગૃહમાં રાખવામાં આવશે.

• લાયકાત: ૨૫-૫૦ વર્ષના તંદુરસ્ત યુગલ. જરૂર હોય એવી જગ્યાએ જઈ શકતા હોવા જોઈએ. તેમ જ, તેઓનું વલણ હોવું જોઈએ કે “હું આ રહ્યો; મને મોકલ.” (યશા. ૬:૮) ઓછામાં ઓછા બે વર્ષથી પરણેલા અને બે વર્ષથી પૂરા સમયની સેવા આપતા હોવા જોઈએ.

• એ માટે શું કરવું: આ સ્કૂલ તમારા દેશમાં હશે તો, ખાસ સંમેલનમાં એ માટેની સભા રાખવામાં આવે છે. તમને રસ હોય તો એ સભામાં જાઓ. એમાં વધારે માહિતી મળશે.

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ

• મકસદ: પાયોનિયર અને પૂરા સમયની સેવા આપનારાઓને મિશનરી સેવા માટે તૈયાર કરવાનો.

• કેટલો સમય: પાંચ મહિના.

• જગ્યા: પેટરસન, ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટર.

• લાયકાત: યુગલો ઓછામાં ઓછા ત્રણ વર્ષ બાપ્તિસ્મા પામેલા અને પહેલી અરજી કરતી વખતે ૨૧-૩૮ વર્ષના હોવા જોઈએ. અંગ્રેજી આવડવું જોઈએ અને તંદુરસ્ત હોવા જોઈએ. ઓછામાં ઓછા બે વર્ષથી લગ્‍ન કરેલા અને બે વર્ષથી પૂરા સમયની સેવા આપતા હોવા જોઈએ. બીજી ભાષા બોલતા વિસ્તારમાં પાયોનિયરીંગ કરતા હોય (મિશનરી સ્ટેટસ હોય તોપણ); સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક હોય; બેથેલમાં સેવા આપતા હોય; સેવકાઈ તાલીમ શાળામાં અથવા ભાઈઓ માટે બાઇબલ શાળા અને યુગલો માટે બાઇબલ શાળામાં જઈ આવ્યા હોય તોપણ આના માટે અરજી કરી શકે.

• એ માટે શું કરવું: અમુક દેશોમાં ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આ સ્કૂલ માટેની સભા રાખવામાં આવે છે. એમાં વધારે માહિતી મળશે. તમારા દેશના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આ સભા રાખવામાં આવતી ન હોય તો, વધારે માહિતી માટે તમારી શાખા કચેરીને લખો.

શાખા સમિતિના ભાઈઓ અને તેઓની પત્ની માટે શાળા

• મકસદ: શાખા સમિતિના ભાઈઓને તાલીમ આપવાનો, જેથી તેઓ સારી રીતે બેથેલની દેખરેખ રાખી શકે; પોતાના પ્રચાર વિસ્તારમાં આવેલા મંડળો, સરકીટ અને ડિસ્ટ્રીક્ટને મદદ આપી શકે; ભાષાંતર કામ, છાપકામ, સાહિત્ય મોકલવા અને અલગ અલગ વિભાગોની દેખરેખ રાખી શકે.—લુક ૧૨:૪૮.

• કેટલો સમય: બે મહિના.

• જગ્યા: પેટરસન, ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટર.

• લાયકાત: શાખા સમિતિના સભ્ય અથવા કન્ટ્રી કમિટી હોવા જોઈએ. અથવા બીજે ક્યાંક એ રીતે સેવા આપવા પસંદ થયેલા હોવા જોઈએ.

• નામ નોંધાવવા શું કરવું: એવા અમુક ભાઈઓ અને તેમની પત્નીને નિયામક જૂથ આમંત્રણ આપે છે.

[ફુટનોટ્‌સ]

a હાલમાં આ શાળા દરેક દેશમાં રાખવામાં આવતી નથી.

b હાલમાં આ શાળા દરેક દેશમાં રાખવામાં આવતી નથી.

c હાલમાં આ શાળા દરેક દેશમાં રાખવામાં આવતી નથી.

d હાલમાં આ શાળા દરેક દેશમાં રાખવામાં આવતી નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો