અસરકારક રજૂઆત કરીએ
૧. પહેલી સદીના ખ્રિસ્તીઓની રજૂઆતોમાંથી આપણે શું શીખી શકીએ?
૧ પહેલી સદીના ખ્રિસ્તીઓએ જુદા જુદા ધર્મો અને સમાજના લોકોને રાજ્યની ખુશખબર જણાવી હતી. (કોલો. ૧:૨૩) જોકે એ સંદેશો ઈશ્વરના રાજ્ય વિશે હતો, પણ લોકો પ્રમાણે એની રજૂઆતો અલગ અલગ હતી. દાખલા તરીકે, યહુદીઓને શાસ્ત્ર માટે ઊંડું માન હતું. એટલે પીતરે તેઓને રજૂઆત કરતી વખતે યોએલ પ્રબોધકનો ઉલ્લેખ કર્યો. (પ્રે.કૃ. ૨:૧૪-૧૭) જ્યારે કે ગ્રીક લોકો સાથે પાઊલે અલગ રીતે રજૂઆત કરી, જે આપણને પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૨-૩૧માં જોવા મળે છે. આજે અમુક પ્રચાર વિસ્તારના લોકોને શાસ્ત્ર માટે માન છે. તેથી પ્રચારમાં તેઓને ઘરે જઈએ ત્યારે બાઇબલનો છૂટથી ઉપયોગ કરી શકીએ. જ્યારે કે જે લોકોને બાઇબલ અથવા ધર્મમાં રસ નથી કે પછી જેઓ બીજો ધર્મ પાળે છે તેઓ સાથે સમજી-વિચારીને રજૂઆત કરવી જોઈએ.
૨. બાઇબલને માન નથી આપતા અને જેઓ આપે છે તેઓને મદદ કરવા કઈ રીતે સાહિત્યની ઑફર કરીશું?
૨ સાહિત્યનો અસરકારક ઉપયોગ કરીએ: આ સેવા વર્ષમાં સાહિત્યની ઑફર દર બે મહિને બદલાશે. અને અલગ અલગ મૅગેઝિન, પત્રિકાઓ અને મોટી પુસ્તિકાઓ પર ભાર મૂકવામાં આવશે. આપણા પ્રચાર વિસ્તારમાં જો મોટા ભાગના લોકોને બાઇબલમાં રસ ન હોય, તોય તેઓના મન ગમતા વિષય પર સાહિત્ય આપી શકીશું. પહેલી મુલાકાતમાં બાઇબલની કોઈ કલમ વાંચવાની કે ઉલ્લેખ કરવાની તક કદાચ ન મળે. તોપણ વ્યક્તિ થોડો રસ બતાવે તો ફરી મુલાકાતમાં સર્જનહાર અને તેમના શબ્દમાં વિશ્વાસ વધારવા મદદ કરી શકીએ. જ્યારે કે, બાઇબલ માટે માન છે એવા લોકો સાથે વાત કરીએ તો, તેઓને બાઇબલને લગતું સાહિત્ય આપી શકીએ. આવા વ્યક્તિઓને બાઇબલ શીખવે છે અથવા ભગવાનનું સાંભળો અને ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! જેવું સાહિત્ય આપી શકાય, પછી ભલે મહિનાની ઑફર બીજા કોઈ સાહિત્યની હોય. આપણી રજૂઆત અસરકારક હોય એ જ આપણો મુખ્ય હેતુ છે.
૩. કઈ રીતે કહી શકાય કે લોકોના હૃદય જમીન જેવાં છે?
૩ જમીન તૈયાર કરીએ: વ્યક્તિનું હૃદય જાણે જમીન જેવું છે. (લુક ૮:૧૫) અમુક લોકોના હૃદય પહેલેથી તૈયાર કરવા પડે જેથી બાઇબલ સત્યના મૂળ ઊંડા ઉતરે અને એમાં વધારો થાય. પહેલી સદીના ઉત્સાહી પ્રચારકોએ દરેક જાતના લોકોના દિલમાં સત્યનું બી સફળતાથી વાવ્યું. એનાથી તેઓને ઘણો સંતોષ અને આનંદ મળતો. (પ્રે.કૃ. ૧૩:૪૮, ૫૨) પ્રચારમાં કેવી રીતે રજૂઆત કરીએ છીએ એના પર ધ્યાન આપીને આપણે પણ સફળતા અનુભવી શકીએ છીએ.