શું તમે સહાયક પાયોનિયરીંગ કરશો?
૧. માર્ચથી મે મહિનામાં કેમ પ્રચારમાં વધારે ભાગ લેવા સારી તક છે?
૧ પ્રચારકાર્યમાં વધારે ભાગ લેવા માર્ચથી મે મહિનામાં સારી તક રહેલી છે. આપણને પ્રેમ બતાવવા યહોવાએ પોતાના દીકરા ઈસુની કુરબાની આપી, એના પર મનન કરવાનો સારો મોકો મળે છે. (યોહા. ૩:૧૬) એનાથી આપણા દિલમાં યહોવા માટે પ્રેમ અને કદર વધે છે. તેમ જ, મનુષ્યો માટે યહોવા જે કરે છે એ વિશે બધાને જણાવવા વધુ હોંશ જાગે છે. (યશા. ૧૨:૪, ૫; લુક ૬:૪૫) સગાં-વહાલાઓ અને લોકોને સ્મરણપ્રસંગમાં આમંત્રણ આપવાની ઝુંબેશમાં ભાગ લેવાની મઝા આવે છે. પછી જેઓ સ્મરણપ્રસંગમાં આવ્યા હોય, તેઓમાં સત્ય માટે રસ જગાડવા પ્રયત્ન કરીએ છીએ. શું તમે પ્રચારમાં વધારે ભાગ લેવા માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં સહાયક પાયોનિયરીંગ કરશો?
૨. માર્ચમાં સહાયક પાયોનિયરીંગ કરવાનાં કયાં ખાસ કારણ છે?
૨ માર્ચ મહિનો ખાસ બનાવો: સહાયક પાયોનિયરીંગ કરવા માટે માર્ચ એકદમ સરસ મહિનો છે. એ મહિનામાં સહાયક પાયોનિયરીંગ કરવા તમે ૩૦ કે ૫૦ કલાક કરવાનું પસંદ કરી શકો. જો માર્ચ મહિનામાં સરકીટ નિરીક્ષક તમારા મંડળની મુલાકાત લેવાના હોય, તો નિયમિત અને ખાસ પાયોનિયરો સાથેની આખી સભામાં તમે બેસી શકો છો. ગયાં વર્ષો કરતાં આ વર્ષે આપણે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકાનું લાંબો સમય વિતરણ કરીશું. આ વર્ષે મંગળવાર ૨૬ના સ્મરણપ્રસંગ છે, પણ માર્ચ ૧થી આમંત્રણ આપવાનું શરૂ કરીશું. એ ઉપરાંત, માર્ચમાં પાંચ શનિ-રવિ છે. એમ હોવાથી કેમ નહિ કે તમે પણ આ વર્ષે માર્ચને ખાસ મહિનો બનાવવા બનતું બધું જ કરો?
૩. પ્રચારમાં વધારે ભાગ લેવા આપણે કેવી ગોઠવણ કરી શકીએ?
૩ હમણાં તૈયારી કરો: સહાયક પાયોનિયરીંગ કરી શકીએ માટે જરૂરી ફેરફાર કરવાનો હમણાં જ મોકો છે. આખા કુટુંબના સાથ-સહકારની ખૂબ જ જરૂર છે. તેથી, કુટુંબ તરીકેની ભક્તિમાં ભેગા મળી તમારા ધ્યેયની ચર્ચા કરો અને શેડ્યુલ બનાવો. (નીતિ. ૧૫:૨૨) તમે પાયોનિયરીંગ ન કરી શકો તો નિરાશ ન થાઓ. અઠવાડિયામાં જે દિવસોએ પ્રચારમાં જાઓ છો ત્યારે, શું તમે વધારે કલાક કરી શકો? શું તમે બીજા કોઈ દિવસે પણ પ્રચારમાં જઈ શકો?
૪. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વધુ પ્રચાર કરવાથી આપણને કેવા ફાયદા થશે?
૪ યહોવાની ભક્તિ કરવાથી અને બીજાઓને તેમના વિશે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વધારે જણાવવાથી આપણને સંતોષ અને આનંદ મળશે. (યોહા. ૪:૩૪; પ્રે.કૃ. ૨૦:૩૫) તેમ જ, સ્વાર્થ વગરની ભક્તિ કરવાથી યહોવાને આનંદ થશે.—નીતિ. ૨૭:૧૧.