મેમોરિયલ સમયગાળામાં વધારે પ્રચાર કરવાની સુંદર તક
૧. માર્ચથી મે મહિનામાં વધારે પ્રચાર કરવાના કયા કારણો છે?
૧ શું તમે મેમોરિયલના સમયગાળા દરમિયાન પ્રચારમાં વધારે કરી શકો? ઘણા દેશોમાં દિવસો લાંબા હોય છે. કેટલાક ભાઈ-બહેનોને કામ પર કે સ્કૂલમાં વેકેશન હોવાથી તેઓ પ્રચારમાં વધારે સમય ગાળી શકે છે. આપણે ૨ એપ્રિલથી મેમોરિયલની આમંત્રણ પત્રિકા આપવાની ઝુંબેશ શરૂ કરીશું. જેથી એપ્રિલ ૧૭ મેમોરિયલના દિવસે ઘણા લોકો એમાં આવી શકે. તેઓનો પછીથી સત્યમાં રસ વધારવા પ્રયત્ન કરીશું. તેમ જ, એપ્રિલ ૨૫ના અઠવાડિયે જે ખાસ વાર્તાલાપ છે એમાં આવવાનું આમંત્રણ આપીશું. સાચે જ, માર્ચથી મે મહિનામાં વધારે પ્રચાર કરવા પાછળ અનેક કારણો છે.
૨. પ્રચારમાં વધારે કરવાની સૌથી સારી રીત કઈ છે?
૨ ઑગ્ઝિલરી પાયોનિયરીંગ: પ્રચારમાં વધારે કરવાની એ સૌથી સારી રીત છે. આપણે બધા વ્યસ્ત હોવાથી પહેલેથી ગોઠવણ અને રોજિંદા જીવનમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે. (નીતિ. ૨૧:૫) જેમ કે, મહત્ત્વની ન હોય એવી પ્રવૃત્તિઓને થોડો સમય એકબાજુ મૂકી શકો. (ફિલિ. ૧:૯-૧૧) તમે ઑગ્ઝિલરી પાયોનિયરીંગ કરવા ઇચ્છતા હોય તો, મંડળમાં બીજા ભાઈ-બહેનોને જણાવો. કદાચ તેઓ પણ તમારી સાથે જોડાઈ શકે.
૩. પ્રચારમાં વધારે કરવા કુટુંબ શું કરી શકે?
૩ કુટુંબ તરીકે ભક્તિ કરવાની સાંજે ભેગા મળો ત્યારે તમારા ધ્યેયો વિષે ચર્ચા કરી શકો. (નીતિ. ૧૫:૨૨) કુટુંબના સહકારથી કદાચ અમુક જણ એક કે એથી વધારે મહિના ઑગ્ઝિલરી પાયોનિયરીંગ કરી શકે. જો તમને લાગતું હોય કે એ શક્ય નથી તો શું કરશો? સાથે મળીને નક્કી કરી શકો કે કોઈ સાંજ અથવા શનિ-રવિ પ્રચારમાં વધુ સમય ગાળશો.
૪. મેમોરિયલ સમયગાળામાં પ્રચારમાં વધારે કરવાથી કેવા આશીર્વાદો મળે છે?
૪ યહોવાહની ભક્તિમાં આપણે જે કંઈ ભોગ આપીએ છીએ એની તે કદર કરે છે. (હેબ્રી ૬:૧૦) યહોવાહ અને બીજાઓને માટે સમય આપવાથી ખૂબ આનંદ મળે છે. (૧ કાળ. ૨૯:૯; પ્રે.કૃ. ૨૦:૩૫) શું તમે મેમોરિયલ સમયગાળામાં પ્રચારમાં વધારે કરીને આનંદ અને આશીર્વાદો મેળવી શકો?