સ્મરણપ્રસંગનો સમયગાળો આનંદી બનાવીએ
૧. સ્મરણપ્રસંગના સમયગાળામાં આનંદ વધારવાની કઈ એક રીત છે?
૧ શું માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તમે આનંદમાં વધારો કરવા ચાહો છો? એમ કરવાની એક રીત છે સેવાકાર્યમાં વધારે ભાગ લઈએ. જો બની શકે તો સહાયક પાયોનિયરીંગ કરીએ. એનાથી તમારો આનંદ કઈ રીતે વધશે?
૨. સેવાકાર્યમાં વધુ ભાગ લેવાથી કઈ રીતે આનંદમાં વધારો થાય છે?
૨ આપણો આનંદ વધારીએ: જન્મથી આપણમાં યહોવાની ભક્તિ કરવાની તરસ હોય છે. યહોવાએ આપણને એવી રીતે બનાવ્યા છે કે એ તરસ છીપાવીએ તેમ, એનો સંતોષ અને આનંદ માણી શકીએ છીએ. (માથ. ૫:૬) તેમણે આપણી એવી રચના કરી છે કે બીજાઓને મદદ કરવાથી આપણને ખુશી મળે છે. (પ્રે.કૃ. ૨૦:૩૫) સેવાકાર્યમાં ભાગ લેવાથી યહોવાની ભક્તિ અને લોકોને મદદ કરી શકીએ છીએ. દેખીતું છે કે સેવાકાર્યમાં વધારે ભાગ લેવાથી આપણો આનંદ વધે છે. એ ઉપરાંત, વધારે પ્રચાર કરવાથી શીખવવાની કળામાં આપણે કુશળ બની શકીએ છીએ. એનાથી આપણી હિંમત વધે છે અને ગભરામણ ઓછી થાય છે. આમ, વધારે સાક્ષી આપવાની અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની આપણને તક મળશે. એ બધાથી આપણું સેવાકાર્ય વધુ આનંદભર્યું બને છે.
૩. માર્ચ-એપ્રિલ કેમ ખાસ કરીને સહાયક પાયોનિયરીંગ કરવા માટે સારા મહિના છે?
૩ માર્ચ-એપ્રિલ ખાસ કરીને સહાયક પાયોનિયરીંગ કરવા માટે સારા મહિના છે, કેમ કે આપણે ૩૦ કે ૫૦ કલાક પસંદ કરી શકીએ છીએ. એ ઉપરાંત, માર્ચ ૨૨ શનિવારથી લઈને એપ્રિલ ૧૪ સોમવાર સુધી લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવાના ઝુંબેશમાં ભાગ લેવાનો આનંદ માણી શકીશું. નક્કી કરેલા સમયમાં બની શકે એટલો વિસ્તાર આવરવામાં ઘણા “એકમતે” ભાગ લેશે તેમ મંડળોમાં આનંદનો પાર નહિ હોય.—સફા. ૩:૯.
૪. આપણે સહાયક પાયોનિયરીંગ કરવું હોય તો શું કરીશું?
૪ હમણાં જ તૈયારી કરીએ: જો હજી તમે તૈયારી ન કરી હોય, તો સમય કાઢીને તપાસ કરો કે એક અથવા બે મહિના સેવાકાર્યમાં વધુ ભાગ લેવા કેવા ફેરફાર કરી શકો. એ માટે પ્રાર્થના કરો. (યાકૂ. ૧:૫) તમારા કુટુંબ અને ભાઈબહેનો સાથે ચર્ચા કરો. (નીતિ. ૧૫:૨૨) તમે પૂરો સમય નોકરી કરતા હો અથવા તબિયત સારી રહેતી ન હોય, તોપણ સહાયક પાયોનિયરીંગ કરવાથી મળતો આનંદ અનુભવી શકશો.
૫. સ્મરણપ્રસંગના સમયગાળામાં વધારે પ્રચાર કરવાથી શું પરિણામ આવશે?
૫ યહોવા ચાહે છે કે તેમના ભક્તો ખુશ રહે. (ગીત. ૩૨:૧૧) આ સ્મરણપ્રસંગના સમયગાળામાં સેવાકાર્યમાં ખાસ મહેનત કરીશું તો, આપણો આનંદ વધશે એટલું જ નહિ યહોવા ઈશ્વરને પણ આનંદ થશે.—નીતિ. ૨૩:૨૪; ૨૭:૧૧.