ઝુંબેશથી આવતાં સારાં પરિણામો
સંમેલન શરૂ થાય એના ત્રણ અઠવાડિયા પહેલાં, મંડળો પોતાના વિસ્તારના લોકોને આમંત્રણ આપવા આ વર્ષે પણ ઝુંબેશમાં ભાગ લેશે. દર વર્ષે રાખવામાં આવતી આ ઝુંબેશ પાછળ એક કારણ રહેલું છે. આમંત્રણ સ્વીકારીને સંમેલનમાં આવનારા પર કેવી અસર પડે છે? બાઇબલ આધારિત ટોક, રાજીખુશીથી કામ કરનારા ભાઈ-બહેનો દ્વારા સરસ રીતે ચલાવવામાં આવતા વિભાગો, આપણાં સારાં વાણી-વર્તન અને સંપ જોઈને તેઓ પર સારી અસર પડે છે. (ગીત. ૧૧૦:૩; ૧૩૩:૧; યશા. ૬૫:૧૩, ૧૪) શું આપણી આ ઝુંબેશનાં કંઈ પરિણામો આવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં રસ ધરાવનારે સંમેલનમાં આવવા લાંબી મુસાફરી કરવાની હોય?
૨૦૧૧ના ડિસ્ટ્રીક્ટ સંમેલન પછી શાખા કચેરીને એક સ્ત્રીનો પત્ર મળ્યો. આ સ્ત્રીને સંમેલનનું આમંત્રણ તેના ઘરના બારણે મળ્યું હતું. યહોવાના સાક્ષીઓ આવે ત્યારે તે હંમેશાં સંતાઈ જતી. તેણે લખ્યું: “મારું સરસ ઘર છે. બહુ સારો પતિ છે અને મને લાગતું કે મારી ખુશી માટે બધું જ મારી પાસે છે. દુઃખની વાત છે કે તોય હું ખુશ ન હતી; અને મારા જીવનમાં ખાસ કોઈ હેતુ ન હતો. તેથી, મેં ૩૨૦ કિલોમીટર કાર ચલાવીને શનિવારના કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું.” તેને સંમેલનમાં એટલી મઝા આવી કે તેણે પતિને ફોન કર્યો અને જણાવ્યું કે તે રવિવારનો કાર્યક્રમ સાંભળવા એક રાત રોકાઈ જશે. “મેં બધી ટૉક સાંભળી, હું યહોવાના ઘણા સાક્ષીઓને મળી. મેં નક્કી કર્યું કે હું આ કદી બંધ નહિ કરું.” ઘરે આવ્યા પછી તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને ચાર મહિના પછી તે બાપ્તિસ્મા ન પામેલી પ્રકાશક બની. “મારા બારણે એ આમંત્રણ હતું એનાથી હું બહુ જ ખુશ છું, કેમ કે હવે મારા જીવનમાં હેતુ છે.”
જેઓને આમંત્રણ મળે છે એમાંના અમુક તો આવશે. તેથી, આ મહત્ત્વની ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લો. તમારી પાસે આમંત્રણ પત્રિકા વધી હોય તો, સંમેલનમાં લઈ આવો અને જ્યાં તક મળે ત્યાં એ આપો.
[પાન ૨ પર બોક્સ]
આમંત્રણ પત્રિકા કઈ રીતે આપીશું?
આપણો પ્રચાર વિસ્તાર આવરવા ટૂંકી રજૂઆત રાખીએ. આપણે આમ કહી શકીએ: “કેમ છો! આ આમંત્રણ પત્રિકા આપવાની આખી દુનિયામાં ઝુંબેશ ચાલે છે, જેમાં અમે ભાગ લઈએ છીએ. આ આમંત્રણ તમારું છે. વધુ માહિતી તમને એમાં મળશે.” ઉત્સાહથી પત્રિકા આપો. શનિ-રવિના પત્રિકા આપતી વખતે યોગ્ય લાગે તો, મૅગેઝિન પણ આપો.