માર્ચ ૧૭થી સ્મરણપ્રસંગ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કરીશું
૧. માર્ચ ૧૭થી આપણે શેની ઝૂંબેશ શરૂ કરીશું?
૧ દર વર્ષે આપણે ઈસુના મરણની યાદમાં સ્મરણપ્રસંગ ઊજવીએ છીએ. (૧ કોરીં. ૧૧:૨૬) આપણે ચાહીએ છીએ કે બીજા લોકો પણ આપણી સાથે એ પ્રસંગમાં આવે. તેમ જ, શીખે કે યહોવાએ પોતાના દીકરાની કુરબાની આપીને આપણા માટે કેવી ગોઠવણ કરી છે. (યોહા. ૩:૧૬) આ વર્ષે આપણે લોકોને આમંત્રણ આપવા માર્ચ ૧૭થી સ્મરણપ્રસંગની ઝુંબેશ શરૂ કરીશું. એમાં ભાગ લેવા શું તમે ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છો?
૨. આમંત્રણ આપતી વખતે શું કહીશું અને શું ધ્યાન રાખવું જોઈએ?
૨ આપણે શું કહી શકીએ: આપણી રજુઆત ટૂંકી હશે એટલી સારી. આમ કહી શકીએ: “કેમ છો. અમે તમને અને તમારા કુટુંબને સૌથી મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપીએ છીએ. આ પ્રસંગ આખી દુનિયામાં એપ્રિલ પાંચના રોજ ઉજવવામાં આવશે. બાઇબલ આધારિત પ્રવચનમાં સમજાવવામાં આવશે કે ઈસુના મરણથી શું સિદ્ધ થયું છે અને આજે શું કરી રહ્યાં છે. આ પ્રસંગ કઈ જગ્યાએ અને કયા સમયે રાખવામાં આવ્યો છે એ આ પત્રિકામાં જણાવ્યું છે.” જો ઘરમાલિક ખ્રિસ્તી ન હોય, તો પહેલાં પારખો કે તે સાંભળશે કે નહિ. એ પછી તેને આમંત્રણ આપો. શનિ-રવિના આમંત્રણ આપતી વખતે શક્ય હોય ત્યારે મૅગેઝિન પણ આપી શકીએ.
૩. આપણે કોને કોને આમંત્રણ આપીશું?
૩ શક્ય હોય એટલાને આમંત્રણ આપીએ: આપણો ધ્યેય બને એટલા લોકોને આમંત્રણ આપવાનો છે. એટલે આવા લોકોને બોલાવવાનું ભૂલીશું નહિ. જેમ કે, અભ્યાસ કરનારા, ફરી મુલાકાત, સાથી કામદારો, સગા-સંબંધીઓ, સાથે ભણનારા, પડોશીઓ અને વગેરે વગેરે. મંડળનો વિસ્તાર કઈ રીતે આવરવો અને વિરોધના કારણે કયો વિસ્તાર ટાળવો જોઈએ એ વડીલો જણાવશે. દર વર્ષે લોકોને સ્મરણપ્રસંગમાં આમંત્રણ આપવાથી સારા પરિણામ મળ્યા છે. ગયા વર્ષે એક સ્ત્રી સ્મરણપ્રસંગમાં આવી હતી. અટેન્ડન્ટે તેને પૂછ્યું: “તમને જેણે આમંત્રણ આપ્યું છે, તેમને શોધવા મદદ કરું? સ્ત્રીએ કહ્યું કે ‘હું ઓળખતી નથી પણ આજે કોઈક ઘરથી ઘર જતું હતું ત્યારે મને આમંત્રણ આપ્યું હતું.’”
૪. આપણે કેમ પૂરા જોશથી ઝુંબેશમાં ભાગ લેવો જોઈએ?
૪ બની શકે કે સ્મરણપ્રસંગમાં કોઈ એવી વ્યક્તિ હોય જેને તમે આમંત્રણ આપ્યું છે. જોકે તમારા આમંત્રણથી કોઈ આવે કે ન આવે, તોપણ તમારી મહેનતથી સારી સાક્ષી મળશે. લોકોને આ પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપીને તમે બતાવો છો કે ઈસુ હમણાં મહાન રાજા છે. પૂરા જોશથી આ કાર્યમાં ભાગ લેવાથી તમારા વિસ્તારના લોકોને, મંડળના ભાઈ-બહેનોને અને યહોવાને શું સાબિત કરશો? એ જ કે યહોવાએ પોતાના દીકરાની કુરબાની આપી એની તમે ખૂબ જ કદર કરો છો.—કોલો. ૩:૧૫.