માર્ચ ૧થી સ્મરણપ્રસંગની પત્રિકા આપવાનું શરૂ કરીશું
૧. સ્મરણપ્રસંગની ઝુંબેશ ક્યારથી શરૂ થશે અને કેમ આ વર્ષે વધારે લાંબો સમય છે?
૧ શુક્રવાર માર્ચ ૧થી આપણે સ્મરણપ્રસંગમાં આવવા લોકોને આમંત્રણ પત્રિકા આપવાની ઝુંબેશ શરૂ કરીશું. આ વર્ષે સ્મરણપ્રસંગ માર્ચ ૨૬ના છે. એટલે ગયાં વર્ષો કરતાં આ વર્ષે ઝુંબેશ માટે થોડો વધારે સમય હશે. એનાથી વધારે લોકોને આમંત્રણ મળશે, ખાસ કરીને એવા લોકોને જેઓ મંડળના મોટા પ્રચાર વિસ્તારમાં રહે છે.
૨. પત્રિકા મેળવવા અને પ્રચાર વિસ્તાર આવરવા કઈ ગોઠવણ હશે?
૨ પહેલેથી તૈયારી કરીએ: પ્રચાર વિસ્તાર કેવી રીતે આવરવો એ વડીલો માર્ગદર્શન આપશે. તેઓ એ પણ જણાવશે કે ઘરે કોઈ ન હોય ત્યારે પત્રિકા છોડવી કે નહિ. ઘર ઘરનું પ્રચાર કર્યા પછી પણ જો પત્રિકા બચે, તો એ જાહેર જગ્યાઓ પર આપી શકાય. સેવા નિરીક્ષક ધ્યાન રાખશે કે સરનામું અને સમય છાપેલી પત્રિકાઓ મૅગેઝિન કાઉન્ટર પર મૂકેલી હોય, જેથી પ્રકાશકો લઈ શકે. પણ બધી જ પત્રિકાઓ એક સાથે મૂકશે નહિ. આપણને અઠવાડિયા દરમિયાન જરૂર હોય એટલી જ પત્રિકા લેવી જોઈએ.
૩. આમંત્રણ પત્રિકા આપતી વખતે શું ધ્યાન રાખીશું?
૩ શું કહીશું? ટૂંકી રજૂઆત કરીશું, જેથી શક્ય હોય એટલા વધારે લોકોને મળી શકીએ. પાન ૬ ઉપર આપેલી રજૂઆતને આપણા વિસ્તારમાં લાગુ એવા અમુક ફેરફાર કરી વાપરી શકાય. જો ઘરમાલિક સાંભળે અને પ્રશ્નો પૂછે, તો પત્રિકા આપીને તરત જવાને બદલે વાત કરી શકાય. શનિ-રવિના પત્રિકા આપતી વખતે યોગ્ય લાગે તો મૅગેઝિન પણ આપી શકાય. માર્ચની બીજી તારીખે આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરવાને બદલે પત્રિકા આપવામાં ખાસ ધ્યાન આપીશું.
૪. ઉત્સાહથી ઝુંબેશમાં કેમ ભાગ લેવો જોઈએ?
૪ ઘણા લોકો આપણી સાથે સ્મરણપ્રસંગમાં હાજરી આપશે એવી આશા રાખીએ છીએ. ટૉકમાં સમજાવવામાં આવશે કે ઈસુ ખરેખર કોણ છે. (૧ કોરીં. ૧૧:૨૬) તેમના બલિદાનથી આપણને શું લાભ થાય છે. (રોમ. ૬:૨૩) તેમ જ, ભાર મૂકવામાં આવશે કે તેમને યાદ કરતા રહેવું કેમ મહત્ત્વનું છે. (યોહા. ૧૭:૩) તેથી, ચાલો ઉત્સાહથી ઝુંબેશમાં ભાગ લઈએ!