સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ માર્ચ ૨૨થી શરૂ થશે
આ વર્ષે લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવાની ઝુંબેશ શનિવાર, માર્ચ ૨૨થી શરૂ થશે. દરેકને એમાં પૂરો ભાગ લેવાનું ઉત્તેજન આપવામાં આવે છે. શનિ-રવિના શક્ય હોય ત્યારે નવાં મૅગેઝિનો આપીશું. એપ્રિલ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવાને બદલે ફક્ત આમંત્રણ આપીશું. તેમ છતાં, કોઈ વ્યક્તિ બહુ રસ બતાવે તો કદાચ તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ. જાહેર જગ્યામાં આમંત્રણ આપવાથી મંડળના વિસ્તારમાં વધારે લોકો સુધી પહોંચવા મદદ મળશે કે કેમ એ સેવા નિરીક્ષક નક્કી કરી શકે. તમે કોને કોને આમંત્રણ આપશો એનું હમણાં લીસ્ટ બનાવો અને ઝુંબેશ શરૂ થાય ત્યારે આપો. જેમ કે, સગાં-વહાલા, સાથી કામદારો, સાથે ભણતા વિદ્યાર્થીઓ, ફરી મુલાકાતો અને ઓળખીતાઓ. યહોવા અને ઈસુ ખ્રિસ્તે બતાવેલા પ્રેમની કદર કરવા ઘણા લોકો સ્મરણપ્રસંગમાં આપણી સાથે જોડાશે એવી આશા છે.—યોહા. ૩:૧૬; ૧૫:૧૩.