આખી દુનિયામાં મેમોરિયલનું આમંત્રણ
૧. મેમોરિયલ પહેલાં આખી દુનિયામાં શું કરવામાં આવશે?
૧ “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) ઈસુએ પોતાના મરણને યાદ કરવાની આજ્ઞા આપી. એ આજ્ઞાને પાળવા યહોવાહના સાક્ષીઓ અને સત્ય શીખનારા લોકો માર્ચ ૩૦, ૨૦૧૦ના રોજ ભેગા મળશે. એ માટે એક ખાસ આમંત્રણ પત્રિકા માર્ચ ૧૩-૩૦ સુધી આખી દુનિયામાં આપવામાં આવશે.
૨. આપણે કેવી રીતે પત્રિકા આપી શકીએ?
૨ પત્રિકા કેવી રીતે આપવી: પત્રિકા સમજી-વિચારીને આપવી જોઈએ. જો તમને લાગે કે વ્યક્તિ ખરેખર ઈસુ વિષે વધારે જાણવા માંગે છે, તો જ તેને પત્રિકા આપો. તેને પત્રિકા ઉપરનું ચિત્ર બતાવીને આમ કહો: “ત્રીસમી માર્ચની સાંજે, ઈસુએ આપેલી કુરબાનીને યાદ કરવા આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળશે. એ પ્રસંગમાં આવવા હું તમને અને તમારા કુટુંબને આ ખાસ આમંત્રણ આપું છું. એમાં સમય અને સ્થળ પણ જણાવેલા છે.” સંજોગોને ધ્યાનમાં રાખીને લુક ૨૨:૧૯માંથી જણાવી શકીએ કે આપણે કેમ એ પ્રસંગ ઊજવીએ છીએ. તોપણ, આપણે ઓછા સમયમાં પત્રિકા આખી ટેરેટરીમાં આપવાની હોવાથી રજૂઆત ટૂંકી રાખીએ.
૩. કોને-કોને આમંત્રણ આપી શકાય?
૩ યોગ્ય હોય તો પત્રિકાની સાથે મૅગેઝિન પણ આપો. ફરી મુલાકાતો, બાઇબલ સ્ટડી, સાથે કામ કરનાર, સાથે ભણનાર, સગાં-વહાલાં, પડોશીઓ તેમ જ બીજા ઓળખીતાઓને પણ આમંત્રણ આપવાનું ભૂલશો નહિ.
૪. યહોવાહના પ્રેમની કદર બતાવવા શું કરીશું?
૪ પૂરેપૂરો ભાગ લેવા તૈયારી કરો: મેમોરિયલના સમયગાળામાં વધુ પ્રચાર કરવાની તક રહેલી છે. ઓગ્ઝિલરી પાયોનિયરીંગ કરવા શું તમે અમુક ફેરફાર કરી શકો? શું તમારાં બાળકો કે બાઇબલ સ્ટડી સત્યમાં સારી પ્રગતિ કરી રહ્યા છે? એમ હોય તો વડીલોને જણાવો. વડીલો જોશે કે તેઓ પ્રકાશક થઈ શકે કે કેમ. જો થઈ શકશે તો પછી તેઓ પણ ઝુંબેશમાં ભાગ લઈ શકે. આપણા માટે ઈસુએ પોતાનો જીવ આપ્યો, એમાં યહોવાહનો પ્રેમ જોવા મળે છે. એ પ્રેમની કદર બતાવવા આપણે તો મેમોરિયલમાં હાજર રહીશું જ, સાથે સાથે બને એટલા વધારે લોકોને આવવા આમંત્રણ આપીશું.—યોહા. ૩:૧૬.