ઈશ્વરનું વચન શક્તિશાળી છે
૧. ૨૦૧૪ સેવા વર્ષના ખાસ સંમેલન દિવસનો વિષય શું છે?
૧ મનુષ્યએ બનાવેલી વસ્તુઓમાં કોઈ વ્યક્તિને સુધારવાની શક્તિ નથી. ફક્ત બાઇબલ જ વ્યક્તિને સુધારી શકે છે. એ આપણા વિચારો અને માર્ગો યહોવાની ઇચ્છાની સુમેળમાં લાવી શકે છે. ઈશ્વરના વચનમાં કેટલી શક્તિ છે? આપણા જીવનમાં તેમની શક્તિનો પૂરો લાભ લેવા શું કરવું જોઈએ? બીજાઓને સારી રીતે શીખવવા આપણે એ શક્તિનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ? આ મુદ્દાઓની ૨૦૧૪ સેવા વર્ષના ખાસ સંમેલન દિવસના કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવશે. એનાથી આપણા સર્વની શ્રદ્ધા મજબૂત થશે એવી ખાતરી રાખી શકીએ. સંમેલનનો વિષય હિબ્રૂ ૪:૧૨માંથી છે: “ઈશ્વરનું વચન શક્તિશાળી છે.”
૨. આપણે કયા સવાલોના જવાબ ધ્યાનથી સાંભળવા જોઈએ?
૨ આ સવાલોના જવાબ ધ્યાનથી સાંભળીએ: કાર્યક્રમ સાંભળીએ તેમ નીચે આપેલા આ સવાલોના જવાબ લખી લઈએ.
• યહોવાના વચનમાં આપણે કેમ ભરોસો રાખી શકીએ? (ગીત. ૨૯:૪)
• ઈશ્વરના વચનની આપણા જીવન પર થતી અસર કઈ રીતે અનુભવી શકીએ? (ગીત. ૩૪:૮)
• આપણે કઈ રીતે સેવાકાર્યમાં ઈશ્વરની શક્તિનો પૂરો લાભ લઈ શકીએ? (૨ તીમો. ૩:૧૬, ૧૭)
• શેતાનના જગતની મોહ માયાથી દૂર રહેવા આપણે શું કરી શકીએ? (૧ યોહા. ૫:૧૯)
• યુવાનો તમે કઈ રીતે યહોવાની ભક્તિમાં સફળ બની શકો? (યિર્મે. ૧૭:૭)
• આપણે નબળા હોઈએ તોપણ કઈ રીતે મજબૂત બની શકીએ? (૨ કોરીં. ૧૨:૧૦)
• જો લાંબા સમયથી આપણામાં કુટેવ અને ખરાબ વલણ હોય, તોપણ સુધારો કરતા રહેવાની કઈ મુખ્ય ચાવી છે? (એફે. ૪:૨૩)
૩. ખાસ સંમેલન કાર્યક્રમ સાંભળવાની સાથે સાથે બીજું શું કરી શકીએ જેથી લાભ થાય?
૩ આ મહત્ત્વની માહિતી સાંભળવાથી આપણને ખૂબ જ લાભ થશે! એ ઉપરાંત, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ સંમેલનની જેમ ખાસ સંમેલન દિવસે પણ બીજા મંડળના ભાઈબહેનો સાથે સંગંત માણવાનો સરસ લહાવો રહેલો છે. (ગીત. ૧૩૩:૧-૩; ૨ કોરીં. ૬:૧૧-૧૩) તેથી, જૂના મિત્રો સાથે સમય આપીએ અને નવા મિત્રો પણ બનાવીએ. જો ખાસ સંમેલન દિવસે ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક અથવા બેથેલમાંથી ભાઈ આવ્યા હોય, તો કેમ નહિ કે તેમની પત્ની અને તેમની સાથે વાત કરવા સમય કાઢીએ? સાચે જ, આવી રહેલા ખાસ સંમેલન દિવસની આતુરતાથી રાહ જોવાના આપણી પાસે ઘણા કારણ છે!