શું તમે આવા પ્રકાશકોને મદદ કરી શકો?
ઘણા મંડળોમાં ઉંમર કે બીમારીને લીધે પ્રકાશકો પ્રચારકાર્યમાં બહુ ભાગ લઈ શકતા નથી. (૨ કોરીં. ૪:૧૬) આવા ભાઈ-બહેનોને શું તમે બાઇબલ અભ્યાસમાં તમારી સાથે લઈ જઈ શકો? જો કોઈ ભાઈ કે બહેન ઘરની બહાર નીકળી શકતા ન હોય તો, અભ્યાસ કરતી વ્યક્તિને તેમના ઘરે લઈ જઈ શકો. નબળી તંદુરસ્તી ધરાવતાં ભાઈ-બહેનો સાથે શું તમે કોઈ વાર પ્રચારમાં અમુક ઘર અથવા એક-બે ફરી મુલાકાતની ગોઠવણ કરી શકો? ઉંમરવાળાં ઘણાં ભાઈ-બહેનો પાસે પ્રચારનો ખૂબ અનુભવ હોય છે. તેથી, તમારા પ્રયત્નોથી તેમને ઉત્તેજન મળશે એટલું જ નહિ, તમને પણ લાભ થશે. (રોમ. ૧:૧૨) વધુમાં, પ્રેમ બતાવવા માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો, એના યહોવા જરૂર આશીર્વાદ આપશે.—નીતિ. ૧૯:૧૭; ૧ યોહા. ૩:૧૭, ૧૮.