તમે આમ કહી શકો
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
ઘરમાલિકને પત્રિકા આપો જેથી તે એનો વિષય વાંચી શકે. પછી કહો: “કેમ છો? આખી દુનિયામાં ચાલતી ઝુંબેશમાં અમે ભાગ લઈ રહ્યા છીએ. આ પત્રિકા તમારા માટે છે.”
બંધ ઘર હોય ત્યાં બીજાઓને દેખાય નહિ એવી રીતે પત્રિકા મૂકી શકીએ. જરૂર પૂરતી જ વાળો.
ઘરમાલિક રસ બતાવે અથવા વાત કરવા તૈયાર હોય તો, પત્રિકામાં આગળ આપેલા સવાલો બતાવીને તેમનો વિચાર જાણી શકો. તેમને પૂછો કે જીવનના મહત્ત્વના સવાલોના જવાબ શાસ્ત્રમાંથી જાણવા ગમશે? પત્રિકા ખોલીને ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪, ૧૬૦ વાંચો. તેમને જણાવો કે પત્રિકામાં વેબ સાઇટ વિશે માહિતી આપવામાં આવી છે. તેમ જ, મહત્ત્વના સવાલોના બાઇબલ આધારિત જવાબો મેળવવા એ સાઇટ તમને મદદ કરશે. કદાચ તેમને બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો પણ બતાવી શકો. નીકળતા પહેલાં પત્રિકાના છેલ્લા પાન પર આપેલા ત્રણ સવાલો બતાવીને પૂછો કે એમાંના કયા સવાલ વિશે તેમને જાણવું છે. તેમને જણાવો કે બીજી વાર તમને બતાવીશ કે એ સવાલનો બાઇબલ આધારિત જવાબ કઈ રીતે jw.org પરથી મેળવી શકાય. ફરી મુલાકાત વખતે એનો જવાબ આપવા અહીંયા જાઓ: સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ > પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તક.
તમે મહાસંમેલનનું આમંત્રણ આપતા હોય તો, ઘરમાલિકને આ પત્રિકા અને આમંત્રણ બંને સાથે આપો. પછી આમ કહી શકો: “આવી રહેલા જાહેર પ્રસંગમાં તમને આમંત્રણ આપીએ છીએ.”
ચોકીબુરજ જુલાઈ-સપ્ટેમ્બર
શનિવારે અને રવિવારે યોગ્ય હોય ત્યારે આમ કહીને ચોકીબુરજ બતાવો: “તમને વાંચવું ગમતું હોય તો, આ નવું મૅગેઝિન આપવા ચાહીએ છીએ. એનો વિષય છે, ધૂમ્રપાન વિશે ઈશ્વરના વિચારો.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
શનિવારે અને રવિવારે યોગ્ય હોય ત્યારે આમ કહીને સજાગ બનો! બતાવો: “તમને વાંચવું ગમતું હોય તો, આ નવું મૅગેઝિન આપવા ચાહીએ છીએ. એનો વિષય છે, જીવનથી હારશો નહિ—ત્રણ કારણો.”