વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૫
  • પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • બાઇબલ શીખવે છે એ પાળવા બીજાઓને મદદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • બાઇબલ શીખવે છે પુસ્તકની ખાસિયતોનો સારી રીતે ઉપયોગ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સત્ય શીખવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું

પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?

બાઇબલ આપણને શીખવે છેa અને બાઇબલ શીખવે છે, પુસ્તકો સરખા છે. આ બંને પુસ્તકો સત્ય શીખવવા માટેનાં સાધનો છે. આ બંનેમાં સત્યની માહિતી એકસરખી જ છે અને એક સરખા ક્રમમાં છે. પણ, બાઇબલ આપણને શીખવે છે પુસ્તકના શબ્દો અને શીખવવાની રીત સરળ છે. જેઓને બાઇબલ શીખવે છે પુસ્તક સમજવામાં અઘરું લાગે છે, તેઓ માટે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. બાઇબલ આપણને શીખવે છે પુસ્તકના અંતમાં ‘વધારે માહિતી’ના લેખને બદલે, કેટલાક શબ્દો અને વિચારોની સાદી સમજણ આપેલી છે. પ્રકરણની શરૂઆતમાં સવાલો કે અંતમાં ‘બાઇબલ આમ શીખવે છે’ બૉક્સ આ પુસ્તકમાં નથી. એના બદલે, પ્રકરણના અંતે ‘સમીક્ષા’ આપેલી છે, એમાં પ્રકરણમાં જણાવેલા બાઇબલ સત્યની ટૂંકી માહિતી છે. બાઇબલ શીખવે છે પુસ્તકની જેમ, આ પુસ્તક પણ ગમે ત્યારે આપી શકાય છે. ભલે પછી, એ મહિનાની ઑફરમાં ન હોય. બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આપણે કેવી રીતે આ પુસ્તકના ખાસ ભાગોનો ઉપયોગ કરી શકીએ?

બાઇબલ આપણને શીખવે છે પુસ્તકમાં સમીક્ષા

સમીક્ષા: અભ્યાસ કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી આપણે ફકરો વાંચીને સવાલ પૂછીએ છીએ. મોટા ભાગના લોકોને આપણી શીખવવાની એ રીત ફાવે છે. પણ, જો કોઈ વિદ્યાર્થીને ભાષા બરાબર ન આવડતી હોય કે તે વાંચી ન શકતો હોય, તો તમે બાઇબલ આપણને શીખવે છે પુસ્તક વાપરી શકો. એમાં આપેલી સમીક્ષામાંથી અભ્યાસ કરી શકો અને પછી વિદ્યાર્થીને ઉત્તેજન આપી શકો કે તે પોતાના સમયમાં પ્રકરણ વાંચે. દરેક બાઇબલ સત્યનો અભ્યાસ કરતા આશરે ૧૫ મિનિટ લાગી શકે. પ્રકરણમાં આપેલી બધી માહિતી સમીક્ષામાં ન હોવાથી, શીખવનારે પોતાના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને પહેલેથી બરાબર તૈયારી કરવી જોઈએ. જો શીખવનાર પ્રકરણમાંથી અભ્યાસ ચલાવે, તો છેલ્લે પુનરાવર્તન માટે સમીક્ષાનો ઉપયોગ કરી શકે.

બાઇબલ આપણને શીખવે છે પુસ્તકમાં નોંધ

નોંધ: પ્રકરણ પ્રમાણે નોંધમાં માહિતી આપેલી છે. અભ્યાસ દરમિયાન નોંધ વાપરવી કે નહિ, તે શીખવનાર નક્કી કરી શકે છે.

a આ સાહિત્ય હાલમાં ગુજરાતીમાં પ્રાપ્ય નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો