વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ માર્ચ પાન ૫
  • ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • ભગવાનનું સાંભળવા લોકોને મદદ કરો
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • બાઇબલનો સંદેશો પુસ્તિકા આપવાની એક રીત
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ માર્ચ પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી

ભગવાનનું સાંભળો

ભગવાનનું સાંભળો પુસ્તિકા એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓને વાંચતા આવડતું નથી. એ પુસ્તિકા ચિત્રો દ્વારા બાઇબલનું મૂળ સત્ય શીખવે છે. દરેક પાઠમાં બે પાન છે. એમાં આપેલાં ચિત્રો બહુ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યાં છે. તેમ જ, એક ચિત્રથી બીજા ચિત્ર તરફ લઈ જવા માટે તીરનું નિશાન આપવામાં આવ્યું છે.

ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાં ભગવાનનું સાંભળો પુસ્તિકા જેવા જ ચિત્રો આપવામાં આવ્યાં છે. આ પુસ્તિકામાં થોડું વધારે લખાણ છે. થોડું ઘણું પણ વાંચી શકતા હોય એવા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે છે. અમુક પ્રકાશકો પોતાની પાસે એની કોપી રાખે છે અને વિદ્યાર્થીને ભગવાનનું સાંભળો આપે છે. ઘણાં પાનાઓ ઉપર એક બૉક્સ આપેલું છે, જેમાં વધારે માહિતી આપી છે. અભ્યાસ કરતી વ્યક્તિની ક્ષમતા ધ્યાનમાં રાખીને તેની સાથે એની ચર્ચા કરી શકાય.

બહેનના હાથમાં ભગવાનનું સાંભળો—અમર જીવન પામો પુસ્તિકા છે, જ્યારે કે વિદ્યાર્થીના હાથમાં ભગવાનનું સાંભળો પુસ્તિકા છે

મહિનાની ઑફર ન હોય તોપણ, તમે આ બંને પુસ્તિકા ઘરમાલિકને આપી શકો. અભ્યાસ દરમિયાન બાઇબલનો અહેવાલ સમજાવવા ચિત્રોનો ઉપયોગ કરો. વિદ્યાર્થીને સવાલો પૂછો અને તે સમજ્યો છે કે નહિ એની ખાતરી કરો. દરેક પાનને અંતે આપેલી કલમો વાંચો અને એની ચર્ચા કરો. આ પુસ્તિકા પૂરી થયા પછી તમે વિદ્યાર્થી જોડે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ કરી શકો. એનાથી વિદ્યાર્થીને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ મળશે.

ભગવાનનું સાંભળો પુસ્તિકાનો પાઠ, આદમ-હવા એદન બાગમાં છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો