યહોવાના સેવકો તરીકે આપણું જીવન
જરા પણ બગાડ થયો નહિ
ઈસુએ ચમત્કાર કરીને ૫,૦૦૦ પુરુષો ઉપરાંત ઘણી સ્ત્રીઓ ને બાળકોને જમાડ્યાં. પછી તેમણે શિષ્યોને સૂચના આપી: “વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.” (યોહ ૬:૧૨) ઈસુએ કશાનો બગાડ ન કરીને યહોવાએ કરેલી ગોઠવણ માટે કદર બતાવી.
આજે, ઈસુને પગલે ચાલીને નિયામક જૂથ પણ ભાઈ-બહેનોએ રાજીખુશીથી આપેલાં દાન અને સંપત્તિનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે. દાખલા તરીકે, ન્યૂ યૉર્કના વૉરવિકમાં મુખ્ય મથકના બાંધકામ માટે ભાઈઓએ એવી ડિઝાઇન પસંદ કરી, જેનાથી દાનનો સૌથી સારો ઉપયોગ થાય.
આપણે કઈ રીતે જરા પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખી શકીએ . . .
સભાઓમાં હોઈએ ત્યારે?
પોતાની માટે સાહિત્ય લઈએ ત્યારે? (km ૫/૦૯ ૩ ¶૪)
પ્રચાર માટે સાહિત્ય લઈએ ત્યારે? (mwb૧૭.૦૨ “સમજી-વિચારીને સાહિત્ય આપો” ¶૧)
પ્રચારમાં સાહિત્ય આપીએ ત્યારે? (mwb૧૭.૦૨ “સમજી-વિચારીને સાહિત્ય આપો” ¶૨ અને બૉક્સ)