યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પત્રિકા આપીને વાતચીત શરૂ કરીએ
જાન્યુઆરી ૨૦૧૮થી જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકાના પહેલા પાન પર વાતચીતની એક રીત ભાગની શરૂઆત થઈ. એ ભાગમાં ઉત્તેજન આપવામાં આવ્યું કે લોકોને ફક્ત સાહિત્ય આપી દેવાને બદલે તેઓ સાથે વાતચીત કરીએ. વાતચીતની એક રીતના વીડિયોથી પ્રકાશકોને પ્રચારની રીતમાં ફેરફાર કરવા મદદ મળે છે. એમાં બતાવવામાં આવ્યું છે કે ફક્ત બાઇબલ વાપરીને કઈ રીતે વાતચીત શરૂ કરી શકાય. શું એનો અર્થ એમ થાય કે આપણે ઘરઘરના સેવા કાર્યમાં સાહિત્ય ન વાપરવું જોઈએ? ના, એવું નથી. વાતચીત શરૂ કરવા પત્રિકાઓ ખૂબ કામ આવે છે. કોઈ પણ પત્રિકા આપીએ ત્યારે આ રીત અજમાવી શકીએ:
પહેલા પાન પર આપેલો સવાલ પૂછો.
બાઇબલમાંથી એનો જવાબ બતાવવા બીજા પાન પર સૌથી ઉપર આપેલી કલમ બતાવો. જો સમય હોય તો પત્રિકાની અંદર આપેલી અમુક માહિતી વાંચો અને ચર્ચા કરો.
ઘરમાલિકને પત્રિકા આપો. તેને જણાવો કે પોતાના સમયે એ વાંચી શકે છે.
છેલ્લે “વિચારવા જેવું” ભાગમાં આપેલો સવાલ બતાવો. એનો જવાબ બાઇબલમાંથી આપવા ફરી મળવાનું નક્કી કરો.
ફરી મળવા જાઓ ત્યારે એ સવાલનો જવાબ આપો. ફરી મુલાકાત માટે પાયો નાખવા બીજો એક સવાલ પૂછો. આપણી વેબસાઇટ કે પછી પત્રિકાના છેલ્લા પાને આપેલા સાહિત્યમાંથી તમે સવાલ પસંદ કરી શકો. વ્યક્તિને રસ પડે તો યોગ્ય સમય પસંદ કરીને ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપો અથવા શીખવવાનાં સાધનોમાંથી અભ્યાસ માટેનું બીજું કોઈ સાહિત્ય આપો.