બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૨
પાસ્ખાના તહેવારમાંથી ઈશ્વરભક્તોને શું શીખવા મળે છે?
યહોવા દસમી આફત લાવવાના હતા ત્યારે, એનાથી બચવા ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા પાળવાની હતી. (નિર્ગ ૧૨:૨૮) નીસાન ૧૪ની રાતે બધા ઇઝરાયેલીઓએ પોતપોતાના ઘરમાં ભેગા થવાનું હતું. તેઓએ ઘેટા કે બકરાનું એક વર્ષનું નર બચ્ચું લેવાનું હતું, જે ખોડખાંપણ વગરનું હોય. પછી એને કાપીને એનું લોહી દરવાજાની બંને બારસાખો પર અને ઓતરંગ પર છાંટવાનું હતું. એ પછી તેઓએ એને આગમાં શેકીને જલદી જલદી ખાવાનું હતું. સવાર સુધી તેઓમાંથી કોઈએ ઘરની બહાર નીકળવાનું ન હતું.—નિર્ગ ૧૨:૯-૧૧, ૨૨.
આજે કઈ રીતોએ આજ્ઞા પાળવાથી આપણું રક્ષણ થઈ શકે?