યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાને હંમેશાં નજર સામે રાખીએ
આપણને નોકરી ન મળતી હોય ત્યારે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પ્રથમ સ્થાને રાખવાં અઘરું બની શકે. કદાચ આપણે એવામાં કોઈ પણ નોકરી કરવા તૈયાર થઈ જઈએ. પછી ભલેને યહોવાની સેવા કરવી મુશ્કેલ બને અથવા એ નોકરી યહોવાના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા એવા લોકોને મદદ કરે છે, જેઓ “પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે.” (૨કા ૧૬:૯) યહોવા એક પ્રેમાળ પિતા છે. તે આપણને હંમેશાં મદદ કરે છે અને જે જરૂરી છે એ પૂરું પાડે છે. (રોમ ૮:૩૨) નોકરીની પસંદગી કરતી વખતે આપણે યહોવા પર ભરોસો રાખવો જોઈએ અને તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખવી જોઈએ.—ગી ૧૬:૮.
યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
જેસને લાંચ કેમ ન લીધી?
કોલોસીઓ ૩:૨૩માં આપેલી સલાહ આપણને કઈ રીતે લાગુ પડે છે?
થોમસના સારાં વર્તનની જેસન પર કેવી અસર પડી?
જીવનના દરેક પાસામાં યહોવાના સિદ્ધાંતને વળગી રહીએ
માથ્થી ૬:૨૨માં આપેલી સલાહ આપણને કઈ રીતે લાગુ પડે છે?