વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૬-૭
  • ૧ | બધાને એકસરખા ગણીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧ | બધાને એકસરખા ગણીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
  • એનો શું અર્થ થાય?
  • તમે શું કરી શકો?
  • ૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • યહોવા “પક્ષપાતી નથી”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • દુનિયામાં આટલી નફરત કેમ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૬-૭
એક કાળા માણસના હાથમાં એક હસતા ગોરા માણસનો ફોટો છે. અને એક ગોરા માણસના હાથમાં એક હસતા કાળા માણસનો ફોટો છે. પાછળ અમુક એવા લોકોના ફોટા છે જેઓ ગુસ્સામાં છે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૧ | બધાને એકસરખા ગણીએ

ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:

“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”​—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

એનો શું અર્થ થાય?

ઈશ્વર યહોવાa બધા દેશ, જાતિ, રંગ, ભાષા કે સંસ્કૃતિના લોકોને એકસરખા ગણે છે. તે એ જુએ છે કે આપણું દિલ કેવું છે. “માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”—૧ શમુએલ ૧૬:૭.

તમે શું કરી શકો?

એ સાચું છે કે ભગવાનની જેમ આપણે બીજાઓના દિલમાં શું છે એ જોઈ શકતા નથી. પણ આપણે બીજાઓને સારી રીતે ઓળખી તો શકીએ છીએ. એવું ન વિચારો કે ફલાણી જાતિ કે ભાષાના બધા લોકો એકસરખા હોય છે. યાદ રાખો દરેક વ્યક્તિ અલગ હોય છે. જો તમને કોઈ જાતિ કે ભાષા કે રંગના લોકો ન ગમતા હોય તો શું કરી શકો? તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારા મનમાંથી આવા ખરાબ વિચારો કાઢવા તે તમને મદદ કરે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) જો તમે સાચા દિલથી યહોવા ભગવાનને પ્રાર્થના કરશો તો તે તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે. બધાને એકસરખા ગણવા તે તમને મદદ કરશે.—૧ પિતર ૩:૧૨.

a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

“પહેલાં મેં ક્યારેય કોઈ ગોરા માણસ સાથે બેસીને શાંતિથી વાત પણ કરી ન હતી. હવે હું એવા કુટુંબનો ભાગ છું જ્યાં કોઈ પણ જાતનો રંગભેદ કે જાતિભેદ નથી. તેઓ વચ્ચે સાચો પ્રેમ છે.”​—ટાઈટસ

મારો અનુભવ​—ટાઈટસ

મેં મનમાંથી નફરત કાઢી નાંખી

ટાઈટસ.

ટાઈટસભાઈના દેશમાં અમુક કાયદા બનાવવામાં આવ્યા હતા. જેથી કાળા લોકોને દાબમાં રાખી શકાય. ટાઈટસ બીજા ગુંડાઓ સાથે મળીને એવા કાયદાઓનો વિરોધ કરતા હતા. તે કહે છે, “અમે એવી હોટલ કે બારમાં જતા જ્યાં કાળા લોકોને અંદર જવાની પરવાનગી ન હોય. અમે ઝઘડો કરવા જ ત્યાં જતા.” ટાઈટસ ગોરા લોકોને સખત નફરત કરતા. તે જણાવે છે, “જો મારે કોઈની સાથે બોલાબોલી થઈ જાય, તો સમજો તેનું આવી જ બન્યું. હું તેને લાફો મારી દેતો, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ.”

પછી ટાઈટસ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યા. તેમના વિચારો બદલાવા લાગ્યા. તેમને ખાસ કરીને બાઇબલની આ વાત બહુ ગમી કે ભગવાન જલદી જ દુનિયાને બદલી નાખશે. “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”​—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

ટાઈટસ બાઇબલમાંથી શીખવા લાગ્યા ત્યારે શરૂઆતમાં તેમને દિલમાંથી નફરત કાઢવી મુશ્કેલ લાગ્યું. તે જણાવે છે, “મારા માટે વિચારો અને વાણી-વર્તન બદલવાં ખૂબ અઘરું હતું.” પણ જ્યારે તેમણે બાઇબલમાંથી વાંચ્યું કે ઈશ્વર બધાને એકસરખા ગણે છે, ત્યારે તે પોતાને બદલી શક્યા.​—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

ટાઈટસ કહે છે, “મેં જોયું કે યહોવાના સાક્ષીઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, ભલે તેઓ ગમે તે રંગ કે જાતિના હોય. મને ખાતરી થઈ કે આ લોકો જ સાચા ઈશ્વરભક્તો છે. પછી હું પણ યહોવાનો સાક્ષી બની ગયો. હું સાક્ષી બન્યો એ પહેલાં એક ગોરા માણસે મને તેમના ઘરે જમવા બોલાવ્યો હતો. તે ભાઈ યહોવાના સાક્ષી હતા. મારા તો માનવામાં નહોતું આવતું કે હું એક ગોરા માણસ સાથે જમી રહ્યો છું! જમવાનું તો દૂર એ પહેલાં મેં ક્યારેય કોઈ ગોરા માણસ સાથે બેસીને શાંતિથી વાત પણ કરી ન હતી. હવે હું એવા કુટુંબનો ભાગ છું જ્યાં કોઈ પણ જાતનો રંગભેદ કે જાતિભેદ નથી. તેઓ વચ્ચે સાચો પ્રેમ છે.”

ટાઈટસભાઈ વિશે વધારે જાણવા ઑગસ્ટ ૦૧, ૨૦૦૯, પાન ૨૮-૨૯ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો લેખ જુઓ. એ jw.org પર પણ પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો