વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૦ પાન ૨-૩
  • તમારી પાસેથી બીજાઓ શું શીખી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારી પાસેથી બીજાઓ શું શીખી શકે?
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—નવા પ્રકાશકોને તાલીમ આપીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • પ્રચારકામમાં લાગુ રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૪/૧૦ પાન ૨-૩

તમારી પાસેથી બીજાઓ શું શીખી શકે?

૧ ઈસુએ કહ્યું, ‘મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસેથી શીખો.’ (માથ. ૧૧:૨૯) તેમણે શબ્દોથી જ નહીં પણ પોતાના સારા ઉદાહરણથી લોકોને શીખવ્યું. જરા વિચારો કે શિષ્યો ઈસુ પાસેથી શું શીખ્યા! તે બહુ દયાળુ અને પ્રેમાળ હતા. (માથ. ૮:૧-૩; માર્ક ૬:૩૦-૩૪) તે ખૂબ નમ્ર માણસ હતા. (યોહા. ૧૩:૨-૫) શિષ્યો જોઈ શક્યા કે ઈસુ ભલે થાકી જતા તોપણ પ્રચાર કરતા રહેતા. સત્ય લોકોના દિલમાં ઉતરે એ રીતે શીખવતા હતા. (લુક ૮:૧; ૨૧:૩૭, ૩૮) આપણને પ્રચાર કરતા જોઈને લોકો પર શું અસર થઈ શકે?

૨ ઘરમાલિકો: આપણો સારો પહેરવેશ, સારા વાણી-વર્તન અને લોકો માટે જે પ્રેમ બતાવીએ છીએ એની ઘરમાલિકો પર સારી અસર થઈ શકે. (૨ કોરીં. ૬:૩; ફિલિ. ૧:૨૭) તેઓ જોઈ શકશે કે આપણે બાઇબલનો સારો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે બીજાઓનું ધ્યાનથી સાંભળીએ છીએ, ત્યારે તેઓ પર સારી છાપ પડે છે. એ ના ભૂલો કે આ બાબતોમાં સારું ઉદાહરણ બેસાડવાથી લોકો રાજ્યનો સંદેશો સાંભળવા તૈયાર થઈ શકે.

૩ મંડળના ભાઈ-બહેનો: એ પણ વિચારો કે આપણા સારા દાખલાથી ભાઈ-બહેનો પર કેવી અસર પડે છે. જો આપણે પ્રચાર કામ માટે ઉત્સાહ બતાવીશું, તો બીજા ભાઈ-બહેનોને પણ ઉત્સાહી બનવા પ્રેરણા મળશે. હકીકત એ છે કે લોઢું લોઢાને તેજદાર બનાવે છે. એવી જ રીતે જો આપણે પ્રચારમાં સારી રજૂઆત કરવા તૈયારી કરીશું, તો બીજાઓને પણ એમ કરવા પ્રેરણા મળશે. (નીતિ. ૨૭:૧૭) રસ ધરાવતી વ્યક્તિ વિષે સારી નોંધ રાખીને ફરી મુલાકાત કરીશું, તો બીજાઓને પણ એવું કરવાનું મન થશે. ઘરમાલિક સાથે સમજી-વિચારીને બોલીશું, તો ભાઈ-બહેનો પણ એમ કરતા શીખશે. પ્રચાર કરવાની જવાબદારી સારી રીતે નિભાવવાથી સાથે કામ કરનારા ભાઈ-બહેનો પર સારી અસર પડશે.—૨ તીમો. ૪:૫.

૪ સમય-સમય પર આપણે પોતાના વાણી વર્તનની તપાસ કરવી જોઈએ. તેમ જ વિચારવું જોઈએ કે કઈ રીતે આપણો દાખલો બીજાઓને અસર કરે છે. આપણો સારો દાખલો જોઈને યહોવાહ ખુશ થશે. સાથે-સાથે આપણે પણ પ્રેરિત પાઊલની જેમ કહી શકીશું: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.”—૧ કોરીં. ૧૧:૧.

[અભ્યાસ પ્રશ્નો]

૧. ઈસુના શિષ્યો તેમને જોઈને શું શીખ્યા?

૨. આપણો પહેરવેશ અને વાણી-વર્તન સારા હશે તો ઘરમાલિક પર કેવી અસર થઈ શકે?

૩. આપણો દાખલો કઈ રીતે ભાઈ-બહેનો પર સારી અસર પાડી શકે?

૪. શા માટે સમય-સમય પર વિચારવું જોઈએ કે આપણે કેવો દાખલો બેસાડીએ છીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો