થોડુંક વધારે કરી શકીએ?
અમુક પ્રકાશકો કોઈ ચોક્કસ સમયે પ્રચાર બંધ કરે છે. જેમ કે, કદાચ બપોરના. અમુકે સંજોગોને લીધે ચોક્કસ સમયે પ્રચાર બંધ કરવો પડે. બીજાઓ પ્રચાર બંધ કરે છે એટલે શું તમે પણ કરો છો? કે પછી ચોક્કસ સમયે પ્રચાર બંધ કરવાનો રિવાજ બની ગયો છે? શું તમે થોડી વધારે મિનિટો પ્રચાર કરી શકો? જેમ કે, રસ્તા પર કે જાહેર જગ્યામાં. ઘરે જતી વખતે શું તમે એકાદ ફરીમુલાકાત કરી શકો? જો તમને રસ ધરાવતી એક વ્યક્તિ પણ ઘરે મળે અથવા કોઈ એક વ્યક્તિને ચોકીબુરજ અને સજાગ બનો! આપી શકો, તો એ કેટલું સારું કહેવાશે. પ્રચાર બંધ કરવાનું કોઈ કારણ ન હોય તો, કેમ નહિ કે થોડી વધારે મિનિટો કરીને યહોવાને ‘સ્તુતિરૂપ યજ્ઞ’ આપીએ.—હિબ્રૂ ૧૩:૧૫.