બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૯–૧૧
વિશ્વાસુ સેવકો ભક્તિને લગતી ગોઠવણને ટેકો આપે છે
ઈશ્વરના લોકોએ અલગ અલગ રીતે સાચી ભક્તિને ટેકો આપ્યો
લોકોએ માંડવાપર્વની તૈયારી કરી અને સાચી રીતે એની ઉજવણી કરી
ઈશ્વરના નિયમો સાંભળવા લોકો દરરોજ ભેગા મળતા, જેનાથી તેઓને ખુશી મળી
લોકોએ પોતાનાં પાપ કબૂલ કર્યાં, પ્રાર્થના કરી અને યહોવા પાસે આશીર્વાદો માંગ્યા
ભક્તિને લગતી ગોઠવણોને ટેકો આપતા રહેવા લોકો રાજી થયા
ભક્તિને લગતી ગોઠવણોને ટેકો આપવામાં આનો સમાવેશ થતો:
યહોવાને ભજતી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા
દાનો આપવાં
સાબ્બાથ પાળવો
વેદી માટે લાકડાં આપવાં
કાપણીનું પ્રથમફળ અને પ્રાણીઓનાં પ્રથમજનિત યહોવાને આપવાં