બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૭૪-૭૮
યહોવાનાં કામ યાદ રાખો
યહોવાનાં કામો પર મનન કરવું જરૂરી છે
મનન કરવાથી બાઇબલમાં વાંચેલું દિલમાં ઉતારવા અને ભક્તિને લગતી બાબતો માટે કદર વધારવા મદદ મળશે
યહોવા વિશે વિચારતા રહેવાથી તેમનાં કામો યાદ કરવા અને તેમણે આપણા માટે રાખેલી આશા દૃઢ કરવા મદદ મળશે
યહોવાનાં કામોમાં આનો સમાવેશ થાય છે:
સર્જન
યહોવાએ કરેલા સર્જન વિશે શીખતા રહેવાથી તેમના માટે આદર-માન વધશે
મંડળમાં પસંદ કરેલા ભાઈઓ
આગેવાની લેવા યહોવાએ જેઓને પસંદ કર્યા છે, તેઓને આપણે આધીન રહેવું જોઈએ
તારણનાં કામો
યહોવા તરફથી થયેલા બચાવના કામોને યાદ કરવાથી, આપણી શ્રદ્ધા મજબૂત થાય છે કે તે પોતાના ભક્તોને બચાવવાની ઇચ્છા રાખે છે અને એ માટે તાકાત ધરાવે છે