વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ માર્ચ પાન ૮
  • ઈશ્વર અને પડોશી પ્રત્યેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર અને પડોશી પ્રત્યેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • બાઇબલ વાંચનમાંથી પૂરેપૂરો ફાયદો મેળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • બાઇબલની વાતો સારી રીતે સમજવા હું શું કરી શકું?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ માર્ચ પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વર અને પડોશી પ્રત્યેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ?

આજના ખ્રિસ્તીઓ મુસાના નિયમથી બંધાયેલા નથી, તેમ છતાં એમાં આપેલી સૌથી મોટી બે આજ્ઞાઓ આપણને લાગુ પડે છે. ઈશ્વર આપણી પાસે જે અપેક્ષા રાખે છે, એ બધું આ બે આજ્ઞાઓમાં આવી જાય છે, એટલે કે ઈશ્વર અને પડોશીને પ્રેમ કરીએ. (માથ ૨૨:૩૭-૩૯) એવો પ્રેમ કંઈ વારસામાં મળતો નથી, એને કેળવવો પડે છે. કઈ રીતે? એક મહત્ત્વની રીત છે કે દરરોજ બાઇબલ વાંચીએ. શાસ્ત્રવચનોમાં ઈશ્વરના ગુણો વિશેના દરેક પાસાને તપાસીએ છીએ ત્યારે, જાણે ‘યહોવાના સૌંદર્યનું અવલોકન’ કરીએ છીએ. (ગી ૨૭:૪) પરિણામે, તેમના માટેનો આપણો પ્રેમ વધે છે અને બાબતોને તેમની નજરે જોઈ શકીએ છીએ. એનાથી આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળવા પ્રેરાઈએ છીએ, જેમાં બીજાઓને નિઃસ્વાર્થ પ્રેમ બતાવવાનો પણ સમાવેશ થાય છે. (યોહ ૧૩:૩૪, ૩૫; ૧યો ૫:૩) બાઇબલ વાંચનને મજેદાર બનાવવા અહીં ત્રણ રીતો આપી છે:

  • તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરો. કલ્પના કરો કે તમે એ જગ્યાએ હાજર છો. તમારી નજર આગળ શું આવે છે? કયો અવાજ કાને પડે છે? કેવી ખુશબૂ મહેસુસ કરો છો? તમારી આસપાસના લોકો શું અનુભવી રહ્યા છે?

    બાઇબલ વાંચન કરતી વખતે એક ભાઈ એની પર વિચાર કરે છે
  • નવી નવી રીત અજમાવો. તમે આમ કરી શકો: મોટેથી વાંચો અથવા બાઇબલ વાંચનનું રેકોર્ડિંગ સાંભળો અને સાથે સાથે કલમો જોતા જાઓ. અધ્યાયોને ક્રમવાર વાંચવાને બદલે બાઇબલના કોઈ પાત્ર વિશે અથવા વિષય પર વાંચન કરો. દાખલા તરીકે, બાઇબલનો અભ્યાસ કરવા મદદ નાની પુસ્તિકામાંથી ઍપેન્ડિક્સ ૪ અથવા ૧૬નો ઉપયોગ કરીને ઈસુના જીવન વિશે વાંચી શકો. દરરોજનું શાસ્ત્રવચન જે અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે, એ અધ્યાય વાંચી શકો. બાઇબલનાં પુસ્તકો જે ક્રમમાં લખાયા હતા, એ પ્રમાણે વાંચન કરી શકો.

    એક બહેન jw.org પરથી બાઇબલ વાંચે છે
  • સમજવાની કોશિશ કરો. ફક્ત અધ્યાયો પૂરા કરવાના હેતુથી ન વાંચો, પણ એક દિવસમાં ફક્ત એક અધ્યાય વાંચો અને એને સમજવા અને એના પર મનન કરવા સમય કાઢો. એમ કરવું વધારે સારું રહેશે. જે વાંચ્યું એના પર વિચાર કરો. માહિતી તપાસો. નકશા અને આપેલા સંદર્ભોનો ઉપયોગ કરો. જો કોઈ મુદ્દો સમજાયો ન હોય તો એના પર સંશોધન કરો. શક્ય હોય તો વાંચનમાં જેટલો સમય વિતાવો છો, એટલો સમય મનન કરવામાં પણ વિતાવો.

    નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી બે ઍપેન્ડિક્સ
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો