યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈસુની જેમ નમ્રતા બતાવો અને મર્યાદામાં રહો
ઈસુ પૃથ્વી પર થઈ ગયેલા સૌથી મહાન માણસ હતા, તોપણ બધો મહિમા યહોવાને આપીને તેમણે નમ્રતા બતાવી. તેમણે ક્યારેય પોતાની મર્યાદા ઓળંગી નહિ. (યોહ ૭:૧૬-૧૮) બીજી તર્ફે શેતાન ‘નિંદા કરનાર’ બન્યો. (યોહ ૮:૪૪) ફરોશીઓમાં પણ શેતાન જેવું વલણ આવી ગયું હતું. તેઓ એટલા અભિમાની બની ગયા કે મસીહમાં શ્રદ્ધા બતાવનાર લોકોને તેઓ નીચા ગણતા હતા. (યોહ ૭:૪૫-૪૯) આપણને મંડળમાં કોઈ લહાવા કે સોંપણી મળે ત્યારે કઈ રીતે ઈસુ જેવું વલણ બતાવી શકીએ?
“એકબીજા પર પ્રેમ રાખો”—અદેખાઈ ન રાખો અને બડાઈ ન મારો, ભાગ ૧ વીડિયો બતાવો અને આપેલા સવાલની ચર્ચા કરો:
કઈ રીતે એલેક્સનું અભિમાની વલણ દેખાઈ આવ્યું?
“એકબીજા પર પ્રેમ રાખો”—અદેખાઈ ન રાખો અને બડાઈ ન મારો, ભાગ ૨ વીડિયો બતાવો અને આપેલા સવાલોની ચર્ચા કરો:
એલેક્સે કઈ રીતે નમ્રતા બતાવી?
એલેક્સે કઈ રીતે બિલ અને કાર્લને ઉત્તેજન આપ્યું?
“એકબીજા પર પ્રેમ રાખો”—ઘમંડ અને અયોગ્ય વલણથી દૂર રહો, ભાગ ૧ વીડિયો બતાવો અને આપેલા સવાલની ચર્ચા કરો:
શા માટે કહી શકીએ કે ભાઈ હેરીસ પોતાની મર્યાદા ભૂલી ગયા હતા?
“એકબીજા પર પ્રેમ રાખો”—ઘમંડ અને અયોગ્ય વલણથી દૂર રહો, ભાગ ૨ વીડિયો બતાવો અને આપેલા સવાલોની ચર્ચા કરો:
ભાઈ હેરીસે કઈ રીતે બતાવ્યું કે તે પોતાની મર્યાદા જાણે છે?
ભાઈ હેરીસના દાખલા પરથી બહેન ફેયને શું શીખવા મળ્યું?