બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૧-૨૨
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
પાઊલને અહેસાસ થયો કે પવિત્ર શક્તિ તેમને યરૂશાલેમ દોરી રહી છે, જ્યાં તેમના પર ઘણી તકલીફો આવી પડવાની હતી. (પ્રેકા ૨૦:૨૨, ૨૩) એટલે, પાઊલનું ભલું ઇચ્છતા ભાઈઓએ તેમને ન જવા વિનંતી કરી ત્યારે, તેમણે કહ્યું: “આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો?” (પ્રેકા ૨૧:૧૩) જેઓ ઘણા ભોગ આપીને યહોવાની સેવામાં વધારે કરવા ચાહે છે તેઓનો ઉત્સાહ કદી તોડી પાડવો ન જોઈએ.