વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧/૮ પાન ૪-૮
  • લક્ષણો પારખવાં અને એ પર પગલાં ભરવાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લક્ષણો પારખવાં અને એ પર પગલાં ભરવાં
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું બન્યું હતું
  • ઍટેક
  • હૉસ્પિટલમાં
  • ડૉક્ટર સમજાવે છે
  • કઠોર પૂર્વાનુમાન
  • હૃદય રોગ જીવનને ધમકી
    સજાગ બનો!—૧૯૯૭
  • જોખમ કઈ રીતે ઘટાડી શકાય?
    સજાગ બનો!—૧૯૯૭
  • સાજા થવાનો માર્ગ
    સજાગ બનો!—૧૯૯૭
  • તમે આત્મિક હાર્ટ ઍટેકને ટાળી શકો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧/૮ પાન ૪-૮

લક્ષણો પારખવાં અને એ પર પગલાં ભરવાં

હાર્ટ ઍટેકના લક્ષણો થાય ત્યારે, તાત્કાલિક તબીબી સહાય લેવી અગત્યનું છે, કેમ કે ઍટેક પછીના પહેલા એક કલાકમાં મરણનું જોખમ સૌથી વધારે હોય છે. ઝડપી સારવાર હૃદયના સ્નાયુને અસાધ્ય નુકસાન થવામાંથી બચાવી શકે છે. હૃદયનો સ્નાયુ નુકસાન થવામાંથી જેટલો વધારે બચાવવામાં આવશે, હુમલા પછી હૃદય એટલું વધારે અસરકારકપણે લોહી મોકલશે.

જોકે, કેટલાક હાર્ટ ઍટેક ગુપ્ત હોય છે, જે કોઈ બાહ્ય લક્ષણો પ્રગટ કરતા નથી. એ કિસ્સાઓમાં વ્યક્તિ અજાણ હોય શકે કે તેને ચક્રીય ધમનીનો રોગ (CAD) છે. દુઃખની બાબત છે કે કેટલાક લોકો માટે હૃદયની તકલીફનો પ્રથમ અણસાર ગંજાવર ઍટેક હોય શકે. હૃદય થંભી જાય (કાર્ડિયાક એરેસ્ટ, હૃદય લોહી મોકલવાનું બંધ કરે) ત્યારે, બચાવનાર ટુકડીને તાત્કાલિક બોલાવવામાં ન આવે અને રુધિરશ્વસનાભિસરણ પુનઃસંચાલિત કરનાર ઉપલક સાધન (cardiopulmonary resuscitation CPR) તરત જ જોડવામાં ન આવે તો, બચવાની તક ઓછી હોય છે.

CADના લક્ષણો ધરાવનારા મોટા ભાગનાઓમાંના, હાર્વર્ડ હેલ્થ લેટર અહેવાલ આપે છે, લગભગ અડધા લોકો તાત્કાલિક તબીબી સહાય મોકૂફ રાખશે. શા માટે? “સામાન્યપણે તેઓ સમજતા હોતા નથી કે તેઓના લક્ષણોનો શું અર્થ થાય છે અથવા તેઓ એને ગંભીર લેખતા નથી.”

જોન,a હાર્ટ ઍટેકનો ભોગ બનેલા યહોવાહના એક સાક્ષી, વિનંતી કરે છે: “તમને લાગે કે કંઈક બરાબર નથી ત્યારે, હાસ્યાસ્પદ દેખાવાના ડરથી તબીબી સહાય લેવામાં મોડું ન કરો. મેં લગભગ મારું જીવન ગુમાવી જ દીધું હતું, કેમ કે મેં ત્વરિતપણે પ્રત્યાઘાત ન પાડ્યો.”

શું બન્યું હતું

જોન સમજાવે છે: “મને હાર્ટ ઍટેક આવ્યો એના દોઢ વર્ષ પહેલાં, ડૉક્ટરે મને મારા કોલેસ્ટ્રોલના ઊંચા પ્રમાણ વિષે ચેતવ્યો હતો, જે CADમાં મોટો જોખમકારક ઘટક છે. પરંતુ મેં બાબત ટાળી, કેમ કે મને લાગ્યું કે હું યુવાન​—⁠૪૦થી નીચે⁠—​છું અને સારી તંદુરસ્તી ધરાવું છું. મેં ત્યારે પગલાં ન લીધાં માટે હું ઘણો જ દિલગીર છું. મને ચેતવણી આપતા બીજા સંકેતો પણ થયા​—⁠શારીરિક પ્રવૃત્તિથી શ્વાસ રુંધાવો, દુઃખાવો જે મને અપચો હોય એમ લાગ્યું અને, ઍટેકના કેટલાક મહિના અગાઉ અતિશય થાક. મેં એમાંના મોટા ભાગનાઓ માટે ખૂબ ઓછી ઊંઘને તથા નોકરી પરના દબાણને દોષ દીધો. મારા હાર્ટ ઍટેકના ત્રણ દિવસ પહેલાં, મને જાણે કે મારી છાતીમાં સ્નાયુની તાણ આવતી હોય એમ લાગ્યું. એ તાણ ત્રણ દિવસ પછી આવનાર મોટા ઍટેક અગાઉનો એક નાનો ઍટેક હતો.”

છાતીનો દુઃખાવો કે દબાણ, જેને એન્જાઈના કહેવામાં આવે છે, હાર્ટ ઍટેક સહન કરનારાઓના લગભગ અડધા લોકોને ચેતવણી આપે છે. લક્ષણો તરીકે કેટલાક શ્વાસ રુંધાવાનો કે થાક લાગવાનો અને નબળાઈનો અનુભવ કરે છે, જે દર્શાવે છે કે ચક્રીય ધમની બંધ થઈ જવાને કારણે હૃદયને પૂરતો પ્રાણવાયુ મળતો નથી. ચેતવણીના એ સંકેતોથી વ્યક્તિએ હૃદયની તપાસ માટે ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉ. પીટર કોહન જણાવે છે: “એન્જાઈનાની સારવાર કરવામાં આવે પછી, હાર્ટ ઍટેક અટકાવવામાં આવશે એની કોઈ બાંયધરી હોતી નથી, પરંતુ ઓછામાં ઓછું ઝઝૂમી રહેલા ઍટેકની શક્યતાઓ ઘટે છે.

ઍટેક

જોન કહેવાનું ચાલુ રાખે છે: “એ દિવસે અમે બોલ રમવા જવાના હતા. મેં બપોરે હેમબર્ગર અને તળેલા બટાકા ઉતાવળે ખાધા હોવાથી, મેં કેટલીક બેચેની, ઊબકા, અને છાતીની સંકડામણને ગણકારી નહિ. પરંતુ અમે મેદાનમાં પહોંચ્યા અને રમવાનું શરૂ કર્યું ત્યારે, મને લાગ્યું કે કંઈક ગરબડ છે. બપોર વીતતી ગઈ તેમ, મારી હાલત વધારે બગડતી ગઈ.

“ઘણી વખત, હું બાંકડા પર ચત્તો સૂઈ રહ્યો, અને મારી છાતીના સ્નાયુઓને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ વધારે ને વધારે ચુસ્ત થતા ગયા. રમતી વખતે, મેં મનોમન કહ્યું, ‘કદાચ મને ફ્લુ થયો છે,’ કેમ કે મને વચમાં વચમાં પરસેવો વળતો હતો અને અશક્તિ લાગતી હતી. હું દોડ્યો ત્યારે, હું ધ્યાન ખેંચાય એ રીતે હાંફી રહ્યો હતો. હું ફરીથી બાંકડા પર સૂઈ રહ્યો. હું બેઠો થયો ત્યારે, કોઈ શંકા ન હતી કે હું ગંભીર મુશ્કેલીમાં હતો. મેં મારા દીકરા જેમ્સને દર્દભરી બૂમ પાડી: ‘મારે હમણાં હૉસ્પિટલ જવાની જરૂર છે!’ મારી છાતી અંદરથી જાણે કે ભાંગી ગઈ હોય એમ લાગ્યું. દુઃખાવો એટલો તીવ્ર હતો કે હું ઊભો ન થઈ શક્યો. મેં વિચાર્યું, ‘આ કંઈ હાર્ટ ઍટેક ન હોય શકે, શું હોય શકે? મારી ઉંમર તો ફક્ત ૩૮ વર્ષ જ છે!’”

જોનનો દીકરો, જે એ સમયે ૧૫ વર્ષનો હતો, જણાવે છે: “મારા પપ્પાને પોતાની શક્તિ ગુમાવવામાં ફક્ત થોડીક જ મિનિટ લાગી, તેથી તેમને મોટર સુધી ઊપાડી જવા પડ્યા. મારો મિત્ર મોટર ચલાવતો ગયો તેમ મારા પપ્પાની સ્થિતિ જાણવા માટે તેમને પ્રશ્નો પૂછી રહ્યો હતો. છેવટે, પપ્પાએ જવાબ ન આપ્યો. ‘જોન!’ મારા મિત્રે બૂમ પાડી. પરંતુ મારા પપ્પાએ ત્યારે પણ પ્રત્યુત્તર ન આપ્યો. પછી પપ્પાએ તેમની બેઠકમાં આંચકો ખાધો, અને તાણ આવવા માંડી અને ઊલટી કરવા લાગ્યા. મેં વારંવાર બૂમો પાડી: ‘પપ્પા! હું તમને ચાહું છું! અમને એકલા મૂકી જશો નહિ!’ તાણ આવ્યા પછી તેમનું આખું શરીર બેઠકમાં ઢગલો થઈ ગયું. મને લાગ્યું કે તે મરણ પામ્યા.”

હૉસ્પિટલમાં

“અમે મદદ માટે હૉસ્પિટલમાં દોડ્યા. મને લાગેલું કે પપ્પા મરણ પામ્યા છે એને બે કે ત્રણ મિનિટ પસાર થઈ ગઈ, પરંતુ મેં આશા રાખી કે તેમને પુનર્જીવિત કરી શકાશે. મારા આશ્ચર્ય વચ્ચે, અમારી સાથે મેદાનમાં હતા એ લગભગ ૨૦ જેટલા યહોવાહના સાક્ષીઓ પ્રતીક્ષાલયમાં હતા. તેઓએ મને દિલાસો તથા પ્રેમ આપ્યાં, જે એ અતિશય દુઃખી સમયમાં મોટી મદદ હતાં. લગભગ ૧૫ મિનિટ પછી, એક ડૉક્ટર આવ્યા અને સમજાવ્યું: “અમે તારા પપ્પાને પુનર્જીવિત કરી શક્યા છીએ, પરંતુ તેમને બહુ મોટો હાર્ટ ઍટેક આવી ગયો છે. અમને ખાતરી નથી કે તે જીવશે.”

“પછી તેમણે મને મારા પપ્પાને અતિ થોડો સમય જોઈ આવવાની પરવાનગી આપી. કુટુંબ માટે પપ્પાના પ્રેમની અભિવ્યક્તિ મારા પર છવાઈ ગઈ હતી. ભારે તકલીફથી તેમણે કહ્યું: ‘દીકરા, હું તને ચાહું છું. હંમેશા યાદ રાખજે કે આપણા જીવનમાં યહોવાહ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. તેમની સેવા કરવાનું બંધ ન કરીશ, અને તારી મમ્મી તથા ભાઈઓ તેમની સેવા કરવાનું કદી બંધ ન કરે માટે તેઓને મદદ કરજે. આપણી પાસે પુનરુત્થાનની નક્કર આશા છે, અને હું મરી જાઉં તો, પાછો આવું ત્યારે હું તમને બધાને જોવા માંગુ છું.’ અમે બન્‍ને પ્રેમ, ભય, તથા આશાના આંસુઓથી રડી રહ્યા હતા.”

જોનની પત્ની, મેરી, એક કલાક પછી આવી. “હું ઈમર્જન્સી રૂમમાં આવી ત્યારે, ડૉક્ટરે કહ્યું: ‘તમારા પતિને એક મોટો હાર્ટ ઍટેક આવ્યો છે.’ હું બાઘી બની ગઈ. તેમણે સમજાવ્યું કે જોનના હૃદયના અનિયમિત થઈ ગયેલા ધબકારા આઠ વખત ઠીક કરવામાં (defibrillation) આવ્યા છે. એ ઈમર્જન્સી પગલાંમાં ઈલેક્ટ્રિક વોલ્ટેજનો સમાવેશ થાય છે જે હૃદયના અસ્તવ્યસ્ત ધબકારાને બંધ કરે છે અને સામાન્ય તાલ પુનઃસ્થાપિત કરે છે. CPR, પ્રાણવાયુ આપવો, અને નસ દ્વારા દવાઓ આપવાની સાથે ડીફાયબ્રિલેશન જીવન બચાવવાની એક અદ્યતન પદ્ધતિ છે.

“મેં જોનને જોયા ત્યારે, મારું હૃદય ભરાઈ આવ્યું. તે ખૂબ જ ફિક્કા પડી ગયા હતા, અને ઘણી નળીઓ તથા વાયરો તેમના શરીરને મૉનિટર સાથે જોડતા હતા. અમારા ત્રણ દીકરાઓ ખાતર આ કસોટી સહન કરવા મને શક્તિ આપવા મેં યહોવાહને મનમાં પ્રાર્થના કરી, અને આગળ જે રહેલું છે એ વિષે ડહાપણભર્યો નિર્ણય કરવા માર્ગદર્શન માટે મેં પ્રાર્થના કરી. હું જોનની પથારીએ પહોંચી ત્યારે, મેં વિચાર્યું કે, ‘આવા સમયે તમે તમારા સ્નેહીજનને શું કહો? શું આપણે ખરેખર એ જીવનને ધમકીકારક સંજોગો માટે તૈયાર છીએ?’

“‘વહાલી,’ જોને કહ્યું, ‘તું જાણે છે કે કદાચ હું બચી શકીશ નહિ. પરંતુ એ મહત્ત્વનું છે કે તું અને છોકરાઓ યહોવાહને વિશ્વાસુ રહો કેમ કે થોડા જ વખતમાં આ વ્યવસ્થાનો અંત આવશે અને પછી બીમારી કે મરણ નહિ હોય. હું એ નવી વ્યવસ્થામાં ઊઠવા માંગુ છું અને તને તથા આપણા દીકરાઓને ત્યાં જોવા માંગું છું.’ અમારા ચહેરા પર આંસુની ધારો વહેવા લાગી.”

ડૉક્ટર સમજાવે છે

“ડૉક્ટરે મને એકબાજુ બોલાવી અને સમજાવ્યું કે તપાસ બતાવે છે કે જોનને આવેલો હાર્ટ ઍટેક ડાબી બાજુની નીચે જતી ધમની ૧૦૦ ટકા બંધ થઈ જવાને કારણે હતો. તેની બીજી ધમની પણ બંધ થઈ ગઈ હતી. ડૉક્ટરે મને કહ્યું કે મારે જોનની સારવાર સંબંધી નિર્ણય કરવો જ પડશે. દવા અને એન્જિઓપ્લાસ્ટી (angioplasty) એ બે પ્રાપ્ય વિકલ્પો હતા. તેમને લાગ્યું કે આ પાછળ જણાવેલો વિકલ્પ વધારે સારો છે, તેથી અમે એન્જિઓપ્લાસ્ટીની પસંદગી કરી. પરંતુ ડૉક્ટરોએ કોઈ વચન ન આપ્યું, કેમ કે મોટા ભાગનાઓ આ પ્રકારના હાર્ટ એટેકમાં બચતા નથી.

એન્જિઓપ્લાસ્ટી શસ્ત્રક્રિયાને લગતી એવી પદ્ધતિ છે જેમાં ફુગ્ગો જોડેલી નળી ચક્રીય ધમનીમાં ઊતારવામાં આવે છે અને પછી બંધ થઈ ગયેલા ભાગને ખોલવા માટે ફુલાવવામાં આવે છે. લોહીનો પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં એ પદ્ધતિ ઘણી સફળ નીવડી છે. ઘણી ધમનીઓ ગંભીરપણે બંધ થઈ ગઈ હોય ત્યારે, સામાન્યપણે બાયપાસ શસ્ત્રક્રિયા (bypass surgery)ની ભલામણ કરવામાં આવે છે.

કઠોર પૂર્વાનુમાન

એન્જિઓપ્લાસ્ટી પછી, જોનનું જીવન બીજા ૭૨ કલાક સુધી ઝોલા ખાતું રહ્યું. આખરે, તેના હૃદયે ઈજામાંથી સાજા થવાનું શરૂ કર્યું. પરંતુ જોનનું હૃદય અગાઉ કરતાં ફક્ત અડધી જ ક્ષમતાથી લોહી મોકલતું હતું, અને એનો મોટો ભાગ જખમવાળો બની ગયો હતો, તેથી હૃદયથી અપંગ બનવાની તેમની શક્યતા લગભગ અનિવાર્ય હતી.

ભૂતકાળ પર ઊડતી નજર નાખી, જોન સલાહ આપે છે: “ચેતવણીને ધ્યાન આપવા અને આપણા આરોગ્યની કાળજી રાખવા​—⁠ખાસ કરીને આપણે જોખમમાં હોઈએ ત્યારે⁠—​આપણે આપણા ઉત્પન્‍નકર્તા, આપણા કુટુંબો, આપણા આત્મિક ભાઈબહેનો, અને ખુદ પોતાના ઋણી છીએ. વિપુલ માત્રામાં, આપણે સુખ કે દુઃખનું કારણ બની શકીએ છીએ. એ આપણા પર આધારિત છે.”

જોનનો કિસ્સો ગંભીર હતો અને તાત્કાલિક ધ્યાનની જરૂર હતી. પરંતુ બધા અમ્લપિત્તદાહ જેવી બેચેની માટે ડૉક્ટર પાસે દોડી જવાની જરૂર નથી. હજુ પણ, તેમનો અનુભવ એક ચેતવણી છે, અને જેઓને લાગે કે તેઓને લક્ષણો જણાય છે તો, તેઓએ તપાસ કરાવી લેવી જોઈએ.

હાર્ટ ઍટેકનું જોખમ ઘટાડવા શું થઈ શકે? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.

[Footnotes]

a આ લેખોમાં નામ બદલવામાં આવ્યાં છે.

[Caption on page ૫]

હાર્ટ ઍટેક પછી ઝડપી સારવાર જીવન બચાવી શકે અને હૃદયને થતું નુકસાન ઘટાડી શકે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો